________________
ઝળહળતાં નક્ષત્રો
પ્રમાણે પવાડો [સં. પ્રવૃદ્ધ, પ્રા. પ્રવઢ? સર. મ., હિં. પવાડા] વીરનું પ્રશસ્તિ–કાવ્ય (૨) (કટાક્ષમાં) નિંદાત્મક કાવ્ય (૩) નિંદા; આક્ષેપ' પરંતુ અહીં તો પ્રથમ અર્થ જ વધુ ઉપયોગમાં લેવાય છે. પ્રાકૃતમાં ‘પવાડક’ પરથી કોઈ વ્યક્તિની કીર્તિ, ગુણગાન કે મહત્તા ગાવામાં આવે તેવી રચનાને ‘પવાડઉ’ કહેવાય છે. આમ પવાડામાં વીરના ગુણો, કુશળતા, પરાક્રમનું પદ્યમાં નિરૂપણ થાય છે.
પવાડો ગેય કાવ્ય છે એટલે ચોપાઈ બંધ, દુહા, અન્ય છંદો તેમાં વપરાય છે. પવાડાનું વિભાજન ઠવણી, ઢાળ, ભાસ વ.માં હોય છે. પવાડો ગવાતો હોવાથી પ્રાસાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, કથનરીતિની વિવિધતા, વીરરસ ઉપરાંત શ્રૃંગાર, કરુણ અને અદ્ભુત રસની ગોઠવણ અને પરંપરાગત ઇષ્ટદેવની સ્તુતિરૂપ પ્રારંભમાં મંગલાચરણ હોય છે. મહારાષ્ટ્રની પ્રજામાં શૌર્ય-પરાક્રમ અને ઇતિહાસ જાળવણીમાં પવાડાઓએ પણ પ્રદાન કરેલું છે.
પવાડાનું કથાવસ્તુ ‘પ્રબંધ' પ્રકારનું અને સ્વરૂપ-શૈલી ‘રાસ'ની સાથે સામ્યતા ધરાવે છે. પ્રબંધ ઐતિ. વ્યક્તિના ચરિત્રનું નિરૂપણ કરતું વીરરસનું કાવ્ય છે, સમય જતાં વ્યક્તિઓના જીવનની પ્રશસ્તિ કરનાર રચનાઓ ‘પવાડા' તરીકે જાણીતી થઈ, ‘પવાડા' કાવ્યપ્રકાર ચરિત્રાત્મક કાવ્ય સાથે સામ્ય ધરાવે છે. દા.ત. કાન્હડદે પ્રબંધની હસ્તપ્રત પર રાસપવાડુ ચઉપઈ નામનો ઉલ્લેખ થયેલો છે. ‘રૂસ્તમનો શલોકો' શામળ ભટ્ટે રચેલો છે તેને પવાડા તરીકે પણ ઓળખાવાય છે.
મધ્યકાલીન જૈનેતર અને જૈન સાહિત્યમાં પવાડા રચાતા. પવાડાકક્ષાની રચના સાથે ‘સલોકા' પણ સામ્ય ધરાવે છે. સલોકા/શલોકા :
‘શલોકા’ નામ સંસ્કૃત શબ્દ ‘શ્લોક’ પરથી છે. શ્લોક શબ્દપ્રયોગ કીર્તિગાથા ગાવી કે વ્યંગમાં ટીકા માટે પણ વપરાય છે. શલોકા, પ્રબંધ, પવાડા વગેરે પરસ્પર નજીક આવતા કાવ્યપ્રકારો છે. (શામળ ભટ્ટે સં. ૧૭૮૧માં ‘રૂસ્તમનો શલોકો’ બનાવ્યો તે પવાડા તરીકે પણ ઓળખાય છે. જૈન અને જૈનેતર મ.કાલીન ગુજરાતી સાહિત્યમાં પવાડા અને શલોકાની સંખ્યા ઘણી મોટી છે.
સમસ્યા–પ્રશ્નોત્તરના પ્રયોગથી શલોકાની રચના થાય છે. તે ચાર ચરણની લઘુ કાવ્યરચના છે. તેના માધ્યમથી સલોકામાં પ્રશંસા/ગુણગાન ગવાય છે. પરંપરાગત છતાં
Jain Education International
૪૯૧
વિષયવસ્તુનું વૈવિધ્ય ધરાવતા પ્રેરણાદાયી સલોકાઓ–તીર્થો, તીર્થંકરો, મહાપુરુષો, સાધુચરિત્ર, દુર્ગુણત્યાગના સલોકાઓ– અઢારમી સદીથી પ્રાપ્ત થાય છે.
ચર્ચરી/ચચ્ચરી/ચર્ચરિકા/ચાચરી :
મૂળ તો પ્રાકૃત ભાષાનો કાવ્યપ્રકાર મધ્યકાલીન ગુજરાતીમાં ઉતરી આવ્યો, રાસકૃતિઓમાં અપભ્રંશના વારસારૂપે તેનો પ્રારંભમાં પ્રયોગ થયા બાદ સચ્ચરી–ચર્ચરિકા નામથી કેટલીક સ્વતંત્ર કૃતિઓ પણ રચાઈ. બારમી સદીમાં ચચ્ચરી રચનામાં અપભ્રંશનો વિશેષ ઉપયોગ થયો ત્યારે ગુજરાતી પ્રભાવવાળી ચર્ચરિકા સોલણે ૧૪મી સદીના પૂર્વાર્ધમાં રચી હતી. ચારણી ભાષામાં પણ ‘ચર્ચરી' નામનો છંદપ્રકાર છે. જો કે ડૉ. લાઘવન ‘નાટ્યરાસક’ને ચર્ચરી માને છે. સંસ્કૃતમાં ‘ચર્ચરી’‘ચર્ચરિકા’બંને સમાન અર્થવાચક છે, પ્રાકૃતમાં ‘ચચ્ચરી’ અને ગુજરાતી ભાષામાં ‘ચાચરી’ શબ્દપ્રયોગ થાય છે. લક્ષ્મણ રા. વૈદ્યકૃત સંસ્કૃત-અંગ્રેજી કોશમાં ‘ચર્ચરી’ શબ્દના– (૧) એક જાતનું ગીત, (૨) સંગીતમાં તાલ મેળવવા હાથ ઠોકવો, (૩) વસંતઋતુ અંગેની ક્રીડા, (૪) ?? (૫) ઉત્સવ, (૬) ખુશામત, (૭) વાંકડિયા વાળ–એમ ૭ અર્થ ગણાવ્યા છે જ્યારે ‘પાઈય સમહણ’માં ચર્ચરીના (૧) એક પ્રકારનું ગીત, (૨) ગાનારી ટોળી, (૩) એક જાતનો છંદ, (૪) હાથની તાળીનો અવાજ–એમ અર્થ ગણાવ્યા છે. ‘ગુજરાતી સાર્થ જોડણીકોશ’માં ‘ચર્ચરી'નો અર્થ આનંદ, ઉત્સવ, છંદ, નાટકમાં પ્રવેશ પૂરો થાય પછી મૂકાતું ગીત એવો લેવાયો છે.
જૈન રાસ રચનાની જેમ ચચરી ધાર્મિક ઉત્સવો-પર્વોમાં રસિકતાથી ગવાતો કાવ્યપ્રકાર છે. તેનો વિષય ચરિત્રાત્મક રહ્યો છે, તેમાં ‘જૈન પટ્ટાવલી’–જૈન ગચ્છના સાધુઓની પરંપરા પણ ગુરુગુણસ્તુતિરૂપે વણી લેવાઈ છે. પૂર્વે કવિ કાલિદાસે પણ ‘વિક્રમોર્વશીયમ્’માં અપભ્રંશ ચર્ચરી પદો રચ્યાં છે. ચચ્ચરીને મળતી કાવ્યકૃતિ હમચડી/હીંચ છે.
ચર્ચરી અને રાસક એ પ્રાકૃતપ્રબંધ છે એમ ઉપદેશ રસાયન રાસના ટીકાકાર ઉપા. જિનપાલ લખી ગયા છે. ચર્ચરીમાં ૧૮ વર્ણ અને ૨૬ માત્રા આવે છે. તેની માત્રા હિરગીત છંદ સમાન છે પરંતુ જિનદત્તસૂરિજીએ ૧૨મી સદીમાં ચર્ચરીનો જે પ્રયોગ કર્યો તે પ્લવંગમ છંદ સાથે અને અપભ્રંશમાં ચર્ચરી છંદ ચર્ચરી નૃત્ય સાથે સામ્યતા ધરાવે છે. આરંભનો ‘ચર્ચરી’ છંદ પછીથી ભાટ કવિઓએ ૧૬ વર્ણવાળા વર્ણિક છંદ
For Private & Personal Use Only
www.jainelibrary.org