________________
૫૧૮
શકાય. અહીં આપણે શત્રુંજય, ગિરનાર આદિ પર્વત શૃંખલાની વાત કરીએ તો ત્યાં પ્રથમથી જ શાશ્વત જિનાલયો હતાં જેનું સ્વરૂપ કાળક્રમે બદલાતું રહ્યું છતાં પણ ત્યાંનાં શિલ્પો, પ્રતિમાજીઓ અને સ્તંભો એની પ્રાચીનતા દર્શાવે છે. દક્ષિણ ભારતમાં લકુંડી, હિલિંબડુ, મુડબદ્રી, શ્રવણ બેલગોડા, હુંબજ વગેરે સ્થળોના જૈન મંદિરો સ્થાપત્યની દૃષ્ટિએ અજોડ છે. હલિબિડુની શિલ્પકળા ઊડીને આંખે વળગે એવી છે. ત્યાંની શાલભંજીકા ચિત્ર નં.-૩માં દર્શાવી છે. હિલિંબડુમાં ત્રણ જૈન મંદિરો છે ૧. પાર્શ્વનાથ, ૨. આદિનાથ અને ૩. શાંતિનાથ છે. શ્રવણ બેલગોડાથી એક માઈલ ઉત્તરમાં જિનનાથપુર ગામ છે. અહીં શાંતિનાથનું ૧૨મી સદીનું સુંદર મંદિર છે. મંદિરના સ્તંભો પર બારિક ચિત્રકારી છે. ભીંત ઉપરના ભીતીચિત્રો (Wall Painting) પણ ફૂલવેલીની કલાકૃતિઓથી ભરપૂર છે.
વિજયનગરના રાજ્યમાં આવેલું જૈનમંદિર એની બાંધકામ શૈલી અને સિલીંગ પરના પેઈન્ટીંગ માટે જાણીતું છે. ચિત્ર નં.-૧૦ →
Jain Education International
(ચિત્ર નં.-3)
જિન શાસનનાં
ઉત્તર ભારતના મંદિરોની નિર્માણ શૈલી:
રાજસ્થાનમાં ઓસવાલ જાતિનું ઉત્પતિસ્થળ ઓસિયાજી આવેલું છે. અહીંના મહાવીર મંદિરના મંડપો અને સ્તંભોની
(ચિત્ર નં.-૧૦)
કારીગરી વિશેષ દર્શનીય છે. નાગર શૈલીના શિખરો અદ્ભૂત છે. આબુ દેલવાડામાં અગિયારમી સદીના પાંચ મંદિરો આવેલા છે. ખજૂરાહોના મંદિરો નગર સ્ટાઈલના છે. અહીંનું ઘંટાઈ મંદિર આદિનાથ છે. રાણકપુરનું મંદિર ૧૪મી સદીનું છે. અહીં પણ બીજા મંદિરો આવેલા છે.
જૈન ચિત્રકળા :
જૈન આગમશાસ્ત્રોમાં ઉત્તમ પ્રકારની ચિત્રકળાના ઉલ્લેખો જોવા મળે છે. આવશ્યકસૂત્રની કથા અનુસાર એક ચિત્રકારે મયૂરના પંખ એવી કુશળતાથી ચિત્રિત કર્યા હતા કે તેને હાથમાં લેવા માટે ખુદ રાજા પણ પ્રયત્ન કરે છે. અન્ય એક કથામાં એક ચિત્રકારે રાણી મૃગાવતીનું ચિત્ર ફક્ત તેના હાથનો અંગુઠો જોઈને જ બનાવ્યું હતું. ‘રાયપસેનીય સૂત્ર'માં પણ સૂર્યાભદેવના વિમાનના વર્ણનમાં પણ ચિત્રકામથી અંકિત થયેલા શિલ્પો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org