________________
ઝળહળતાં નક્ષત્રો
(૨૬) નવાંગી ટીકાકાર અભયદેવસૂરિજીની શ્રદ્ધા માત્રથી દુ:ખીયારો જિણહ ઘીના ગાડવાની ફેરીમાંથી મુક્ત થઈ ધોળકાના દંડનાયક પદ સુધી પહોંચી ગયો હતો. (૨૭) દુર્બલ-પુષ્પમિત્ર નવ પૂર્વોનો અભ્યાસ કરતાં ઘી વગેરે જે પણ દ્રવ્ય વાપરે તે બધાય પેટમાં ભસ્મ થઈ જતાં હતાં. તેમના બૌદ્ધધર્મી બંધુઓ મુનિરાજની નિત્ય ભક્તિ કરતા હતા.
(૨૮) ગુરુદ્રોહના પાપે જ લબ્ધિવંત કુલવાલુક મુનિ સ્વયં ઘોર તપસ્વી છતાંય કુણિકના છટકામાં સપડાઈ માગધિકા વેશ્યાના નિમિત્તે ચારિત્ર ભ્રષ્ટ થયા હતા અને વૈશાલીનો ભંગ પણ કરાવેલ.
(૨૯) માંડલના શ્રેષ્ઠિ અમૃતલાલ મલુકચંદની કરુણાથી ચાર બુકાનીધારી બહારવટીયાઓ તેમણે આપેલ ચારસો રૂપિયાના દાનમાંથી ખેતી-પાણીમાં જોડાઈ સદાય માટે સજ્જન બની ગયેલ.
(૩૦) આચાર્ય હીરસૂરિજીના ફક્ત નગર પ્રવેશના સમાચાર આપનાર સામાન્ય વ્યક્તિને રામજી ગંધાર નામના શ્રાવકે અગિયાર લાખ રૂપિયા આપી દીધા, શાનદાર પ્રવેશખર્ચ અલગ હતો.
(૩૧) અનુપમાદેવીએ જ્યારે એક મહાત્માનું પાત્રુ શીરાથી ભર્યું ને લપસી ગયું ત્યારે ઘીથી ખરડાયેલ પાત્રને કિંમતી સાડીથી પોંછી, ‘ઘાંચીને ત્યાં જન્મી હોત તો શું કરત? તેવું કહ્યું હતું.
(૩૨) વંકચૂલ જેવા પલ્લિપતિને પણ જ્ઞાનતુંગસૂરિ જેવા આચાર્ય ભગવંતે જ્યારે ચાર વિચિત્ર નિયમો આપ્યા ત્યારે પાપના ઘરમાં બેઠેલો હોવા છતાંય વ્રતનિયમ પ્રભાવે બારમાં દેવલોકે ગયો છે.
(૩૩) પીઠના પાઠાને પણ ઔષધોપચાર દ્વારા દૂર ન કરનાર મણિઉદ્યોત નામના તપસ્વી મહાત્માની સેવા માટે દેવાત્મા પણ હાજર થયેલ, છતાંય કર્મનિર્જરાલક્ષી તેમણે દવા ન કરાવેલ.
(૩૪) આર્યરક્ષિતસૂરિજીએ જ્યારે ચાર અનુયોગમાં આગમોનું વિભાજન કરી ૮૪ આગમગ્રંથોની રચના કરી ત્યારે રાજા ભિક્કુરાય ખારવેલે શાસ્રસર્જન સહાયક બની સેવા આપી હતી.
Jain Education Intemational
૫૩૩
(૩૫) રાજા સંપ્રતિ છેક સુધી ચારિત્રધર્મ પામી ન શક્યા, પણ
આર્યસુહસ્તિસૂરિજીની પર્યુપાસ્તિ કેવી કરી કે વિશ્વવિક્રમ સવાક્રોડ જિનબિંબો અને સવાલાખ જિનાલયોનું સર્જન કરી શક્યા.
(૩૬) આ. આનંદવિમલસૂરિજી જેવા પીઢ-ગંભીર અને સત્વશાળી ગુરુદેવનો પાવન પરિચય ન થયો હોત તો ઉજ્જૈનના માણેકચંદ શેઠ મૃત્યુ પછી માણિભદ્રવીર કેવી રીતે બનત?
ઉપરોક્ત વિવિધ પ્રકારી ગુરુભક્તિ તથા પર્યુપાસ્તિ સાથે એ તત્ત્વ પણ વિચારણીય છે કે પોતાના જ ગુરુ શ્રેષ્ઠ અને બાકીના ઉતરતા અથવા સંખ્યામાં સાધુ સમુદાય દેખાય તે બધાય પૂજનીય અને અલ્પસંખ્યક વિચરણ કરતા મહાત્મા જોવા મળે તે પ્રતિ ઉતરતો ભાવ તે બધુંય શ્રાવકોને પક્ષે વિચારણીય બની જાય છે. ક્યારેક તો દૃષ્ટિરાગને કારણે પણ પ્રત્યેક સમુદાયના સાધુ-સાધ્વીઓ ઉપર સમભાવના નથી રહેતી જે દૂષણ કહેવાય. ગૃહસ્થો માટે પંચમહાવ્રતધારીઓ હરહંમેશ પૂજનીય સ્થાને છે, તેમાંય સાધ્વી ભગવંતો કરતાંય સાધુ ભગવંતો ઉચ્ચ સ્થાને છે, તેમાંય પદસ્થ અને રત્નાધિકો વળી વિશિષ્ટ વ્યક્તિત્વના સ્વામી ગણવા. ગણધરગુરુ તથા સામાન્ય કેવળીઓને પણ તીર્થંકર પરમાત્માની પર્યુપાસ્તિ સદાય માટે હોય છે એ છે જિનશાસનની લોકોત્તર વાતો. લૌકિક અપેક્ષાઓ સાથે ગુરુની ભોગવાંછિત પૂજા દૂષણ છે, ભૂષણ છે આરાધનાઓ માટે નિશ્રા.
(૯) સત્તાનુકંપા
જીવદયા, જયણા, અમારિપ્રવર્તન, અનુકંપાબુદ્ધિ કે કરૂણાભાવના તે બધુંય સત્વાનુકંપા નામના ત્રીજા દૈનિક કર્તવ્યના વિભાગો છે. સર્વવિરતિધારી સાધુઓ તો ત્રિવિધેત્રિવિધે દયા પાળી શકે છે. પણ ફક્ત સવા વસા દયાના ધારક એવા શ્રાવક-શ્રાવિકાઓ માટેની પૂર્ણ મર્યાદાઓ શાસ્ત્રકારોએ ઠેકઠેકાણે વર્ણવી છે. કતલખાનાનો વિરોધ સાધુઓ કરી શકે પણ તે માટેની ગતિવિધિ તો શ્રાવકોને જ ફાળે જવાની. માખી મારનાર માછી પણ પણ મારે અને ક્રૂરતાવશ માણસને પણ મારી નાખે જ્યારે પ્રતિપક્ષે એક શ્રાવક પાણીને પણ ઘીની જેમ વાપરે. શ્રાવિકા શાક કાપે નહીં પણ સમારે. બનાવેલી પહેલી રોટી ગાય, કૂતરા કે પશુના માટે રખાય, કબૂતરને ચણ દેવાય, નળના મુખે ગરણા બંધાય,
For Private & Personal Use Only
www.jainelibrary.org