________________
૫૩૨
(૮) વનવાસ દરમ્યાન રામે હનુમાનને મનપસંદ એક સ્થાને પર્ણકુટીર બનાવવા આજ્ઞા ફરમાવેલ, છતાંય હનુમાન જગ્યા શોધી ન શક્યા, કારણ કે તેમણે મનને જ રામસેવા હેતુ મારી નાખેલ.
(૯) જૈનમુનિ પાસેથી ફક્ત “નમો અરિહંતાણં' પદની પ્રાપ્તિ કરી ઋષભદાસ શ્રેષ્ઠિના ચાકર સુભગે જ્યારે નવકારની શ્રદ્ધાથી નદીના પાણીમાં ઝંપલાવ્યું, મરીને જૈન શ્રેષ્ઠિ સુદર્શન બનેલ.
(૧૦) લલ્લિગ નામના પરમ
ભક્ત શ્રાવકે આ. હરિભદ્રસૂરિજીને શાસ્ત્રસર્જન કરવામાં બધીય અનુકૂળતાઓ આપી હતી, તેથી રાત્રે પણ રત્નપ્રકાશમાં શાસ્ત્રસર્જન થતા રહેલ.
(૧૧) આર્ય સુહસ્તિસૂરિજીની પોતાના ઘરમાં સ્થિરતા પછીના સત્સંગ થકી અયવંતી-સુકુમાલને જાતિસ્મરણજ્ઞાન થયેલ. પત્નીઓ પરિવાર છોડી દીક્ષા લીધેલ. નલિનીગુલ્મ વિમાનમાં જન્મ પણ થયેલ. (૧૨) આચાર્ય વીરસૂરિજીની ઉપાસના કરનાર ભક્ત યક્ષે ગુરુદેવની ઇચ્છા મુજબ અષ્ટાપદજી તીર્થની યાત્રા બળદનું રૂપ લઈ ખાંધે બેસાડી કરાવી હતી, જ્યાં આચાર્યશ્રી એક પહોર સુધી રોકાયા હતા.
(૧૩) ગુરુદ્રોહના પાપે ભગવાન મહાવીરનો જ પ્રથમ શિષ્ય ગોશાલક રાજા બનશે તોય અગ્નિપ્રકોપમાં મરી નરકે જશે, પશુપંખીથી લઈ એકેન્દ્રિયમાં પણ ભટકશે, પછી ક્યારેક માનવભવ પામશે.
(૧૪) દિગંબરાચાર્ય કુમુદચંદ્રની સામે વાદ જીતનાર વાદિદેવસૂરિજીના વિજયોત્સવના વરઘોડા વખતે ગુરુની ભક્તિરૂપે થાહડ શ્રેષ્ઠિએ ત્રણ લાખ જેટલું દાન યાચકોને આપેલ હતું.
(૧૫) રાજા ભીમના મંત્રીશ્વર તરીકે યુદ્ધ કરતા થયેલ હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે આલોચના દેતા જૈનાચાર્ય વર્ધમાનસૂરિજીએ આપેલ માર્ગદર્શન મુજબે આબુ તીર્થમાં જિનમંદિરો બન્યા છે.
(૧૬) દાનવીર જગડૂશાહ પરમદેવસૂરિજીને પરમપદે રાખી દાન કરતા હતા. તેમની જ પ્રેરણાથી વિ.સં. ૧૩૧૩, ૧૪ અને ૧૩૧૫ની સાલમાં ૧૧૨ દાનશાળાઓ ખુલ્લી મૂકી અનાજ વિતરણ કરેલ.
Jain Education Intemational
જિન શાસનનાં
(૧૭) આ. ભ. માનતુંગસૂરિજીની ઉપાસના કરતા શેઠ હેમરાજને પણ ભક્તામર સ્તોત્રના સ્મરણમાત્રથી ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ હતી અને રાજા ભોજનો ધર્મદ્રેષ દૂર થયો હતો.
(૧૮) આર્યરક્ષિતસૂરિજીના સૂક્ષ્મ નિગોદના સચોટ વર્ણનને સાંભળવા સ્વયં ઈન્દ્ર મહારાજા પણ દેવલોકથી આવેલ હતા અને જ્ઞાનગોષ્ઠી થયા પછી વંદન કરી દેવલોકે પાછા વળ્યા હતા.
(૧૯) ઉપશમ, વિવેક અને સંવર એવા ત્રણ જ ઉપદેશપદો થકી ચિલાતી પુત્ર જેવો સુષમાનો ખૂની મુનિ બની દેવગતિ પામી ગયો હતો. તે હતી આચારવંત ગુરુની વાણીનો પ્રભાવ.
(૨૦) કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો ભક્તવર્ગ કેટલો વિશાળ હતો કે જ્યાં તેમનો અગ્નિસંસ્કાર થયો ત્યાં રાખ માટેની લોકોની પડાપડીમાં ખાડો પડી ગયો જે હેમખાડ કહેવાયેલ.
(૨૧) ચોર્યાસી હજાર સોનામહોરો ખર્ચ બંધાવેલ વિશાળ પ્રાસાદ ગુરુદેવ વાદિદેવસૂરિજીની સાથે પધારેલ માણેકચંદ્રસૂરિજીના ઇશારે શાન્તનુ મંત્રીએ ઉપાશ્રયરૂપે ભેંટ કરી દીધેલ હતો.
(૨૨) ઉપમિતિ ભવપ્રપંચાકથા જેવા મહાગ્રંથના સર્જન કરનાર સિદ્ધર્ષિ સંસારીપણે જુગારી હતા, પણ જ્ઞાની ગુરુદેવના પરિચય પછી પલટો લાવી એક અણગારી બની ગયા હતા.
(૨૩) રાજા ભોજે જ્યારે વારંવાર આ. સૂરાચાર્યની પ્રશંસા
થતી દેખી તેમને મારી નાખવા ષડયંત્રને ગોઠવ્યું ત્યારે ધનપાળ કવિએ ગુરુદેવને ભોંયરામાં ઉતારી, પાછળથી પાટણ તરફ જવા માર્ગ આપેલ.
(૨૪) એક વખતના નાસ્તિક જણાતા રાજા કુમારપાળ આ. હેમચંદ્રસૂરિજીના પાવન પરિચયથી જીવનનું પરિવર્તન એવું પામ્યા હતા કે “પરમાર્હ”ની પદવી અને આગામી કાળમાં ગણધર પદવી મળશે. (૨૫) દરરોજ પાંચ-પાંચસો સાધુ-સાધ્વીની ભિક્ષા ભક્તિનો
લાભ લેનાર મંત્રીશ્વર વસ્તુપાળ સાધુ-સંતોના સંગે એવા ભાવિત થયા હતા કે મૃત્યુની પળોમાં પણ ચારિત્રની વાંછા રાખી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org