________________
ઝળહળતાં નક્ષત્રો
(૧૨) ફક્ત મારી શબ્દનો જાણી કરીને પ્રયોગ કરનાર અર્ણોરાજને તેના જ સાળા થતા કુમારપાળે યુદ્ધ નોતરી હાથી ઉપરથી નીચે ગબડાવી છાતી ઉપર પગ રાખી જીભ ખેંચી હતી.
(૧૩) મીનળદેવીએ પણ આ. હેમચંદ્રાચાર્યજીના માર્ગદર્શન અને ઉપદેશથી પૂરા વરસના ૮૦ દિવસો સુધી સમગ્ર રાજ્યમાં અમારિ પ્રવર્તન કરાવ્યું હતું. ત્યારે સિદ્ધરાજ ફક્ત આઠ વરસનો હતો.
(૧૪) યુદ્ધમાં કામ કરી રહેલ હાથીને સાધુ ભગવંતોના ઉતારા પાસે બાંધવામાં આવ્યો તે પછી સંયમીઓની ચર્ચાઓ દેખી તેનામાં પણ કરૂણા ઉપજવાથી યુદ્ધમાં જવા તૈયાર ન હતો.
(૧૫) વહેલી સવારે જોરથી સ્વાધ્યાયના અવાજ સાંભળી પાડોશી જાગ્યા અને અંધારામાં ઘંટી દળવા જતાં સાંપ છૂંદાયો, બનેલું ભોજન વિષમય થતાં ઉપવાસી પતિ છોડી ઘરના સૌ મરણ પામ્યા હતા. (૧૬) જૈન ચુસ્ત ધર્મી મંત્રીએ ઉદયપુરના રાજાના પાળતું સિંહને પણ રાજાની ગેરહાજરીમાં માંસાહાર ત્યાગ કરાવી દૂધપાક પીતો કરી દીધો હતો અને નવકારમંત્ર પણ સાંભળતો કરેલ.
(૧૭) એક જૈન મુનિ ભગવંતના જીવદયા સાથે નીચી દૃષ્ટિએ ચાલતા વિહારને દેખી તામલી તાપસે મનોમન જૈન સાધુઓની અનુમોદના કરેલ તેમાં તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હતી.
(૧૮) મુંબઈનિવાસી મોતીશા શેઠે મરણ પથારીના અંતિમ દિવસોમાં પણ મુનિમને બોલાવી ગરીબ જેવા વ્યક્તિઓના તે સમયના લાખ રૂપીયા જેટલું લેણું માફ કરાવી શ્વાસ છોડ્યા હતા. .
“અહિંસા પરમો ધર્મ:''ના નારા લગાડવા સહેલા છે, પણ આચરણમાં હિંસાનું નિવારણ તે ખૂબ જટીલ છે. છતાંય વિનોબા ભાવેથી લઈ જગતના અનેક મહાપુરુષોની નજર જૈનોના અહિંસા આચરણ અને સત્વાનુકંપા ઉપર વધુ સ્થિર થઈ છે. નદીમાં ગાંડાપૂર હોય, ધરતીકંપો થયા હોય, અગ્નિપ્રકોપ કે બિમારીઓ ફાટી પડી હોય, હર મેશ જૈન શ્રાવકોએ જીવદયા પ્રતિ ખાસ જાગૃતિ રાખેલી છે. દાનવીરોની સખાવતો ઉપર તો આજેય હિન્દુસ્તાન ગૌરવ અનુભવે છે.
Jain Education Intemational
૫૩૫
જીવદયા અને અહિંસાધર્મના પાલનથી શાતાવેદનીય કર્મોના બંધ થાય છે, જે નિર્વિવાદી સત્ય છે.
(D) સુપાત્રદાન
શ્રાવક જીવનના આ ચોથા કર્તવ્ય માટે અત્રે એટલું જ ઈંગિત છે કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની ભક્તિ સર્વોત્તમ લાભકારી છે કારણ કે તેમની ભક્તિ તેમના ઉપરના વાત્સલ્ય કે તેમના માટે કરેલ ખર્ચનું વળતર છે શ્રેષ્ઠતમ ધર્મની અભિવૃદ્ધિ અને ઉન્નતિ. સાધર્મિકો ભક્તિના પાત્ર છે, અનુકંપાના નહીં. જો જાત માટે લાંબા થવાય તો જાતિભાઈઓ માટે કેમ નહીં? ‘‘ધર્મસ્ય વિપતું વાનસ્’’ તેથી તીર્થંકરો રત્નપાત્ર છે, શ્રમણો સુવર્ણપાત્ર અને શ્રાવકો રજતપાત્ર તેવા ત્રણ સુપાત્ર પછી પણ યાચકો વચ્ચે અનુકંપાદાનનો ભગવંતનો નિષેધ નથી. સાધુ-સાધ્વીઓની ગોચરી-પાણી, આવાસ-વિહાર તથા સંયમના ખપની ચિંતા રાખનાર સાયો દાનેશ્વરી છે. એક દિવસ પણ સુપાત્રદાન વગરનો જાય તો તે વાંઝીયો લાગવો જોઈએ; તે માટેના અઢળક ઉદાહરણોમાંથી અત્રે ફક્ત મર્યાદિત પ્રસંગો જ પીરસાશે, જે વિવિધ પ્રકારના દાન, ભક્તિ અને ભાવનાના પ્રકારો જાણવા. અન્યધર્મીઓ પોતપોતાના જ્ઞાતિજનોને પ્રોત્સાહિત કરી અન્યને પણ પોતાના ધર્મના રાગી બનાવતા હોય ત્યારે નવકાર ગણતા સૌને પોતાના સાધર્મિક માનવાની ઉદારતા કેમ ન દાખવી શકાય? હંમેશા દેનાર વાદળા આકાશમાં ઊંચે રહે છે અને લેનાર સમુદ્ર નીચે જમીન ઉપર. તેમ દાનધર્મથી જ બીજા અનેક પ્રકારના ધર્મો દૈદિપ્યમાન બની જાય છે. અસ્તુ. (૧) સ્વદારા સંતોષવ્રત સાથે સર્વસંગના ત્યાગી બનવાની
ભાવનાવાળા ઘાર્મિકોને ભરતચક્રી માહણ કરી બોલાવતા અને તે બધાયને પોતાને રસોડે જમાડતાં, તેમનો ઉપદેશ પણ સાંભળતા.
(૨) પોલાશપુરના શબ્દાલપુત્ર નામના ધનાઢ્ય શ્રાવકે
ભગવાન મહાવીરદેવને પોતાના હાથે પીઠ-ફલક, માટીના પાત્રો વગેરે વહોરાવી લાભ લીધેલ તે સ્વયં કુંભાર હતો, ૫૦૦ દુકાનો હતી પણ એકાવતારી દેવ બનેલ છે.
(૩) વિમળવાહન રાજાએ ભયાનક દુષ્કાળ સમયે જે રીતે
અન્ન-વસ્ત્રાદિથી લોકોની ભક્તિ કરી તેથી ત્રીજા જ ભવે સંભવનાથ ભગવાન બન્યા, તેમના જન્મ સાથે જ ચારેય તરફ સુકાળ થયો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org