________________
૫૨૦
દર્શાવવા જાંબુનું વૃક્ષ અને ૬ યાત્રિકો (ચિત્ર નં.૭માં) દર્શાવાયા છે. આ દૃષ્ટાંતકથાનું સુંદર પેઈન્ટીંગ ૧૪મી સદીની લઘુસંગ્રહણીની હસ્તપ્રત પરથી આપ્યું છે. ચિત્ર નં.−૮માં સ્વર્ણાક્ષરથી લખેલી કલ્પસૂત્રની પ્રત છે. સંકલન :
આમ જૈનોનો કલા વારસો પ્રાચીન કાળથી સચવાયેલો છે. જોકે આજે જેટલું હયાત છે એનાથી ઘણું વધુ વર્તમાનકાળમાં આપણે અજાણતાં જ નષ્ટ કરી રહ્યા છીએ.
શ્રી મહાવીર(વર્ધમાન)સ્વામી —દેવગઢ આઠમીથી બારમી સદી
જિન શાસનનાં
જીર્ણોદ્વાર સમયે આવા પેઈન્ટીંગ અને શિલ્પોને સાચવી લઈએ તો ભવિષ્યમાં આપણે આપણા બાળકોને પ્રાચીન ધરોહર બતાવી શકશું. નહીં તો તેઓ આપણને કદી માફ નહીં કરે. આજે અદ્યતન સાધનસામગ્રી મોજૂદ છે જેના વડે શિલ્પો અને પેઈન્ટીંગો તથા હસ્તપ્રતો સાચવી શકાય છે. ઉપરાંત પ્રાચીન મંદિરોને જીર્ણોદ્ધાર સમયે એને સંપૂર્ણ નષ્ટ નહીં કરતા એની બાજુમાં જ નવું દેરાસર બનાવી શકાય છે. આવા મંદિરસમુહ દરેક તીર્થમાં છે. જેમ કે આબુ, કુંભારિયાજી, તારંગા (શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના મંદિરો છે) અંતરિક્ષજી, ગિરનાર વગેરે.
Jain Education Intemational
પ્રાચીનકાળમાં જૈનોએ શ્રેષ્ઠ ગુફાઓ કોતરાવી છે. એમાં અતિ પ્રાચીન ખંડગિરિ-ઉદયગિરિનીઓરિસ્સાની જૈન ગુફાઓ ગણાય છે. ભુવનેશ્વરના પ્રાંગણમાં જ છે. લગભગ ૨૩૦૦ વર્ષો પહેલાંની આ ગુફાઓમાં ઉત્તમ કોતરણીવાળાં શિલ્પો છે. જ્ઞાનસભાનું પ્લેટફોર્મ છે. સાધુઓ તથા વિદ્યાર્થીઓના આવાસો છે, પ્રાર્થનાખંડો છે, તોરણો, દેવદેવીઓ, અપ્સરાઓ, નર્તિકાઓ, વેલ-બુટ્ટા વગેરેની કોતરણી છે.
એવી જ પ્રાચીન ગુફાઓ જીર્ણ હાલતમાં વિદિશામાંથી મળી છે. દક્ષિણમાં મદુરાઈથી થોડે દૂર સિતન્નવાસલની ચિત્રોથી અલંકૃત ગુફાઓ છે. ‘સિદ્ધનો વાસ’ એવા અપભ્રંશ શબ્દોના નામવાળી આ ગુફાનાં રંગીન ચિત્રો અજંતાનાં ચિત્રો કરતાંય વધુ પ્રાણવાન છે. એ ગુફાઓ પાંચમી-છઠ્ઠી સદીની છે.
ઇલોરામાં આવેલી ‘ઇન્દ્રસભા' નામની જૈન ગુફા તો વિશ્વમાં નામ કાઢી ચૂકી છે. એના સ્તંભ, હાથીઓ, સભાખંડો વગેરે પહાડને કોતરીને બનાવવામાં આવ્યા છે. આખું મંદિર કોતરવામાં આવ્યું છે. કરોડો ટન પત્થર કોતરી કાઢવામાં આવ્યો છે અને બાકીનો પહાડ આખેઆખો છે તે આ ગુફા. એવી પાંચેક મહત્ત્વની ગુફાઓ ત્યાં છે. ઇલોરાની ગુફાઓની દીવાલો પર ઉત્તમ ચિત્રો છે. અજંતામાં પણ એક જીર્ણ જૈન ગુફા મળી આવી છે. મથુરામાં, તક્ષશિલામાં, અવધમાં, મહાકોસલમાં એવાં જૈન સ્થાપત્યો મળી આવ્યાં છે, જેની શિલ્પમુદ્રાઓ, ઉત્કીર્ણ લેખો, પ્રતિમાઓ, અલંકારો તત્કાલ પ્રજાની સંસ્કૃતિ અને શિલ્પવિદ્યાના અતિ ઉચ્ચ પ્રકારના નમૂનારૂપ છે. મથુરા નગરી જે સમયે સમૃદ્ધિપૂર્ણ હતી તે વખતે ત્યાં અનેક જૈન ધનાઢ્યો વસતા હતા. તેમના દાનથી થયેલા મંદિરોની જે સામગ્રી કંકાલી ટેકરીમાંથી મળી આવે છે તેમાં જૈન પ્રતીકોથી ભરપૂર તક્ષણ પ્રચુરતાવાળી અનેક પ્રતિમાઓ મથુરા તથા લખનૌના મ્યુઝિયમમાં છે. તે એ કાળની કલાની ચરમસીમા રજૂ કરે છે. (પૂજ્ય પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી મ. તથા પૂ. પંન્યાસ શ્રી ગુણસુંદરવિજયજી મ.ની પ્રેરણાથી આ વિગત અને ત્રણ ચિત્રો અત્રે રજૂ થાય છે.)
For Private & Personal Use Only
www.jainelibrary.org