________________
ઝળહળતાં નક્ષત્રો
૫૧૩
જળ કળા સંસ્કૃતિ અને શિલ્પથાયવ્યનો શોભાયમાન સંગમ
–ડૉ. રેણુકા જિનેન્દ્ર પોરવાલ
સૌંદર્યકલાની સાથે સંસ્કાર-સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાં જ સભર પડ્યું છે. આંખ ભરીભરીને નિહાળવા ગમે તેવાં મનમોહક સૌંદર્યધામોની હારમાળા અહીં છે, તો શિલ્પસ્થાપત્ય કલાને જીવંત રાખનારાં આરસપહાણનાં સેંકડો જિનમંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે
દાં
:
છે. તો
+
જૈનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની સંપત્તિ ઉત્તમ સર્જનકળામાં સમર્પિત કરી. ચિત્ર- - શિલ્પ સ્થાપત્ય કળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે, તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં,
લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા-પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથભંડારો કે મ્યુઝિયમોમાં, જિનમંદિરોની દીવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ
શિલ્પ સૌંદર્યકલા યત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. રેણુકાબહેન પોરવાલ એક સારાં એવાં વિદુષી છે. સાહિત્યનાં અનેકવિધ ક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રકારનું યોગદાન નોંધાયું છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી એક અધ્યયન' વિષય ઉપર (૨૦૦૧)માં ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેમની થીસીસ “યોગનિષ્ઠ આચાર્ય શ્રીમ બુદ્ધિસાગરજી'નું પ્રકાશન અને વિમોચન શ્રી સીમંધરસ્વામી જૈન મંદિર મહેસાણા દ્વારા આચાર્ય ગુરુભગવંત કલ્યાણસાગરજીના જન્મદિને ૨૦૦૩માં કરવામાં આવ્યું. શ્રી રેણુકાબહેનની શૈક્ષણિક પ્રગતિમાં અન્ય વિગત આ પ્રમાણે–બી.એસ.સી. ૧૯૬૬ ગુજરાત યુનિવર્સિટી, એલ.એલ.બી. ૧૯૮૯ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, પીએચ.ડી. ૨૦૦૧ મુંબઈ યુનિવર્સિટી, જૈનોલોજી (સર્ટિ, ડિપ્લોમા) ૨૦૦૩ મુંબઈ યુનિવર્સિટી, ઇન્ડીયન એસ્થેટીક્સ ૨૦૦૪ મુંબઈ યુનિવર્સિટી. “જૈનજગત’ હિન્દી વિભાગના તંત્રી તરીકે મુંબઈમાં વસવાટ કરીને સેવા આપી રહ્યાં છે. મુંબઈની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. આ ઉપરાંત વિવિધ સેમિનારો અને કોન્ફરન્સમાં તેમના નિબંધ-વાચન વગેરે અચૂક હોય જ. જૈનધર્મના તત્ત્વને વાસ્તવિક રીતે રજૂ કરવામાં તેમનો નમ્ર પ્રયાસ પ્રશંસાપાત્ર રહ્યો છે. મુમુક્ષુ જીવો હંસની માફક ક્ષીર-નીર ન્યાયે સદગુણો કે સમ્બોધ ગ્રહણ કરશે તો ડૉ. રેણુકાબહેને કરેલી મહેનત સાર્થક ગણાશે. આજના કોમ્યુટરયુગમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણા પેઈન્ટીંગ અને શિલ્પના અદ્દભૂત કલા વારસાને જાળવી રાખીએ એનાથી જૈનશાસન વિશ્વમાં ઝળહળતું રહેશે. હાલ મથુરાના કંકાળી ટીલામાંથી પ્રાપ્ત થયેલ પ્રતિમાઓ પર શોધકાર્ય ચાલે છે જે પૂર્ણતાના આરે છે.
- સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org