________________
૪૯૨
અને ૨૬ માત્રાવાળા છંદ તરીકે ઓળખાવ્યો. કોઈ અજ્ઞાત કવિએ તીર્થવંદનાનો મહિમા ગાતી ૩૦ કડીની ચચ્ચરી રચી છે જેમાં તીર્થનાયક ભગવંતની પૂજા-ભક્તિના પરિણામે મળતા ફળનો ઉલ્લેખ ‘ચારિ’ ગીતરચનામાં કર્યો છે. બીજા એક અજ્ઞાતકવિએ ધર્મચચ્ચરી'માં જૈનધર્મના ઉપદેશ વચનોનો સમાવેશ કર્યો છે જેની રચના ‘દુહા’ પદબંધમાં થયેલ છે. કવિ સમયસુંદરની ગુરુભક્તિના દૃષ્ટાંતરૂપ જિનસિંઘસૂરિ ચર્ચરીમાં ઉપદેશાત્મક વિચારો આપેલ છે.
ભાસ :
(જે રીતે ‘હાસ્ય' ઉપરથી ‘હાસ' શબ્દ થયો છે તેમ) સંસ્કૃત શબ્દ ‘ભાષ્ય’ પરથી પ્રાકૃતમાં ‘ભાસ' શબ્દ રચાયો છે. ભાસનો અર્થ–પ્રકાશ, આભાસ, કહેવું એવો થાય છે. સંસ્કૃતમાં ભાષ્યનો ઉપયોગ વૃતિ, વિવેચન, ટીકા કે વિશેષ રીતે સમજાવવાની શૈલી માટે વપરાય છે. ઉપાધ્યાય વિનયવિજયજીની કૃતિ ‘વીશી'માં ‘ભાસ’નો અર્થ સ્તવન-પ્રભુ ગુણગાન અંગેની કાવ્યરચના એવો કર્યો છે જ્યારે જિનસાગરસૂરિજીએ ‘વીશ વિહરમાન જિન સ્તવનો’ની રચનામાં ‘ભાસ’ને ગીતકાવ્યના પર્યાયરૂપ ગેયરચના તરીકે લીધેલ છે. શ્રી હરજીમુનિકૃત એકાદશ ગણધર સજ્ઝાયમાં ‘સજ્ઝાય' શબ્દ સાથે ભાસ અથવા ગીત શબ્દપ્રયોગ કર્યો છે. ભાસમાં માત્ર ગુરુગુણ કે તીર્થમહિમા જ નહીં તાત્ત્વિક વિચારોનો સંક્ષેપમાં સમાવેશ થાય છે. જ્ઞાનમાર્ગના વિચારોને પણ આવરી લેવાય છે. ભાસમાં ભક્તિગીત પ્રકારની લઘુકાવ્યપ્રકારની અને ચરિત્રનિરૂપણવાળી દીર્ઘકૃતિઓમાં મુનિશ્રીઓ, સતીઓ, આચાર્યોની યશોગાથા, મહિમા, જીવનપ્રસંગો વ. સાંપડે) છે. કવિ સમયસુંદરની સં. ૧૬૯૭ની રચના ‘ભાસ શતકમ્' છે.
વિવાહલઉં | વિવાહલુ / વિવાહલો / વિવાહ :
મધ્યકાલીન જૈન અને જૈનેતર) કાવ્યપ્રકાર
‘વિવાહલો’નો પ્રચલિત અર્થ વિવાહ-લગ્ન સાથે સંબંધ ધરાવે છે. લગ્નવિધિ દ્વારા જોડાઈને સ્ત્રી-પુરુષ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે એ દૃષ્ટિએ ૧૬ સંસ્કારો પૈકીનો આ આનંદ-મંગલનો પ્રસંગ-ઉત્સવ છે. ગુજરાતી જૈનેતર સંત સાહિત્ય અને જૈન સાહિત્યમાં ‘વિવાહલો'નો આધ્યાત્મિક અર્થ છે. અહીં ‘વિવાહ' એ સ્ત્રીપુરુષનું દૈહિક મિલન નથી પણ ‘વિવાહ' એટલે આધ્યાત્મિક વિવાહ. સંસાર છોડીને સંયમદીક્ષા સ્વીકારી પાંચદ્રત થકી મુક્તિરૂપી વધૂ સાથે લગ્નપ્રસંગનું નિરૂપણ એ
Jain Education International
જિન શાસનનાં
‘વિવાહલો’ છે જે દીક્ષાના રૂપક તરીકે છે જો કે તેમાં સમાજજીવન, વ્યવહાર, ભોજન અને રીતરિવાજના ઉલ્લેખસંદર્ભ મળે ખરા. જીવનનાં પગથિયાં પ્રમાણે જૈન કવિઓ વિવાહપ્રસંગનું રસયુક્ત શૃંગારિક નિરૂપણ ભલે આપતા હોય પણ તેનો હેતુ સંયમ અને મોક્ષપ્રાપ્તિ તરફ લઈ જવાના નિશાન સાથે હોય છે તેથી ‘વિવાહલો’ તીર્થંકર અને મહાપુરુષોના જીવનવિષયક પ્રેરક રચના બની રહે છે જેના બે પ્રકાર પડી શકે : (૧) દીક્ષા પ્રસંગના અતિ ભવ્ય અને આકર્ષક નિરૂપણવાળો વિવાહલો (૨) તીર્થંકર ભગવાનની દીક્ષા અને મુક્તિવધૂને વરવાના પરમોચ્ચ કોટિના પ્રસંગવાળો વિવાહલો. આમ ‘વિવાહલો’ સંયમરૂપી નારી સાથેના લગ્નને વર્ણવતું રૂપકકાવ્ય બની રહે છે.
કવિ રંગવિજયજીની કૃતિ પાર્શ્વનાથજીનો વિવાહલો' ઉત્તમકૃતિ છે.
વેલિ/વેલ :
આ પ્રકારની કાવ્યકૃતિ પણ ‘વિવાહલો' અને ધવલની માફક આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ કરે છે. જૈન સાહિત્યમાં તે મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
સંસ્કૃત શબ્દ ‘વલ્લિ’ ઉપરથી વેલ–વેલિ–વલ્લરી વિકલ્પે ઉતરી આવેલ છે. ભારતીય સંસ્કૃતિમાં જીવનના ચાર આશ્રમોના મૂળમાં ગૃહસ્થાશ્રમ અને ગૃહસ્થાશ્રમના બીજ– મૂળમાં છે વિવાહ-લગ્ન. લગ્નરૂપ ‘વેલિ’ દ્વારા વંશવૃદ્ધિ વિસ્તરે છે–વંશવેલો વધે છે.....પરંતુ ‘વેલિકાવ્યો’ માત્ર સંસારીજીવનના પૂરતા મર્યાદિત રહેવાને બદલે સંયમજીવન, દીક્ષામહોત્સવનું વર્ણન અને શિવવધૂ સાથે લગ્નથી જોડાવાનો મંગલકારી મહોત્સવનો સંદર્ભ આપે છે. આધ્યાત્મિક વિવાહના
વ્યવહાર
વાસ્તવિક દૃષ્ટાંતરૂપે ભક્તિ ભાવનાથી તરબોળ ‘વેલિ’માં છે.વિષયવસ્તુ તરીકે તીર્થંકર ભગવાન, ઐતિ. મહાપુરુષોનું ચરિત્ર,
જૈનદર્શનમાં આવે છે. ‘વેલિ’ કાવ્યો રાજસ્થાની હિંદી (સં. ૧૪૬૦ થી ૧૭૮૦) અને ગુજરાતીમાં પણ આવે છે. વિ રાઠોડની ચિડુંગતિવેલિ પ્રાચીન છે, રચનાકાળ ઇ.સ. ૧૫૨૦નો છે, ચારણ કવિઓએ પણ ૧૭મી સદીમાં આવી રચના કરેલી
છે.
વેલિઓ' કે ‘વેલિયો' છંદ પણ છે જેનું અપર નામ છોડી શૈણોર' છે અને તેમાં ૧૬૧૮ માત્રા ઉપયોગમાં લેવાય છે. આ છંદના ચાર ચરણમાં ૧૬-૧૫-૧૬-૧૫ માત્રા આવે
For Private & Personal Use Only
www.jainelibrary.org