________________
ઝળહળતાં નક્ષત્રો
છંદ :
‘સાર્થ ગુજરાતી જોડણીકોશ' પ્રમાણે સંસ્કૃતમાં ‘છંદ’ એટલે–“અક્ષર કે માત્રાના મેળ–નિયમથી બનેલી કવિતા.’’ ભાષામાં લાલિત્ય લાવવા અને અમુક રાગમાં ગાવા ‘છંદ’ જરૂરી છે. છંદના બે પ્રકારો પૈકી (૧) વેદના મૌલિક છંદ– ગાયત્રી, ઉગૂિ, અનુષ્ટુપ....વ. ૭ છે જ્યારે (૨) લૌકિક છંદ વેદથી અલગ હોય છે જેનો પ્રયોગ સાહિત્યમાં વિશેષ થયો છે. સંસ્કૃત સ્તોત્ર સાહિ.માંથી એક જ છંદની કાવ્યરચનાની પ્રેરણા મળી હોય તેવું બની શકે પરંતુ ચારણી સાહિત્યના પ્રભાવથી જૈનમુનિઓએ પણ છંદોમાં કેટલીક રચના કરી છે.
ઋષિ જેમલજીની ૨૬ કડીની રચના ‘શાંતિનાથનો છંદ’, મુનિ ઉદયસાગરનો સં. ૧૭૭૮નો ‘ભીડભંજન પાર્શ્વનાથનો છંદ', કવિ ઉદયરત્નનો ‘શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ, મુનિ લાવણ્યસમયનો સં. ૧૫૪૬નો નેમિનાથનો છંદ' તથા ‘શ્રી સૂર્યદીવાવાદ છંદ'. વાચક ભાવવિજયજીના અંતરિક્ષ પાર્શ્વનાથના છંદમાં અડયલ, સારસી, હાટડી, ત્રિભંગી, નારાચ, કવિત્ત, દુહા વ.નો ઉપયોગ કરીને છંદમાં ગેયતા અને રસિકતા લાવ્યા છે. જૈન છંદોમાં મુખ્યત્વે ઝૂલણા અને ભૂજંગી છંદોનો વધુ ઉપયોગ થયો છે.
દુહાદોહરો :
‘ગુજરાતી સાર્થ જોડણીકોશ' પ્રમાણે દુહો/દોહરો શબ્દ સંસ્કૃત દોધક, પ્રાકૃત દોધઅ-દૂઘ; હિંદી ‘દોહા' પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં દુક્ષુ-દોહવું, દોહન પરથી દુહ, દોહા, દોહો શબ્દ બન્યો છે. જેમાં સારરૂપ મહત્ત્વપૂર્ણ વિચારોનું દોહન કે પ્રસ્તુતિકરણ થાય તે દુહો. તેની લોકપ્રિયતા માટે કહેવાય છે કે—‘દુહો દસમો વેદ'. દુહો લોકસાહિત્યના પદ્યનો પણ અગત્યનો ભાગ છે. હિંદી અને ગુજ.માં દુહા મોટી માત્રામાં લખાયા છે અને ગુજરાતમાં જનપ્રચલિત, જૈનેતર અને જૈન કવિઓએ દુહા ચ્યા છે. સિદ્ધહેમવ્યાકરણમાં પણ હેમચંદ્રાચાર્યજીએ કેટલાક દુહા સંગ્રહેલા છે.
દુહો માત્રામેળ છંદ છે જેમાં ૪ ચરણ/પંક્તિ હોય છે. પ્રથમ અને તૃતીય ચરણમાં ૧૩ માત્રા, બીજા-ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. દુહાની અન્ય પ્રાસ ભિન્નતાને કારણે ૩ પ્રકાર પડે (જો કે મેં એક જગ્યાએ તેના વધારે પ્રકારો વાંચેલા)—બીજા અને ચોથા ચરણનો અન્ત્યપ્રાસ મળે તે ‘સાદો દુહો', પહેલા અને ત્રીજા ચરણનો અજ્યપ્રાસ મળે તે
Jain Education Intemational
૪૯૫
‘સોરઠિયો દુહો’ બીજા-ત્રીજા ચરણનો અન્ત્યપ્રાસ મળે તો મધ્યમેળ દુહો. [દુહા અને સાખી વચ્ચે પણ સામ્યતા છે. છ કડીવાળા–છકડિયા કે દોઢિયા દુહાને અહીં યાદ કરી શકાય.]
લોકજીભે ગવાઈને દુહા ચિરંજીવી, લોકસાહિત્યઇતિહાસ—દંતકથાઓ–પ્રેમ અને કરૂણરસના વાહક બન્યા છે. આજે પણ ડાયરામાં લોકગાયકો બુલંદ કંઠે ચોટદાર દુહા રજૂ કરીને શ્રોતાઓના મનોરંજન સાથે સંસ્કાર ઘડતરનું કાર્ય કરે છે.
જૈનધર્મસાહિત્યમાં દુહાનો વિવિધ ઉપયોગ થયો છે. જિનમંદિરમાં દર્શન કરતી વખતે, ભગવાનની અષ્ટપ્રકારી પૂજા વખતે, સીમંધર સ્વામી ભગવાનની ચૈત્યવંદન દ્વારા ભાવપૂજન વખતે, રાસ રચનાના પ્રારંભમાં-મંગલાચરણરૂપે ઇષ્ટદેવ, સરસ્વતી, ગુરુની સ્તુતિ કરતા દુહા ઉપરાંત તેમાં વિષયવસ્તુનો નિર્દેશ આવે છે. રાસમાં ‘ઢાળ’ની શરૂઆતમાં અને ફાગુવિવાહલો—વેલિ—ધવલ વ. કૃતિઓમાં અને પૂજાસાહિત્યના પ્રારંભમાં દુહા આવે છે.
પદ : ૪
સંસ્કૃત ભાષાના ‘પદ’ શબ્દના એક કરતાં વધુ અર્થ થાય પણ અહીં ‘ચરણ’, ‘પંક્તિ’ (કે ‘કવિતાની મૂળ કડી') એવો અર્થ થાય છે અને તે લધુ-સંક્ષિપ્ત કાવ્યપ્રકાર છે. મધ્યકાળમાં ધાર્મિકક્ષેત્રે જૈનો અને જૈનેતર કવિઓ પદરચના મોટા પ્રમાણમાં કરતા. તેમાં પ્રભુભક્તિ કેન્દ્રસ્થાને રહેતી તદુપરાંત સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અને બોધાત્મક-ઉપદેશાત્મક વિચારો, તીર્થમાહાત્મ્ય, વૈરાગ્યભાવ વ.ને સ્થાન રહેતું. પદમાં ભજન, હાલરડાં, થાળ, આરતી, પ્રાર્થના સ્વરૂપ ઉપરાંત પ્રભાતિયાં, ચાબખા, કાફી, ગરબો–ગરબી વ.નો સમાવેશ થતો. જૈન કવિઓની પદરચના સમૃદ્ધ અને પ્રેરક, શાંતરસ-ભક્તિરસ અને મોક્ષ માટેના પુરુષાર્થ કાજે સજ્જ થવામાં વી૨૨સ પ્રેરે તેવી રહી છે. ઉપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, સાગરસૂરિજી વ.ને અહીં યાદ કરી શકાય.
હરિયાળી :
હરિયાળીનો સાદો અર્થ ‘લીલોતરી' કે શોભા એવો થાય છે પણ અહીં સંતોની સાધનાના પરિણામસ્વરૂપે આધ્યાત્મિક વસંતોત્સવની અનુભૂતિને દર્શાવવા કરેલી કાવ્યરચના‘હરિયાળી' છે જે આકર્ષણ અને અર્થગંભીરતાની દૃષ્ટિએ ઉચ્ચકક્ષાની છે જેને સમજવા ગુજરાતીના ‘અવળવાણી' અને હિંદી ‘ઉલટબાંસી' શબ્દની મદદ લેવી પડે.
For Private & Personal Use Only
www.jainelibrary.org