________________
૫૧૦
છતાં તેની રચના છંદમૂલક છે. ૧૬મી સદીના ગુણનિધાનસૂરિજીના શિષ્ય ‘નેમિનાથ ચંદ્રાવલા’ રચ્યાં છે એ જ સદીના કવિ જ્ઞાનસાગરે સં. ૧૬૫૫માં જૂનાગઢમાં ‘નેમિચંદ્રાવલા’ રચ્યાં છે.
અધિકાર :—કોઈ કૃતિનો વિભાગ, વિષય, વૃત્તાંત એવો અર્થ થાય છે. આ સિવાય પ્રકરણ, શબ્દનો વાક્યમાં સંબંધ, વ્યાકરણમાં મુખ્ય નિયમ, જે બીજા નિયમો પર અધિકાર ચલાવે છે (સત્તા, હકુમત, પદવી, પાત્રતા, લાયકાત, હક વગેરે) અર્થ પણ થાય છે. ઉપા. વિનયવિજયજીએ સં. ૧૭૨૩માં ૫૮ કડીની પંચ સમવાય અધિકાર/પંચકારણ સ્યાદ્વાદ સૂચક મહાવીરસ્તવન નામની સંજ્ઞા આપેલી છે પણ તે કોઈ વૃત્તાંતવાળી કૃતિ નથી.
વિલાપ ઃ—કરૂણરસ અને વિલાપને કેન્દ્રમાં રાખીને રચાયેલ કૃતિને ‘વિલાપ' નામ આપવામાં આવે છે. દા.ત. ગૌતમ સ્વામીનો વિલાપ' એ સજ્ઝાય આ પ્રકારમાં આવે.
સૂડ :—‘સૂડવું” પ્રાકૃત શબ્દ ‘સૂડ’ પરથી છે. ‘સૂડ’ એટલે સામટું અને સાદું વ્યાજ, મૂળ, આગલા વાવેતરનાં મૂળ ઠૂંઠા વગેરે ખોદી—બાળી સફાઈ કરવી તે. ઝૂડીને સાફ કરવું, ક્ષેત્રફળ, પત્રક, ખરડો, વેર વાળવું. સૂડ = પ્રાકૃત ભાંગવું ઉપરથી? સોપારી કાતરવાનું સાધન, સૂડી ઉપરથી મોટી સૂડી, સૂડો (એક પ્રકારનો પોપટ). સૂડવહો પોપટ જેવું પંખી સંદેશો લાવવા-લઈ જવાનું કામ કરે છે. શૂલ = શૂળ, ત્રિશૂલ, કાંટો, એક દર્દ.
પ્રા. પિંગલ પ્રમાણે શૂડ (ફૂલ) માત્રામેળ છંદ છે જે આનંદવસ્તુ છંદનો એક પ્રકાર છે. જેમાં ૧૬ ગુરુ, ૫૮ લઘુ મળીને કુલ ૭૪ વર્ણ અને ૯૦ માત્રા હોય છે. આમાંથી ક્યો અર્થ લેવો? પરંતુ ડૉ. કવિન શાહના મંતવ્ય પ્રમાણે મૂળસૂત્ર અને તેની ટીકાના લખાણવાળી પ્રત માટે ‘સૂડ' શબ્દ વપરાય છે. ત્રણ કે પાંચ પાન હોય તો તેની વચ્ચે સૂત્ર અને આજુબાજુ ટીકા લખાયેલી હોય છે. સૂડનું લખાણ ક્રમિક હોય છે. ૧૬મી સદીમાં કવિ દેપાલે ‘આર્દ્રકુમારનું સૂડ’ લખેલું.
આખ્યાન/આખ્યાનક ઃ—રાસયુગના અંત પછી ૧૫મી સદીના ઉત્તરાર્ધથી આખ્યાન કાવ્યનો પ્રારંભ થયો. તેનું મૂળ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં છે. આખ્યાન' એટલે પૂર્વ બની ગયેલા વૃત્તાંતનું કથન'. આવી રચના ગદ્યપદ્યમાં હોઈ શકે છે. તેનું વસ્તુ પ્રાચીન–ધાર્મિક ગ્રંથો અને પૂર્વાચાર્યોના
Jain Education International
જિન શાસનનાં
જીવનમાંથી લેવાય છે. મધ્યકાળમાં (જૈનેતર અને) જૈન કવિઓએ આખ્યાન લખેલાં છે. કવિ નયસુંદરકૃત પ્રભાવતી ઉદયન) રાસ/આખ્યાન (સં. ૧૬૪૦), ઉપા. સકલચંદ્રકૃત મૃગાવતી આખ્યાન/રાસ વ. મળે છે.
નમસ્કાર :—આમ તો નમસ્કાર એટલે નમન–વંદન કરવાની દેહ થકી (કાયિક) ક્રિયા પરંતુ શ્રુતપાઠ કે રચના દ્વારા પણ નમસ્કાર કરીને પ્રભુનાં ગુણગાન ગવાય છે. નમસ્કાર સંજ્ઞાવાળી કૃતિમાં નમસ્કાર પર ભાર મૂકવામાં આવે છે જ્યારે સ્તોત્ર કે સ્તુતિમાં પરોક્ષ રીતે નમસ્કાર હોય છે. પૂ. ધર્મસૂરિજીએ તીર્થવંદનાવાળી લખેલ સમેતશિખરતીર્થનમસ્કાર (૧૪મી સદીની) કૃતિ આ પ્રકારની છે.
સ્વાધ્યાય :—જૈન સાહિત્યમાં સજ્ઝાય-સ્વાધ્યાય એવી બે સંજ્ઞાવાળી કાવ્યકૃતિઓ પ્રાપ્ત થાય છે. આત્માને ઉપદેશાત્મક વિચારોનો સ્વાધ્યાય કરવા માટે આ લઘુરચના સૂચન કરીને ધાર્મિક આચરણ પર ભાર મૂકવાનું કહે છે.
૧૬મી સદીમાં ‘શ્રી આણંદવિમલસૂરિ સ્વાધ્યાય’, ઉપા. યશોવિજયજીની ૧૯ ઢાળોમાં સં. ૧૭૭૨માં શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય છે.
ભાષા :—(સંસ્કૃત જેવી) મૂળ કૃતિને ભાવાનુવાદમાં ચીને તેને ભાષા સંજ્ઞા અપાઈ છે. મતિસાગર-૧, ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધમાં થયા તેમણે ૪ થી ૧૦ કડીનાં ‘ભાષા’ નામક ટૂંકા પદો રચ્યાં છે.
ટીપ :—સૂચી, ટૂંકી કે સંક્ષિપ્ત નોંધ.
૧૬મી સદીના ગજલાભ કવિએ ચોપાઈમાં બારવ્રતની ટીપ' લખેલી.
રત્નમાલ :—અમુક પાત્રોનાં મહાપુરુષોના સદ્ગુણો કિંમતી રત્ન સમાન હોય છે. આ પ્રકારનો નિર્દેશ કરતી કૃતિ રત્નોની માળા–રત્નમાલ કહેવાય છે. દા.ત. કવિ વાસણકૃત આણંદવિમલસૂરિ રાસનું બીજું નામ સાધુગુણવંદના રત્નમાલ
છે.
સંવાદ :—આપણે નાટક કે એકાંકી જેવી કૃતિઓમાં જુદા જુદા પાત્રો દ્વારા થતા વાણી વ્યવહાર (‘ડાયલોગ’)ને સંવાદ કહીએ છીએ પરંતુ જૈન સાહિત્યમાં તો કેટલીય કાવ્યકૃતિઓમાં બે પાત્રો વચ્ચેનો વાર્તાલાપ ‘સંવાદ’ કહેવાય છે. કવિ લાવણ્યસમયનો બે હાથ અંગે ‘કરસંવાદ’ યશોવિજયજી
For Private & Personal Use Only
www.jainelibrary.org