________________
ઝળહળતાં નક્ષત્રો
અજોડ ઈતિહાસ, ભવ્ય ભૂતકાળ અને શ્રદ્ધાના પાવનકારી ધામો
અખંડ દીપ જયોત સમાં આપણાં જૈન તીર્થસ્થાનો
200
ભારતીય સંસ્કૃતિમાં ‘યાત્રા'નું તો અનેરું મહત્ત્વ છે અને એથીયે વિશેષ મહત્ત્વ આપણા યાત્રાધામોનું છે. વિશ્વધર્મ સંસ્થાઓમાં જૈન યાત્રાધામોનું ખૂબ જ મહત્ત્વ લેખાયું છે.
અહીં અનુશાસન છે, સંસ્કાર છે, સંસ્કૃતિ છે અને અહિંસા, સત્ય અને પવિત્રતાના ત્રિવેણી સંગમના અહીં દર્શન થાય છે અને સંગમમાં ડૂબકી મારી માનવ મહામાનવ બને છે તે માનવધર્મને સાર્થક કરે છે. એટલે જ જૈન તીર્થધામોનો મહિમા તો વિશ્વભરમાં ગવાયો છે. આવા પવિત્ર તીર્થધામોને પાયવંદના કરી ધન્ય બનીએ.
આ યાત્રાધામોનો આપણને પરિચય કરાવે છે શ્રી યશવંતભાઈ કડીકર. જેઓ આ ગ્રંથશ્રેણીના હંમેશા સહયોગી રહ્યા છે. શ્રી યશવંત કડીકર બી.એ., બી.કોમ. (ઓનર્સ), પત્રકાર, કટાર લેખક, સાહિત્યકાર છે. તેમનો જન્મ તા. ૧૨-૫-૧૯૩૪.
૪૫૩
પુસ્તક પ્રાગટ્ય : ૪૧૦ એમાં ૨૦૦ બાળ સાહિત્યના. કોલમ ૨૪ જુદા જુદા દૈનિક, સામયિકોમાં ૨૪ કોલમ. ભારતની બધી ભાષાઓમાં સૌથી વધુ કોલમ લખનાર લેખક તરીકે પંજાબ અને કેરાળા સરકાર દ્વારા સમ્માનિત થયેલ છે.
પવિત્ર યાત્રાધામ શ્રી શત્રુંજય
ગુજરાતના મહત્ત્વનાં જૈન તીર્થધામોમાં શ્રી શત્રુંજય યાને સિદ્ધગિરિ તીર્થનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ગુજરાત અને તેમાંય સૌરાષ્ટ્રના પાલીતાણા પાસે, પવિત્ર શત્રુંજય નદીના કિનારે, શત્રુંજય પર્વત પર આવેલું છે. ભલે આ જૈન તીર્થધામ હોય, છતાં જૈનેતર યાત્રીઓ અહીં મોટા પ્રમાણમાં આવતા જોવા મળે
છે.
આ તીર્થનું પ્રાચીન મહત્ત્વ પણ એટલું છે. વર્ષો પહેલાં
—યશવંત કડીકર
એવોર્ડ-પારિતોષિક-૩૨ એમાં ૮ ગોલ્ડ મેડલ, ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને ગુજરાત સાહિત્ય પરિષદના ચૂંટાયેલ સભ્ય, ચાર સામયિકના સંપાદક અને પરામર્શક, બે શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટી અને કારોબારી સભ્ય, મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ કડીમાં ટ્રસ્ટી, કાવ્યગોષ્ઠિ સંસ્થા ગુજરાતના કન્વીનર, બન્ને હાથે લખતા લેખક છે. જૈન ધર્મ પરત્વે ખૂબ જ આસ્થા શ્રદ્ધા ધરાવે છે. ધન્યવાદ -સંપાદક
Jain Education International
જૈનધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વરે અહીં ઘેટી પ્રાગના રસ્તેથી નવ્વાણું (૯૯) વાર યાત્રાઓ કરી હતી અને આજ તીર્થંકર ભગવાન આદીશ્વરના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી, અહીંથી મોક્ષ સિધાવ્યા હતા. એક મુનિશ્રીએ તો આ તીર્થધામ વિશે લખ્યું છે કે—
For Private & Personal Use Only
“પ્રાય એ ગિરિ શાશ્વતો રહેશે કાલ અનંત” આ પ્રાચીન તીર્થધામનાં એક હજાર આઠ નામો હોવાનું કહેવાય છે. આમ તો પાલિતાણાનું અસલ નામ “પાદલિપુર” હતું.
www.jainelibrary.org