________________
୪୨୪
ત્યારે લોકોને ખ્યાલ પણ ન આવી શકે કે AUDIT અને STATISTICના ઉચ્ચ અભ્યાસી પોતાના વિશાળ વ્યાવસાયિક સંકુલમાંથી નિવૃત્તિની પળો અરિહંતના ચરણ-શરણમાં વીતાવે છે.
માનકષાયમાં ભૂલાતા ભાનની શાન ઠેકાણે લાવવા અનામીની નામ ભક્તિ એક ભવ્ય ઉપાય છે. વિદ્વત્તા સાથે નમ્રતા ભળી જાય ત્યારે ભક્તામર જેવા કાવ્યો સ્વયં રચાઈ જાય છે, રચવા નથી પડતા. પછી ચમત્કારો સર્જાય તેમાં આશ્ચર્ય શું? અમારી ભાવના મુજબ તૈયાર થયેલા આ વિશિષ્ટ લેખ લેખકશ્રી તમામ ભક્તિપ્રેમી સંયતો અને શ્રાવકોની ભક્તિ અનુમોદના રૂપે સમર્પિત કરી રહ્યા છે. અભિનંદન. —સંપાદક
હે સ્વામી! સુણજો સેવક-સંવેદના
ચાતુર્માસ પરિવર્તનનો એ પાવનકારી દિવસ હતો. જિનાલયના ચૈત્યવંદન સમયે નયનોની સામે મૂળનાયક પરમાત્મા અને અન્ય ઉપનાયક ભગવાન પણ બિરાજીત હતા. સકળ શ્રીસંઘના ભાગ્યશાળીઓની સાથે પ્રભુભક્તિ કરતાં જિનેશ્વર પરમેશ્વરના પ્રભાવે જ અચાનક મનના પરિણામો પણ પરિવર્તન પામવા લાગ્યા. શુભ સંકલ્પો, સુવિચારો અને સદ્ભાવનાઓ ઉમટવા લાગી. દરરોજના દર્શન કરતાં આજે સંઘનાયક જિનદેવ કે દેવાધિદેવની કૃપાથી અનેરા અને અગમ્ય અરમાનો ઉઠવા લાગ્યા, તે તે સંવેદનાને મનોમન નોંધતા તે પછી શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા પણ કરી અને હળવી પળોમાં વિશિષ્ટ વિચારોને આકારમાંથી સાકાર સ્વરૂપ દેવા આ નાનો લેખ લખી નાખ્યો છે. વિવિધ અને વિશિષ્ટ વિશેષણોથી નવાજવાનો આ નવતર પ્રયોગ જ છે, जाडी पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः ।
આ બાલિશ ચેષ્ટા છતાંય ભગવંતની કૃપા અવતરશે, તેવી અપેક્ષા સુસ્થાનની જાણી છે. વગર કંકોત્રીના આ ભાવામંત્રણ સમાન ભાવનાઓ છે. કારણ કે એક નાનો પણ શુભભાવ ભગવાનની કૃપા વગર કેમ ઉદ્ભવે?
ચોરાશી લાખના ચક્કરમાં આશ્ચર્યસમાન જિનશાસન મળ્યા પછી પણ ન જાણે કેટલાય આત્માઓ હે વીતરાગ! જિનાલયના દર્શન, જિનેશ્વર પૂજન કે અર્ચનથી વંચિત રહી જાય છે. અમુક માન્યતાઓની મડાગાંઠને કારણે તીર્થો કે કલ્યાણક ક્ષેત્રોની સ્પર્શના પણ તેમને સાંપડતી નથી. કેટલાક વળી પુણ્યોદયે આપશ્રીના દર્શન-વંદન સુધી પહોંચી પણ જાય છે, પણ સાંસારિક સ્વાર્થના કારણે આપમાં રહેલ વીતરાગત્વને છોડી અન્ય કોઈને કોઈ દેવી-દેવતાના પ્રભાવ
જિન શાસનનાં
Jain Education International.
દેખવા રોકાઈ જાય છે. પૂજા-સેવા અને ઉપાસના સુધી આવી ગયા પછી પણ ભાવોની ભરતીને બદલે ભભકાઓ કે ભીડમાં જ અટવાઈ જતા દેખાય છે, તેથી જ તો મહાવિદ્વાન સિદ્ધસેન દિવાકરસૂરિજીએ કલ્યાણકારી કલ્યાણમંદિરની ૩૮મી ગાથામાં ઉમેરી દીધું છે કે आकर्णितोऽपि, महितोऽपि, નિરીક્ષિતોઽત્તિ.......વગેરે વગેરે. તે દ્વારા ભાવશૂન્યાચારની આલોચના કરી લીધી છે.
બીજી તરફ આ. માનતુંગસૂરિજી ભક્તામર સ્તોત્રની ૨૧મી શ્લોકાવલીમાં મન્યે વરં.....વગેરે દ્વારા જણાવી રહ્યા છે કે હે ભદંત! સારું થયું મેં સર્વપ્રથમ અન્ય હરિહર મહાદેવ વગેરેને દેખી લીધા અને અંતે તમને પામ્યા પછી ભવાંતરમાં પણ મારા મનને કોઈ હરી નહીં શકે. દરરોજ સવારે રાઈય પ્રતિક્રમણ કરતાં અને સિદ્ધગિરિરાજના ચૈત્યવંદન કરતાં ચિંતન ચાલુ થઈ ગયેલ કે હે ગિરિરાજ! આપના પટાંગણના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સીધ્યા, છતાંય ૯૯ વાર નહીં પણ ૧૦૮ વાર સ્પર્શના કર્યા પછી પણ અમે પોતે કાંકરા જેવા તુચ્છ કેમ રહ્યા? સકલ તીર્થની વંદના પ્રતિક્રમણમાં જ કરતાં સ્ફુરણાઓ થઈ ગઈ કે શાશ્વતા તીર્થો કે નંદીશ્વર વગેરે ક્ષેત્રોની સ્પર્શના ક્યારે થશે, શું દેવલોકના જન્મારામાં બધાય જિનાલયોના–જિનબિંબોના દર્શન કર્યા હશે? અનુત્તર દેવવિમાનોના જિનવર ચૈત્યો તો દૂર પણ નવ ગ્રેવેયક કે બાર વૈમાનિક દેવલોકના પણ સઘળાંય ભગવંતોને વિરાટ ભૂતકાળમાં ભાવ વગર પણ શું ભજ્યા હશે.
ભગવાનની ભક્તિ તો મુક્તિની દૂતી છે, માટે જ સેવા-પૂજા ભક્તિ-ભાવનાની પણ મર્યાદાધારી સંયમી આત્માઓ પોતાની ભાવ-ભક્તિને વિશેષણો દ્વારા પણ વ્યક્ત કેમ ન કરી શકે?
For Private & Personal Use Only
www.jainelibrary.org