________________
૪૬૪
આજે તો આ ચારૂપ નાનું ગામ છે પણ સોલંકી કાળમાં એ મોટું નગર હશે અને ત્યારે અહીં જૈનોની વસ્તી પણ સારા પ્રમાણમાં હશે તેવું અનુમાન જરૂર કરી શકાય.
ચારૂપનું મંદિર વિશાળ, ભવ્ય અને આકર્ષક છે. એની તીર્થ તરીકેની મહત્તા, મંદિરના મૂળનાયકની પ્રતિમા જે રીતે મળી, તેના ઇતિહાસના કારણે છે. શ્રી પ્રભાચંદ્રાચાર્ય સંવત ૧૩૩૪માં રચેલા-પ્રભાવક ચરિત્ર”માં આ પ્રમાણેનો ઉલ્લેખ છે.—
“ક્રાંતિનગરીના ધનેશ શ્રાવક જ્યારે સમુદ્રમાં વહાણ દ્વારા મુસાફરી કરતા હતા ત્યારે સમુદ્રના અધિષ્ઠાયક દેવે તેમનું વહાણ થોભાવી દીધું. તે વેપારીઓ વ્યંતરના ઉપદેશથી તે દેવની પૂજા કરી અને તે ભૂમિમાંથી ત્રણ પ્રતિમાઓ બહાર કાઢીને તેમાંથી એક ચારૂપ નામમાં રાખીને તીર્થની પ્રતિષ્ઠા કરી.
બીજી પ્રતિમા પાટણમાં આવેલ શ્રી અરિષ્ટનેમિના મંદિરમાં સ્થાપિત કરી. ચારૂપના જૈન મંદિરમાં એક ખંડિત પરિકરના લેખ ઉપરથી એવું લાગે છે કે નાગેન્દ્રિયગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિએ આ ચારૂપ મહાતીર્થમાં શ્રી પાર્શ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી.
આ ચારૂપનું જૈનમંદિર મહામંત્રી વસ્તુપાળે બંધાવ્યાનો ઉલ્લેખ આબુના શિલાલેખોમાંથી મળી આવ્યો છે. અહીં દર પૂનમે મેળો ભરાતો હોય એવું દૃશ્ય ખડું થાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રાચીન, શ્યામલવર્ણી અને ઘણી જ કલાત્મક છે. શિલ્પીએ મૂર્તિના મુખ ઉપર વીતરાગીપણના ભાવો પ્રદર્શિત કર્યા છે. મૂર્તિ પ્રભાવશાળી અને આકર્ષક છે.
જૈન ભાઈઓની માન્યતા પ્રમાણે મૂર્તિ સવાર, સાંજ અને બપોરે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. આ મૂર્તિ ખૂબ ચમત્કારી પણ છે.
આમ પાટણ અને સાથે સાથે ચારૂપ જૈનધર્મના ભાઈઓ માટે પરમ શ્રદ્ધા, શાંતિ અને ફળદાયક તીર્થધામ છે.
રાજસ્થાન'ની ધરતી પર આવેલું રાણપુર : અદ્વિતીય સ્થાપત્યકળાનું જૈન યાત્રાધામ
આ પવિત્ર યાત્રાધામ રાણકપુર, અરવલ્લી ગિરિમાળાની
Jain Education International
જિન શાસનનાં
// શ્રી રાણપુર તીર્થ ।।
नलिनीगुल्म विमानोभिधान श्री चतुर्मुख युगादीश्वर पसीयंतु ।
ટેકરીઓમાં એક નાનકડી મધાઈ નદીને કિનારે આવેલું છે.
આ સ્થાન તો નિર્જન, શાંત અને એકાંતવાળું છે. અહીં રેલ્વે સ્ટેશન પણ નથી. આબુરોડથી રેલ્વે માર્ગે આગળ જતાં ફાલના રેલ્વે સ્ટેશન આવેલું છે. ત્યાંથી આ યાત્રાધામ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે. આ સ્થળથી નજદીકનું મોટું ગામ “સાદડી” આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. આ સ્થળેથી યાત્રાધામ રાણકપુર જવા માટે બસ અને ટેક્સી મળી આવે છે. ઉદેપુરથી પણ આ સ્થળે બસ, ટેક્સી દ્વારા પહોંચી શકાય છે. ઠેઠ મંદિર સુધીની પાકી સડક છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્વેતાંબર જૈન ભાઈઓની પેઢી આણંદજી કલ્યાણજી તરફથી રહેવા જમવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આણંદજી કલ્યાણજી એ કોઈ શેઠિયા કે જૈન દાતાનું નામ નથી. “આણંદ કરો, કલ્યાણ કરો” આ સૂત્રને સાર્થક કરતી આ પેઢી જૈનયાત્રી અને જૈનેતર યાત્રીઓની સેવા માટે કાર્યરત છે.
For Private & Personal Use Only
પંદરમી સદીમાં અહીં એક મોટું નગર હતું. જે ‘રાણપુર' નામે જાણીતું હતું. પછી એનું નામ રાણકપુર પડ્યું. આજે તો આ ભૂમિ પર શ્વેતાંબર સંપ્રદાયના ત્રણ જૈન મંદિરો સિવાય પુરાણા નગરના કોઈ અવશેષ જોવા મળતા નથી. આગળ-પાછળની ટેક્સીઓમાં અનેક ખંડિયેરો જોવા મળે છે. આ નગરનો ક્યારે વિનાશ થયો તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પણ કહેવાય છે કે ધર્માંધ બાદશાહ ઔરંગઝેબના સમયમાં ઝનૂની મોગલ સૈનિકોએ આ નગરને ભારે નુકશન પહોંચાડ્યું હશે.
પંદરમી સદીમાં જ્યારે રાણકપુર એક મોટું નગર હતું
www.jainelibrary.org