________________
ઝળહળતાં નક્ષત્રો
છે. સ્તોત્રકારમાં ‘ભક્ત’ અને ‘કવિ’નાં બે રૂપોનો સમન્વય થાય છે. સ્તોત્રસર્જનનું મુખ્ય પ્રેરકબળ ભક્તિ છે. આચાર્ય સમન્તભદ્ર જ્ઞાનમૂલા ભક્તિના પુરસ્કર્તા હતા. વિક્રમની છઠ્ઠી સદીના આચાર્ય પૂજ્યપાદે જિનેન્દ્ર પ્રત્યેના અનુરાગને ભક્તિ કહી છે. ભક્તિનો મહિમા બતાવતાં સિદ્ધસેન દિવાકર ‘કલ્યાણ–મંદિરસ્તોત્ર’માં કહે છે કે ભક્તિભાવ વિનાની શ્રવણ, દર્શન, પૂજન ઇત્યાદિ ક્રિયાઓ નિષ્ફળ થાય છે :
કે
आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्रं यस्मात्क्रिया प्रतिफलन्ति न भावशून्याः ॥ ३८ ॥ ભક્તિભાવથી પ્રેરિત ભક્તકવિ ઇષ્ટદેવતા તીર્થંકરાદિની સમક્ષ ઉપસ્થિત થાય છે. તે પ્રસંગે ભક્તકવિની અનુભૂતિનું વાણી સ્વરૂપ તે સ્તોત્ર. દેવ પ્રત્યેની ભક્તિ જ કવિને મુખરિત કરે છે, આમ્રમંજરીના દર્શનથી કોકિલા સ્વતઃ ટહૂકી ઊઠે તેમ માનતુંગાચાર્ય, ભક્તામરસ્તોત્ર, ૬). આચાર્ય માનતુંગ પોતાને અલ્પબુદ્ધિ અને સ્તુતિરચનામાં અસમર્થ માની ભક્તિના કારણે જ ઇષ્ટ–સ્તવન માટે પોતે પ્રવૃત્ત થયા છે, એવું જણાવે છે :
सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश कर्तु स्तवं विगतशक्तिरपि प्रवृत्तः ॥
ભક્તામરસ્તોત્ર, પ
ભક્તિનું એક મહત્ત્વનું અંગ આરાધ્યની પૂજા પણ છે. જૈન ધર્મમાં પૂજાના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્યપૂજા અને ભાવપૂજા. ભક્તિભાવભર્યા હૈયે ગુણસાગર ઇષ્ટદેવનાં કીર્તન, ધ્યાન, જપ અને સ્તવન એ ભાવપૂજા છે. સ્તોત્ર દ્વારા ખાસ કરીને આવી ભાવપૂજા થાય છે. પૂજા અને સ્તોત્રમાં ભાવસામ્ય છે, માત્ર પદ્ધતિનો જ ભેદ છે. પૂનાળોટિસમં સ્તોત્રમ્ જેવા વિધાનમાં પૂજા અને સ્તોત્રના તારતમ્ય દ્વારા સ્તોત્રનાં ગુણગાન થયાં છે.
મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ જૈન સ્તોત્રોના પરીક્ષણથી સમજાય છે કે એમાં નામાભિધાન, આરાધ્યદેવ, વિષયવસ્તુ તેમ જ ભાષાશૈલી બાબતે પર્યાપ્ત વૈવિધ્ય છે. મંગલાચરણ, ભક્તકવિની આત્માભિવ્યક્તિ, આરાધ્યની ઉપાસના પદ્ધતિ, યાચનાભાવ, આરાધ્યસ્વરૂપ-મહિમા, સ્તોત્રફળ ઇત્યાદિ તત્ત્વોનો સમાવેશ એક યા બીજી રીતે ઘણાંખરાં સ્તવ-સ્તોત્રોમાં થયો છે.
Jain Education Intemational
જૈન સ્તોત્રકાવ્યના અનેક પ્રકાર અસ્તિત્વમાં આવ્યા. દેવતા, વિષય, પદસંખ્યા ઇત્યાદિના આધારે સ્તોત્રકાવ્યના નીચેના પ્રકારો પાડી શકાય :
૧. દેવતાનુસારી સ્તોત્ર : (૧) તીર્થંકરાદિનાં સ્તોત્રો, જેવાં કે–ગૌતમસ્વામી સ્તવન', ‘વીરસ્તવ’, ‘શોભનસ્તવ', પાર્શ્વજિનસ્તવ’, ‘ચતુર્વિશતિજિનસ્તુતિ’, ‘નેમિસ્તવ’ વગેરે. (૨) દેવીસ્તોત્રો જેવાં કે-‘સરસ્વતીસ્તોત્ર’, ‘પદ્માવત્યષ્ટક’ વગેરે.
૨. વિષયાનુસારી સ્તોત્ર : ‘ગ્રહશાન્તિસ્તવન’, ‘વિષાપહારસ્તુતિ’, ‘અધ્યાત્મ-શતક', ‘સિદ્ધચક્રસ્તવન', ‘તીર્થમાલાસ્તવન', ‘જીવવિચારસ્તવ’, ‘ચૈત્ય–પ્રતિકૃતિસ્તવ’, ‘દોષાપહારસ્તોત્ર’, ‘નિશ્ચયવ્યવહારસ્તવ' વગેરે. પ્રાતઃસ્મરણ-સ્તોત્ર : પ્રાભાતિકજિનસ્તુતિ’, ‘પ્રભાતકુલક’ વગેરે.
3.
૪૨૯
૪.
૫.
સહસ્રનામ-સ્તોત્ર : ‘જિનસહસ્રાનામ’, ‘સહસ્રનામ સ્તવન' વગેરે.
પદસંખ્યાનુસારી સ્તોત્ર : (૧) ષટ્ક (છ શ્લોકી), (૨) અષ્ટક (આઠ શ્લોકી), (૩) વિશિકા (વીસ શ્લોકી), (૪) ચતુર્વિશિકા (ચોવીસ શ્લોકી), (૫) પંચવિંશિકા (પચ્ચીસ શ્લોકી), (૬) દ્વાત્રિંશિકા (બત્રીસ શ્લોકી), (૭) ષત્રિંશિકા (છત્રીસ શ્લોકી), (૮) પંચાશિકા (પચાસ શ્લોકી), (૯) શતક (સો શ્લોકી) વગેરે. સ્તોત્રકાવ્યમાં આત્માભિવ્યક્તિ :
અપરંપાર ગુણસાગર ઇષ્ટદેવની સ્તુતિ કરવા પ્રવૃત્ત ભક્તકવિ પ્રાયઃ સ્તોત્રરચના સંબંધી પોતાની અસમર્થતા કે અલ્પજ્ઞતાના નિવેદનપૂર્વક પોતાની વિનયભાવના વ્યક્ત કરે છે. જિનેન્દ્રની સ્તુતિ માટે તૈયાર થયેલ કવિને પોતાની પ્રવૃત્તિ જળમાં ચંદ્રના પ્રતિબિંબને પકડવાનો પ્રયાસ કરતા નાદાન બાળક જેવી લાગે છે :
बुद्यया विनापि विबुधार्चितपादपीठ । स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्बमन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥ ભક્તામરસ્તોત્ર, ૩ પોતાનાં દુષ્કર્મોના સ્મરણથી ક્વચિત્ ભક્તકવિ
For Private & Personal Use Only
www.jainelibrary.org