________________
૪૨૬
यस्मिन्विज्ञानमानन्दं ब्रह्म चैकात्मतां गतम् । स श्रद्धेयः स च ध्येयः प्रपद्ये शरणं च तम् ॥ १/४ હેમચંદ્રના અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા' સ્તોત્રમાં પણ વર્ધમાન સ્વામીનું અગમ્ય અને અનિર્વચનીય એવું બ્રહ્મસ્વરૂપ પ્રસ્તુત થયું છે :
अगम्यमध्यात्मविदामवाच्यं वचस्विनामक्षवतां परोक्षम् । श्रीवर्धमानाभिधमात्मरूपमहं स्तुतेर्गोचरमानयामि ॥१॥ વૈદિક પરંપરામાં ઈશ્વરને વેદકર્તા બતાવ્યા છે. ‘આચારાંગસૂત્ર’માં તીર્થંકરને ‘વેદવિદ્' કહ્યા છે. હેમચંદ્રાચાર્ય પણ નોંધે છે કે પુરુષાર્થસાધક વિદ્યાઓ વીતરાગ–ભગવાનમાંથી નિષ્પન્ન થઈ છે. આગમોના પ્રવક્તા સર્જક તીર્થંકર દેવ મનાયા છે.
જિનેશ્વર દેવ સિદ્ધિલાભની પૂર્વે શરીરી હોવાના કારણે મૂર્ત ‘સકલ' છે, જ્યારે સિદ્ધાવસ્થામાં શરીરરહિત હોવાથી ઉપાધિ–રૂપગુણ–રહિત, અવ્યક્ત કે ‘નિષ્કલ' છે : સતો ટોષસંપૂર્ણો નિતો રોષવર્જિતઃ । આ ઉપરાંત, સિદ્ધિપ્રાપ્તિની અવસ્થામાં તે ‘પરમાત્મા', વિગ્રહગતિકાળમાં તે ‘બાહ્યાત્મા’ અને દેહી અવસ્થામાં તે ‘અંતરાત્મા' છે. ‘મહાદેવસ્તોત્ર’માં આવા દ્વિવિધ તેમજ ત્રિવિધ દેવસ્વરૂપનો ઉલ્લેખ મળે છે ઃ
साकारोऽपि ह्यानाकारो मूर्तोऽमूर्त्तस्तथैव च ।
परमात्मा च बाह्यात्मा सोऽन्तरात्मा तथैव च ॥ १६ ॥
જૈન-શ્રમણદર્શનનો આવો સકલ-નિષ્કલ ઈશ્વર વૈદિક સગુણ–નિર્ગુણ બ્રહ્મથી ભિન્ન છે; તેથી આચાર્ય હેમચંદ્ર નિર્ગુણ બ્રહ્મનું ખંડન કરતાં કહે છે કે ધર્મ-અધર્મ વિહીન દેહ નથી હોતો; દેહ વિના મુખ નથી હોતું અને મુખ વિના વાણી નથી હોતી; તો પછી ધર્મ-અધર્મ અને દેહાદિથી રહિત કોઈ અન્ય દેવ ઉપદેશક કેવી રીતે થઈ શકે? વૈદિક સગુણ–બ્રહ્મનું પણ હેમચંદ્રે ખંડન કર્યું છે.
જ
શ્રમણ-પરંપરા પ્રમાણે કર્મલમુક્ત આત્મા સર્વાતિશાયી મહત્ત્વ ધરાવે છે, અન્ય કોઈ ઇન્દ્રાદિ દેવ નહીં; તેથી ચક્ર-ત્રિશૂલાદિ શસ્ત્ર ધારણ કરનાર, રાગદ્વેષયુક્ત અને શત્રુનાશ માટે તત્પર એવા બ્રહ્મા-વિષ્ણુ-શિવાદિ જૈનદૃષ્ટિએ કુદેવ છે. આવાં કારણોથી જૈન ગ્રંથોમાં જિનેન્દ્રનું હરિહરાદિની અપેક્ષાએ શ્રેષ્ઠત્વ બતાવ્યું છે. જગતમાં વીતરાગ જ માત્ર સ્વામી છે : વ્હોઽયમેવ નતિ સ્વામી ! એનાં ગુણગાન કરવા ઇન્દ્ર કે શેષનાગ પણ સમર્થ નથી. સુરાસુરેન્દ્રપૂજિત જિનેન્દ્રનું દેવાધિપતિત્વ આચાર્ય હેમચંદ્ર બતાવે છે : मूर्ध्ना यस्मै
Jain Education Intemational
જિન શાસનનાં
नमस्यन्ति सुरासुरनरेश्वराः ।
ઈશ્વરના જગત્કર્તૃત્પાદિનું ખંડન :
વૈદિક પરંપરાનાં ઉપનિષદો તેમજ સાંખ્ય-ન્યાયાદિ દર્શનોમાં જગતનાં સર્જન, પાલન અને સંહારના કર્તા તરીકે ઈશ્વર કે બ્રહ્મ મનાય છે. આવો મત જૈનદર્શનને માન્ય નથી; તેથી આચાર્ય હેમચંદ્ર પોતાનાં સ્તોત્રોમાં અનેકત્ર ઈશ્વરનાં આવાં લૌકિક જગત્કર્તૃત્વાદિ કાર્યોનું ખંડન કરીને જિનેશ્વરની અલૌકિકતા સિદ્ધ કરે છે.
‘વીતરાગસ્તવ’માં કથન છે કે નિત્ય મુક્ત જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરવામાં વ્યસ્ત ઈશ્વર તો વધ્યાના પુત્ર જેવો છે અથવા આકાશના ફૂલ સમાન કલ્પિત છે. ઈશ્વરને નિર્ગુણ માનવામાં આવે તો, એવો દેહરહિત ઈશ્વર જગત્સર્જન ન કરી શકે : ‘અવેચનાત્સર્વે પ્રવૃત્તિપિ નોવિતા । ઈશ્વરપરમાત્મા ક્રીડા કરવા માટે જગતની રચનામાં પ્રવૃત્ત થાય છે, એમ માનવામાં આવે તો તે બાળકના જેવો રાગી સિદ્ધ થશે અને કૃપાથી તે સર્જન કરે છે, એમ માનીએ તો તેણે આખા જગતને સુખી કરવું જોઈએ, પરંતુ વાસ્તવમાં જગત નિત્ય સુખી નથી. પરમાત્મા જીવોનાં શુભાશુભ કર્મોને આધારે વિશ્વ રચે છે એમ માનીએ તો તે ઈશ્વરને સ્વતંત્ર પણ ન કહી શકાય. જગત–વૈચિત્ર્ય જો કર્મ–જનિત છે, તો શિખંડીની જેમ ઈશ્વરને વચ્ચે લાવવાની શી જરૂર છે?
कमपिक्षः स चेत्तर्हि न स्वतंत्रोऽस्मदादिवत् । ર્મનચે હૈં વૈવિત્રે, મિનેન શિબ્ડિના (વીતરાગસ્તવ, ૭/૫)
જગત્સર્જનની પ્રવૃત્તિ એ ઈશ્વરનો સ્વભાવ છે અને તે તર્કથી પર છે. એમ કહેવામાં તો ઈશ્વર-પરીક્ષણનો નિષેધ ફરમાવ્યો છે. વળી સમસ્ત પદાર્થોનું જ્ઞાતૃત્વ જ જો કર્તૃત્વ માનવામાં આવે તો તે જૈનમતને અનુકૂળ છે, કેમ કે વીતરાગ– પરમાત્મા સર્વજ્ઞ, મુક્ત-દેહરહિત અને દેહધારી પણ છે : સર્વમવેષુ ર્તૃત્વ, જ્ઞાતૃતાં વિ સમ્પ્રતમ્। मतं नः सन्ति सर्वज्ञा मुक्ताः कायमृतोऽपि च ॥
(વીતરાગસ્તવ, ૭/૭)
આમ, ઈશ્વરનું જગત્કર્તૃત્વ પ્રમાણરહિત છે. આ પ્રમાણે, ‘વીતરાગસ્તવ’ના સાતમા પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય વિસ્તારથી ઈશ્વરના જગત્કર્તૃત્વવાદનું ખંડન કરે છે.
(૧૧, નીલકંઠ બંગ્લોઝ, નીલકંઠ મહાદેવ રોડ, નાગલપુર, મહેસાણા-૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org