________________
૪૨૪
જૈન ધર્મ-દર્શનનાં વાસ્તવિક તત્ત્વો અને સંસ્કારોને પ્રજાભોગ્ય બનાવવા આચાર્ય હેમચંદ્રે (ઈ.સ. ૧૧મી-૧૨મી સદી) ‘વીતરાગસ્તોત્ર', ‘મહાદેવસ્તોત્ર’, ‘અન્યયોગવ્યચ્છેદદ્વાત્રિંશિકા', ‘અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા’, ‘સકલાર્હસ્તોત્ર’ જેવાં સ્તોત્રો રચ્યાં છે. તેમનાં સ્તોત્રોમાં જૈનધર્મ અને દર્શનના સિદ્ધાંતો કાવ્યાત્મક અભિવ્યક્તિ પામ્યા છે.
આચાર્ય હેમચંદ્રની ઈશ્વરવિષયક વ્યાપક વિભાવના :
આચાર્ય હેમચંદ્ર પોતાનાં સ્તોત્ર-કાવ્યમાં સંનિષ્ઠ દાર્શનિક તરીકે જૈનમતાનુસારી વાસ્તવિક ઈશ્વરનું સ્વરૂપ સ્પષ્ટ કરીને, એક સાચા દાર્શનિક તરીકે શ્રુતિ-પરંપરા અને શ્રમણપરંપરાનો સમન્વય કરે છે.
જૈન શ્રમણ-પરંપરામાં વૈદિક કે શ્રુતિ-પરંપરાની જેમ કોઈ સ્વતંત્ર ઈશ્વરનો ખ્યાલ નથી; તેથી જ હેમચંદ્રાચાર્ય આવા ઈશ્વરને આકાશના ફૂલની જેમ કલ્પિત માને છે. જૈનદૃષ્ટિએ જગત અનંત અને અનાદિ હોવાથી એમાં ઈશ્વરના જગત્કર્તૃત્વનો પ્રશ્ન ઊભો થતો નથી. જૈનદર્શન અનુસાર કર્મફળથી મુક્ત થયેલ, વીતરાગી શુદ્ધ જીવાત્મા જ પૂજ્ય છે, દેવ છે. રાગદ્વેષરહિત અને કેવલજ્ઞાની સર્વજ્ઞ વ્યક્તિ જ ઈશ્વર કે પરમાત્મા કહેવાય છે. આવો પરમાત્મા દિવ્યદેહસહિત ‘સકલ’ અને દેહરહિત ‘નિષ્કલ' એમ બે પ્રકારનો છે. સકલ પરમાત્મા ‘અર્હત્’, ‘પરમેષ્ઠિ’ ઇત્યાદિ સંજ્ઞાઓથી ઓળખાય છે, તે
(મહાદેવસ્તોત્ર, ૧) હેમચંદ્ર સ્પષ્ટ શબ્દોમાં પણ કહે છે કે જેમનામાં આવા
સર્વવ્યાપી નથી; પરંતુ સમસ્ત ત્રૈલોક્ય તેના જ્ઞાનમાં અંતર્ભૂત ગુણો નથી, તે તો નામમાત્રના દેવ છે. જિનશાસનમાં તો શબ્દ,
ગુણ અને અર્થ ત્રણેય દૃષ્ટિએ મહાદેવ’ એવું દેવનામ સાર્થક છે.
થાય છે. નિષ્કલ પરમાત્મા બ્રહ્મ, શિવ, વિષ્ણુ વગેરે નામે ઓળખાય છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રિરત્ન દ્વારા મનુષ્ય દેવ બને છે, આત્મવિકાસની ત્રણ ક્રમિક અવસ્થાઓ સિદ્ધ કરે છે. બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા. હેમચંદ્રાચાર્યનાં સ્તોત્ર-કાવ્યોમાં આવું ઈશ્વર-સ્વરૂપ નિષ્પન્ન થયું છે.
હેમચંદ્રાચાર્યનું ‘મહાદેવસ્તોત્ર' કાવ્યદૃષ્ટિએ મૂલ્યવાન્ નથી, પરંતુ એમાં વૈશ્વિક દેવ (Universal God) કે વાસ્તવિક ‘શિવતત્ત્વ’ને સમજાવવા માટે જે ઉપક્રમ રચાયો છે, તે વિલક્ષણ છે. હેમચંદ્રાચાર્યની ‘મહાદેવ'ની વિભાવનામાં જૈનધર્મ, વૈદિક ધર્મ અને અન્ય કોઈપણ ધર્મના કે વૈશ્વિક ધર્મના વાસ્તવિક દેવતત્ત્વનો આદર્શ સ્પષ્ટ કરાયો છે; તેથી આવા ત્રિવિધ ધર્મની દૃષ્ટિએ આ સ્તોત્રનું અર્થઘટન કરી શકાય.
જિન શાસનનાં
‘મહાદેવસ્તોત્ર’માં કુલ ૪૪ શ્લોકમાં ‘મહાદેવ’નું વાસ્તવિક સ્વરૂપ પ્રતિપાદિત થયું છે. હેમચંદ્રાચાર્યની જૈનધર્મદર્શન પ્રત્યેની નિષ્ઠાનું દર્શન તેમનાં ‘અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા' અને ‘અન્યયોગવ્યવઐદદ્વાત્રિંશિકા' જેવા બે સ્તોત્રોમાં થાય છે. એમાં એકમાં સ્વજૈનધર્મના સિદ્ધાન્તોનું નિરૂપણ છે અને બીજામાં સ્વજૈનદર્શનથી ભિન્ન અન્ય દાર્શનિક સિદ્ધાંતોનું ખંડન થયું છે. આમ છતાં, તેઓ સ્તોત્રોમાં અનેક સ્થળે બિન– સાંપ્રદાયિક વ્યાપક દૃષ્ટિનો પણ પરિચય કરાવીને ધાર્મિક સામંજસ્ય સ્થાપવાનો આદર્શ પ્રસ્તુત કરી દે છે. અણહિલવાડ પાટણના રાજા કુમારપાલે ગુજરાતના પ્રસિદ્ધ શિવતીર્થ ‘સોમનાથ’માં શિવની સ્તુતિ કરવા જણાવ્યું ત્યારે હેમચંદ્રે ‘મહાદેવસ્તોત્ર’ રચ્યું. એવા ઉલ્લેખોમાં પણ એમની વ્યાપક ધર્મદૃષ્ટિ સૂચવાય છે.
Jain Education Intemational
‘મહાદેવસ્તોત્ર’માં પ્રશાન્ત, રાગદ્વેષમુક્ત, જિતેન્દ્રિય, નિર્મોહી, કામવિજયી, મહાજ્ઞાની, મહાયોગી જેવાં અનેક વિશેષણોનો પ્રયોગ કરીને હેમચંદ્રે જૈનમત પ્રમાણેનું વીતરાગ– દેવનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આવા લક્ષણો જેમાં રિતાર્થ નથી એવા અન્ય કોઈ દેવ ન હોઈ શકે, એવો પણ એનો ધ્વનિ છે; જેમ કે—
महत्त्वादीश्वरत्वाच्च यो महेश्वरतां गतः ।
रागद्वेषविनिर्मुक्तं वन्देऽहं तं महेश्वरम् ॥
शब्दमात्रो महादेवो लौकिकानां मते मतः ।
શબ્દતો ગુળતથૈવાડર્વતોઽપિ બિનશાસને (મહાદેવસ્તોત્ર, ૬)
વ્યાપક લોકસમૂહમાં યથાર્થ શિવતત્ત્વનો આદર્શ ખ્યાલ પ્રસ્થાપિત કરવો એ ‘મહાદેવસ્તોત્ર’ અને ‘વીતરાગસ્તોત્ર’ જેવી કૃતિઓનું મુખ્ય પ્રયોજન છે. દેવમાં તો અખિલ વિશ્વનું કલ્યાણ કરવાની ભાવના હોય; તેથી જ તે શિવ' કે ‘શંકર' કહેવાય છે : શિવો યમાન્તિન: પ્રોવત્ત: શંરશ્ન પ્રીતિતઃ 1 (મહાદેવસ્તોત્ર, ૫) અને તેથી જ જૈનધર્મ અને હિંદુધર્મની પરસ્પર વિરુદ્ધ એવી દેવ-ભાવનાનો ખ્યાલ આપીને અંતે તો હેમચંદ્રાચાર્ય ‘સાચા મહાદેવ કોણ કહેવાય' એ સંબંધી વ્યાપક વિભાવના પ્રગટ કરે છે :
For Private & Personal Use Only
www.jainelibrary.org