________________
ઝળહળતાં નક્ષત્રો.
૪૨૩
કે હેમચંદ્રાચાર્યનાં સ્ટોશોમાં ઈશ્વરની
વિભાવના અને સમીક્ષા
-પ્રો. ડો. મણિભાઈ ઇ. પ્રજાપતિ પૂર્વનિયામક, શંકરાચાર્ય ઇન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દ્વારકા. નિવૃત્તાવાર્ય, કાંકરેજ આર્ટ્સ-કોમર્સ કોલેજ, થરા
શ્રમણ-પરંપરામાં વૈદિક કે શ્રુતિ-પરંપરાની જેમ કોઈ સ્વતંત્ર દેવ કે ઈશ્વરની માન્યતા નથી. જૈન-દર્શન પ્રમાણે તો કર્મફળથી મુક્ત વીતરાગી તેમજ કેવળજ્ઞાની વ્યક્તિ જ પરમાત્મા કહેવાય. હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તોત્ર', વીતરાગસ્તવ' વગેરેમાં જૈનમતાનુસારી વીતરાગ-દેવોનું સ્વરૂપ બતાવ્યું છે. હેમચંદ્રાચાર્યની દૃષ્ટિએ જેના ભવરૂપી બીજના અંકુરો ઉત્પન કરનારા રાગાદિદોષ શમી ગયા હોય તે જ સાચા દેવ કે મહાદેવ છે. વળી એક જ બ્રહ્મના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ અંશ છે, એવા મતનું ખંડન પણ “મહાદેવસ્તોત્ર'માં થયું છે. જૈન-પરંપરા પ્રમાણે કર્મફલ-વિમુક્ત આત્મા જ સર્વાતિશાયી મહત્ત્વ ધરાવે છે, અન્ય કોઈ ઇન્દ્રાદિ દેવ નહીં. વૈદિક-શ્રમણ પરંપરાઓનો પરસ્પર પ્રભાવ પણ પડ્યો છે. વૈદિક ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો ખ્યાલ જૈનધર્મ સ્વીકાર્યો છે. પરંતુ એની વિભાવનામાં કેટલુંક પરિવર્તન કર્યું છે. હેમચંદ્રાચાર્યે પોતાનાં સ્તોત્રોમાં અનેક સ્થળે ઈશ્વરનાં જગકર્તુત્વાદિ કાર્યોનું ખંડન કરીને જિનેશ્વરની અલૌકિકતા પ્રતિપાદિત કરી છે.
આ લેખમાળા રજૂ કરનાર ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિનો જન્મ તા. ૧૮-૩-૧૯૩૮ના રોજ મુણુંદમાં (હાલ નિવાસ : મહેસાણા). સંસ્કૃતમાં એમ.એ., પીએચ.ડી.ની પદવી મેળવીને, આરંભમાં વતનની હાઈસ્કૂલમાં શિક્ષક અને તે પછી ક્રમશઃ મહેસાણાની કોલેજમાં વ્યાખ્યાતા, દ્વારકાની સંસ્કૃત એકેડેમી એન્ડ ઈન્ડો. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને નિયામક અને અંતે થરાની કોલેજમાં પ્રિન્સીપાલ એમ કુલ ૪૦ વર્ષની અધ્યાપકીય કારકિર્દી. તેમનાં સંસ્કૃત સ્તોત્ર-કાવ્ય : “ઉદ્ભવ-વિકાસ અને સ્વરૂપ”, “સ્વાધ્યાયસમિધા', “સ્વાધ્યાય મંજૂષા', “શિવતત્ત્વ-પંચામૃત' વગેરે કુલ ૨૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ષષ્ટિપૂર્તિસન્માનમાં તેમનો અભિનંદન ગ્રંથ 'contribution of Gujrat to Sanskrit Literature' નામે પ્રગટ થયેલો. ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી સંસ્કૃત સાહિત્યકાર તરીકેનો “ગૌરવ પુરસ્કાર', સરકારના રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી દ્વારા “શાસ્ત્ર ચૂડામણિ' એવોર્ડ વગેરે તેમને મળ્યા છે. હાલ તેઓ આનર્ત સંસ્કૃત-સંસ્કૃતિ સ્વાધ્યાય સંસ્થાન'ના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઈ સંશોધન-લેખ પ્રસ્તુત કર્યા છે. તેમના માર્ગદર્શન નીચે કુલ ૧૫ વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org