________________
ઝળહળતાં નક્ષત્રો
૨૯૫
૮ oળાવોનો સૌમ્ય સંદેશ
સચોટ સંકેત
-
શાસનહિતકામી : પ.પૂ. જયદર્શન વિજયજી મ.સા. (નેમિપ્રેમી)
RIBE:
કરી છે
આ સાથે પ્રકાશન પામી રહેલા ૨૮ (અઠ્ઠાવીસ) હિતવચનો વાર્તમાનિક પરિસ્થિતિના અચ્છા જાણકાર તથા જિનશાસનના અઠંગ રાગી મહાત્મા ૫.પૂ.
જયદર્શન વિજયજી તરફથી લોકસંદેશ જેવા
> છે. તેમના મત પ્રમાણે સર્વજ્ઞ ભગવાનના લોકોત્તર શાસનના પ્રભાવે જે જે પણ વ્યક્તિ કે વસ્તુમાં સુંદર તત્ત્વો દેખાય છે તેને પારખવાની કળા ખાસ વિકસાવવા જેવી છે.
ત્રણેય લોકના “સુ” તત્ત્વો સંયમીઓ કે સદાચારીઓના આચાર-વિચારની ઊંચાઈ થકી સર્જન પામેલા હોય છે. છતાંય ભગવાનની અનેકાંતિક આજ્ઞાનો ભાવાર્થ એવો છે કે સારા અને શ્રેષ્ઠ આચાર-વિચાર સ્વયં રાખવા-પાળવા પણ બળાત્કાર અન્ય ઉપર ન લાદવા. કોઈનેય પણ સત્ય માર્ગ દેખાડવો પણ પરાણે ધક્કો મારી વ્રત-નિયમના માર્ગે ફરજિયાત બંધારણમાં લઈ ન ચઢાવવા. કારણ કે દરેક જીવોની વિકાસદશા અને ગુણસ્થાનકમાં તરતમતા રહી અને રહેવાની. મરજીયાત ધાર્મિક સગવડો આપવાથી ધર્મષ ઘટતો જશે, પ્રતિપક્ષે ફરજિયાત ફરમાનો અને જકારાત્મક વલણોથી સામેવાળામાં અધર્મબુદ્ધિ વધી શકે છે. હઠાગ્રહથી મતાંતરો, જડતાવાદ અને વૈરીઓ ઉદ્ભવે છે. વેર-વિરોધ વધે, મૈત્રીભાવના ઘટે પછી તેના વંટોળો ઊભા કરનાર મોક્ષસાધકો ક્ષમાપના ભાવના ગુમાવી મુક્તિપુરીએ પહોંચી જ કેમ શકે? સંસાર પાર ઉતરવા તો સૌ સાથેના ત્રાણાનુબંધને પ્રથમ પૂરા કરવા પડે પછી જ વીતરાગદશા મળે.
અત્રે આ લેખમાંથી એવો સૂર વહે છે કે નાની-નજીવી બાબતોના કારણે નવનવા વિવાદો ન કરવા, સિદ્ધાંતોની વકાદારી માટે કડક કડ૫ જરૂર રાખવી, પણ કડવા બની અન્યોના ભાવો દુભાય કે શાસનની હિલનાઓ થાય તેવા વિચાર-વાણી કે વિલાસોથી બચતા રહેવું ખાસ જરૂરી છે.
કારણ કે નીતિશાસ્ત્ર પણ કહે છે કે “બે કરે લડાઈ અને ત્રીજો ખાય મલાઈ.” જે જિનશાસનની ગરિમા વિશ્વ સકળમાં વિલસિત થઈ શકે તેનું ગૌરવ પોતાના જ ગામ-નગર કે સંઘમાં હણવામાં નિમિત્ત બનનાર શ્રમણ કે શ્રાવક જિનશાસનની હાર્દિક સેવા કેવી રીતે કરી શકે?
આ લેખ બહુ જ ઓછામાં જાજેરું માર્ગદર્શન આપતો મહત્ત્વના નિર્દેશો કરી રહ્યો છે. કારણ કે શાસનનું એક મહત્ત્વપૂર્ણ વાક્ય છે –“પરસ્પરોપગ્રહનીવાના” આ પૂર્વેના “વિશ્વ અજાયબી જેન શ્રમણ’ ગ્રંથની અમુક નકલો તો ખાસ ગુજરાત સરકારે પણ મંગાવીને વિતરણ કરી છે અને અમુક પાઠ્યક્રમમાં પણ માનવંતુ સ્થાન આપ્યું છે.
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org