________________
ઝળહળતાં નક્ષત્રો
પલટાઈ ગયો અને બધોય વારસો તેમના વારસદારોને મળી ગયેલ.
(D) મોહનદાસ કરમચંદ ગાંધી હિન્દુસ્તાન જ નહિ પણ વિદેશોમાં પણ મહાત્મા ગાંધીના નામે ખ્યાતિ-પ્રખ્યાતિ પામ્યા તેના મૂળ કારણમાં જૈન મુનિવર પાસેથી લીધેલ ત્રણ પ્રતિજ્ઞાઓ અને સત્ય અને અહિંસાના બેવડા આધારથી જીવનમાં સ્વીકારેલ પાપવિરમણ પ્રતિજ્ઞાઓ.
પાપનો પરિહર્તા પંડિત છે અને પાપોમાં રાચતો-માચતો જીવ બાળક છે. કહ્યું પણ છે કે વાલે પાવેર્દિ મિન્નતિા વર્તમાનમાં વધી રહેલ ઉદ્ભટ વેશ, પાપસાધનો, હોટલ પદાર્થો, સ્ત્રી-સ્વાતંત્ર્યના નામે ચાલતી છૂટછાટ પ્રવૃત્તિઓ તે બધાયથી પીછેહટ કરનાર મહાન બની શકે.
(૧૯) પ્રભુભક્તિ યોગ (HYMN OF GODVIRTUES) :—દુષ્કર-દુષ્કર ગણાતી બ્રહ્મચર્યવ્રત સાધના પરમાત્માની વિવિધ પ્રકારી ભક્તિ, પૂજા, ઉપાસના, આશાતના નિવારણ, આજ્ઞાપાલન વગેરેથી સરળ બની જાય છે. જિનાલય, જિનબિંબ, તીર્થયાત્રા અને વિવિધ પ્રકારી પૂજાવિધાનો પાછળના રહસ્ય છે, આત્માને પરમાત્મા બનાવવાનો પુરુષાર્થ.
(A) શ્રીલંકાના અધિપતિએ મોહના આવેશમાં સીતાનું અપહરણ જરૂર કર્યું, પણ તે અનાચાર સુધી ન ગયો કારણમાં રાવણ પાસે જબ્બર પરમાત્મા ભક્તિ હતી. પોતાના ઘરમંદિરના ભગવાન પાસે પોતાની વિષયસંજ્ઞા વિરૂદ્ધ રડનારો તેનો આત્મા મોહોદય વખતે પણ ભગવદ્ભક્તિ પ્રભાવે જાગ્રત હતો.
(B) રાજગૃહી નિવાસી મહાશતક શ્રાવકને રેવતી વગેરે ૧૩ પત્નીઓ હતી. તેમાં એકલી રેવતીએ જ બાર સપત્નીઓની ગુપ્ત હત્યા કરી હતી અને બીજી તરફ શ્રાવકશ્રેષ્ઠ મહાશતક બ્રહ્મચર્યવ્રતનિષ્ઠ હોવાથી ભગવાન મહાવીરના પરમ ઉપાસક બની દેવલોકે ગયા છે, રેવતી નરક ગતિમાં.
(C) સંત તુકારામ પાસે વિઠોબાની ભફ્તિ હતી તેથી કજિયાખોર પત્ની પાસે હોવા છતાંય તેઓ સ્વસાધના ટકાવી શક્યા, તેમ મીરાંબાઈ પાસે કૃષ્ણભક્તિ પારાવાર હતી તેથી તેઓ પોતાની પરમબ્રહ્મ સાધનામાં વિચિત્ર ઉપદ્રવો વચ્ચે પણ સફળ બન્યા હતા.
(D) દરરોજ દસ-પંદર મિનિટ સુધી ઈશ્વરનું ધ્યાન
Jain Education International
૩૧૫
મંદિર જઈને કરવાની પ્રતિજ્ઞા દેનાર ઉપકારી માતાને કારણે એક દિવસ બહારવટિયા નામદેવનું મન પલટાઈ ગયેલ. તેના પ્રહારથી વિધવા બનેલ એક બાઈને તે જ મંદિરમાં કલ્પાંત કરતી દેખી, તેણે જીવનભર માટે તલવાર છોડી. તે જ બન્યા સંત નામદેવ.
પરમાત્મભક્તિમાં ઓતપ્રોત બનનારનું વીર્ય ઉર્ગીકરણ પામે છે. સત્તસંપવાવાય નિનવત્ત: બિનસેવા ચા અને હંમેશ માટે ધ્યાનમાં રાખવું કે પરમાત્માની ભક્તિ એ તો આત્મશુદ્ધિથી લઈ મુક્તિ સુધી લઈ જનાર સાવ સરળ માર્ગ છે અને વીતરાગી પ્રભુ ભગવાન છે.
(૨૦) ભોગાવલિ કર્મની પરિભાષા (DEFINATION OF PLEASURE KARMAS) :—પૂર્વજન્મમાં આપેલ દાન, અન્ન-પાન કે વૈયાવચ્ચ વગેરે ગુણોથી ભોગાવલિ કર્મ ઉત્પન્ન થાય છે. પછીના ભવમાં તે કર્મ ઉદયમાં આવે ત્યારે ભોગો અપેક્ષા વગર પણ સામેથી આવે. તેને મેળવવા મહેનત મજૂરી કરવી ન પડે અને વધારામાં મળેલ ભોગસુખો વચ્ચે પણ જીવ વૈરાગી રહે.
(A) માતા–પિતા વિનાનો અનાથ નંદિષેણ મામાને ત્યાં મોટો થયો, પણ બેડોળ કાયાને કારણે અને મામાની દીકરીઓના તિરસ્કારને કારણે દીક્ષિત થયો. પાંચ હજાર બસો વરસો સુધી ઉગ્ર તપ તપીને પણ નિયાણું અંત સમયે કર્યું, જેના કારણે બીજા ભવમાં દેવલોકગમન પછી અનેક સ્ત્રીઓના ભર્તાર વસુદેવ બન્યા, પણ સંયમ ગયું.
(B) પૂર્વભવમાં પાંચ-પાંચસો સાધુ મહાત્માની ગોચરી લાવી આપી ભક્તિ કરનાર બાહુમુનિએ જે કર્મો ઉત્પન કર્યા તેથી તે ભરત ચક્રી બન્યા. અનેક સ્ત્રીઓનો પરિવાર હતો, છતાંય સ્વદ્વારા સંતોષવ્રતવાળા માહણો પાસેથી દરરોજ બોધ ગ્રહણ કરી અંતરથી વિરક્ત રહેતા હતા તેથી દીક્ષા પૂર્વે જ કેવળી બની ગયેલ.
(C) સંભૂતિ મુનિએ ઉગ્રતપ સાધીને અનેકોને આકર્ષ્યા હતા તેથી સ્વયં સનત ચક્રી પણ તેમની પટ્ટરાણી સુનંદા સાથે વંદનાર્થે આવ્યા હતા પણ સુનંદાના વાળની લટના સ્પર્શમાત્રમાં તપના ફળરૂપે તેવી સ્ત્રીનો સંગ ઇન્ક્યો. બીજા ભવમાં ભોગકર્મ ઉત્પન્ન થયાં પણ મરણ પછી જીવ નરકે ગયો.
(D) નવપદજીની સમ્યક્ આરાધના કરી રહેલ રાજારાણીની ભાવઅનુમોદના કરનાર રાણીની સખીઓએ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org