________________
ઝળહળતાં નક્ષત્રો
ગમન કરવા માંડે એટલે ચોક્કસ ચાર ઉપવાસનું ફળ મળે; ચાલતાં ચાલતાં પાંચ ઉપવાસનું ફળ; ગમનના અર્ધ રસ્તા પર આવે ત્યારે પંદર ઉપવાસનું ફળ; ભગવાનના જિનાલયના દર્શનથી એક વરસના ઉપવાસનું ફળ; જિનભવનમાં ત્રણ પ્રદક્ષિણા દેવાથી એક સો વરસના ઉપવાસનો લાભ; ભગવંતના દર્શન કરવાથી ૧૦૦૦ વર્ષના ઉપવાસ અને દેવવંદન-ચૈત્યવંદન સ્વરૂપ વંદન કરવાથી અનંતપુણ્ય જીવ પામે છે.
★
⭑
તળાવ આખું જળથી ભર્યું છે છતાં કાગડો ઘડાનું પાણી પીવે છે; પોતાને પોતાની પરણેલી સ્ત્રી સ્વાધીન હોવા છતાં નીચ માણસ પરદારામાં લમ્પટ બને છે જે પાપ સાત વખત સાતમી નારકીમાં લઈ જાય છે.
આ રહ્યા મનુષ્યજન્મરૂપી સુંદર ગુણ વૃક્ષના મધુરા ફળો —જિનેન્દ્રપૂજા', ગુરુવર્યની પર્વપાસના, જીવો પર અનુકમ્પા, શુભપાત્રમાં દાન, ગુણાનુરાગ', આગમવચન સાંભળવાનો રાગ.
⭑
જિનવચનથી જાણકાર બનેલા, શ્રી જિનધર્મની આરાધના માટે સાવધાન બનેલા ભવ્યોએ આ છ ફળો દ્વારા જન્મને સફળ કરવો જોઈએ.
*પ્રણિધાને સદ્ગતિ હોય તો પછી પૂજાથી કેમ ન હોય? હોય જ. સિન્ધુવારના પુષ્પો લાવી જિનેશ્વરની પૂજાના ધ્યાનયોગથી કાષ્ટના ભારાવાળી ડોસી મરીને મહર્દિક દેવ બની, અલ્પકાળમાં ક્ષીણકર્મા બની મોક્ષમાં જશે.
* તમારે સંસારનો પ્રચાર અટકાવી દેવો છે? તો જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા પાંચ ‘પ’કારની આરાધના કરો (જિનવરની પૂજા ત્રણ સંધ્યાએ –પચ્ચક્ખાણ – પ્રતિક્રમણ –પૌષધ -પરોપકાર
पूआ पच्चक्खाणं पडिक्कमणं पोसहो परुवयारो । पञ्च पयारा जस्स उ न पयारो तस्स ससारे ॥
અડધા શ્લોકથી શાસ્ત્રનો સાર બતાવે છે :—
પરોપકાર કરવાથી પુણ્યનો બંધ થાય છે. બીજાને પીડા-ત્રાસ આપવાથી પાપ બંધાય છે. परोपकारः पुण्याय पापाय परपीडनम्
* સ્તોત્ર એટલે જિનેશ્વર ભગવાનના સુંદર ગુણનું વર્ણન કરતાં સ્તવન, સ્તુતિ, રાસ, ગીતગાન આદિ.
Jain Education International
૩૨૩
જપ એટલે શ્રી જિનેશ્વરના નામને નમસ્કાર, એમના સ્મરણ વગેરે સ્વરૂપ |
ધ્યાન = સમભાવનું આલંબન લઈને અક્ષર ઉચ્ચાર રહિત શ્રી જિનેશ્વરના ગુણ આદિની વિચારણા
= મનને મોહ-માન-મદ-માયા ગૃહકાર્યની વિચારણા વગરનું બનાવી જિનેશ્વરને વિશે એકાગ્ર સંસ્થાપન....જિનેશ્વરની પૂજા કરોડ વાર કરો અને જે પુણ્ય મળે તેટલું પુણ્ય સ્તોત્રથી થાય, કરોડ વખત સ્તવનસ્તોત્ર કરવાથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય જપથી મળે; કરોડ જપના પુણ્ય જેટલું પુણ્ય ધ્યાનથી મળે; કરોડ ધ્યાનથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય લયથી મળે.....કહ્યું છે
લય
કે
:
पूजा कोटिसमं स्तोत्रं स्तोत्रकोटि समो जपः । जपः कोटि समं ध्यानं ध्यान कोटिसमो लयः ॥
મન્ત્ર–દેવ-ગુરુ-તીર્થ-નિમિત્તિયો, સ્વપ્ન, ઔષધમાં આરાધકને જેવી ભાવના હોય તેવી સિદ્ધિ મળે છે. यादृशी भावना तादृशी सिद्धिः । જિનપૂજાથી શું મળે?
જિનેશ્વર દેવની દ્રવ્ય અને ભાવપૂજા કરવાથી દેવ-દાનવમાનવથી થતા ઉપસર્ગો નાશ પામે છે. જેમ કે (૧) પૂર્વ ભવની હેરાનગતિથી ક્રોધિત થયેલા તૈપાયન અસુરે દ્વારકાનો નાશ કરવાનો જબ્બર પ્રયત્ન કર્યો છતાં ભગવાનશ્રી નેમિનાથના ઉપદેશથી નગરજનોએ સ્થાને-સ્થાને જિનપૂજા, સ્નાત્ર, આયંબિલ, અમારી પ્રવર્તન વગેરે દ્રવ્ય-ભાવરૂપ શ્રી જિનેશ્વરની પૂજાથી પ્રાપ્ત થયેલ અમાપ પુણ્યથી અસુર દ્વારા દ્વારિકા નગરીનો નાશ કરી શકાયો નહિ, બાર વર્ષ બાદ લોકોએ આ પૂજા છોડી દીધી એટલે દ્વારિકાનગરીનો નાશ એ કરી શક્યો. (૨) શ્રી શાંતિનાથ ભગવાન ગર્ભમાં હતા ત્યારે એમના રત્નકુક્ષિ માતા અચિરાદેવીના સ્નાનના પાણીનો છંટકાવ કરવાથી મરકીનો રોગ ઉપશમને પામ્યો. (૩) આજના કાળે પણ શ્રી જિનેશ્વરના વિધિપૂર્વક કરાતા ૧૦૮ સ્નાત્રથી ભૂતપ્રેત શાકિની વગેરેના ઉપદ્રવો નાશ પામે છે તથા જિનેશ્વરની પ્રદીપાદિથી કરાતી પૂજાના પુણ્યપ્રભાવે લાભાંતરાય, ચોર, ધાડ, લુંટારા, કટકનો ભય વગેરે સ્વરૂપ વિઘ્નની વેલડીઓ ક્ષય પામે છે અને ચપળ એવું મન જિનેશ્વર દેવના શુભધ્યાનના પ્રભાવે દોર્મનસ્ય-ઉચ્ચાટન આદિ આધિના અભાવવાળું બની સુપ્રસન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org