________________
૩૯૦
(૬) દુષ્કૃતગર્હા-સુકૃત અનુમોદના અને ચારશરણાં ગ્રહણ કરવા માટે પણ “નમો અરિહંતાણં” પદની ભાવોપાસના ખાસ જરૂરી છે. હું અન્ય જીવોની વિરાધના-આશાતનાને હિંસાના અપરાધો કરી કરી ગુનેગાર બનેલ છું, અન્ય સૌ મારા પરમોપકારી છે. આવી ભાવના જાગૃત થયા પછી જ પોતાના અપરાધની દુષ્કૃતગર્હા જાગે છે. અને પરના ઉપકારની સમૃતિ થતાં જ સુકૃત અનુમોદના થવા લાગે છે. આમ પાપ પ્રતિઘાતરૂપી દુષ્કૃતગર્હા કરી ગુણબીજાધાન રૂપી સુકૃત અનુમોદના થતાં જીવ ચાર શરણા ગ્રહણ કરી સત્ત્વશાળી બનવા યોગ્ય બને છે.
પોતાના દોષોના દર્શન થતાં જ જીવ નમોપદ દ્વારા નમ બની ઝૂકવા લાગે છે. અરિહં પદના જાપ દ્વારા ગુણોત્તમ-પુરુષોત્તમ એવા અરિહંતોની ગુણાનુમોદના કરવા લાગે છે. આમ થતાં તાણં પદ જે કે શરણગમન માટે ઓળખાય છે તે શરણગ્રહણ થાય છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી દુષ્કૃતગર્હા નથી, જ્યાં સુધી દ્વેષ છે ત્યાં સુધી પરના સુકૃત્યોની અનુમોદના નથી. તો પછી
ચારશરણા ગ્રહણ કરી જ કેમ શકાય ? શરણા વગર જીવ મોક્ષગમન માટે યોગ્યતા પ્રાપ્ત નથી કરી શકતો. આમ નમો=દુષ્કૃતગાં, અરિહં=સુકૃત અનુમોદના, તાણં=ચાર શરણાનું સૂચન કરે છે.
(૭) પરોપકાર, કૃતજ્ઞતા સ્વીકાર અને આત્મોપકારનો ક્રમ પણ નમો અરિહંતાણં' પદથી સંપ્રાપ્ત થાય છે. જીવને જેમ જેમ સ્વદોષ દર્શન થાય અને પોતા દ્વારા થયેલ થઈ રહેલ અપકારો દેખાવા લાગે તેમ તેમ અપકાર બુદ્ધિ નાશ થતાં પરોપકાર બુદ્ધિ જાગે અને જેમ નમ્ર ભાવે પરોપકાર કાર્ય થવા લાગે તેમ તેમ અત્યંત પરોપકારી અરિહંતાદિનો પોતા ઉપર રહેલ ઉપકાર સમૃતિમાં આવતા તેમની કૃતજ્ઞતાનો
Jain Education International
(૮)
(૯)
જિન શાસનનાં સ્વીકાર સહજમાં થવા લાગે અને તે પછી તરત તેમના શરણગમન દ્વારા જીવાત્મા સ્વયંનું હિત સાધવા લાગે છે, જેને આત્મોપકાર કહી શકાય છે, આમ નમો=પરાર્થવૃત્તિ, અરિહં=કૃતજ્ઞતા સ્વીકાર અને તાણં=આત્મકલ્યાણનો ભાવાર્થ જાણવો.
આશય, ચિત્ત અને આત્મશુદ્ધિ માટે પણ નમસ્કાર મહામંત્રના પ્રથમ પદનો જાપ અત્યંત ઉપકારી છે. નમો પદ ત્યારે જ ભાવવાચક બને છે જ્યારે આત્મામાં શુભાશય જાગે. દુષ્ટાશયો નાશ પામે. ઉદ્દેશ્યો પ્રશસ્ત બનતાં નમો પદ આશય શુદ્ધિ દ્વારા બોલાય છે, ને તે જ પદ વારંવાર બોલાતાં ચિતશુદ્ધિ પણ થવા લાગે છે. જેથી કર્મોનો સંવર થાય છે અને સતત કર્મોનો અનાશ્રવ વધુ ચિત્તની શુદ્ધિ લાવી અંતે આત્મશુદ્ધિ પણ પ્રગટ થાય છે. નમો=આશય શુદ્ધિ દ્વારા પ્રાપ્ત ભાવ, અરિહં=ચિત્ત શુદ્ધિ દ્વારા સંપ્રાપ્ત દેવાધિદેવની ભક્તિ, તાણં=આત્મ-શુદ્ધિ દ્વારા પ્રાપ્ત શરણ સ્વીકાર.
જ્યારે નમો પદનો ભાવ સાર્થક બને છે ત્યારે કષાય મુક્તિ થવા લાગે છે. તેમ અરિહં પદની સાર્થકતા થતાં વિષય મુક્તિનો અનુભવ થાય છે અને તાણું પદ દ્વારા સંસાર મુક્તિની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. આમ, નમો=કષાયમુક્તિ, અરિહં=વિષયમુક્તિ, તાણં=સંસાર મુક્તિનું કારણ બને છે.
ફક્ત “નમો અરિહંતાણં' પદના જાપથી મનોગુપ્તિ કેળવાય છે, કારણ કે જાપકને કલ્પના જાળથી મુક્તિ મળતાં, સમતાની સ્થિતિ સંપ્રાપ્ત થાય છે. જેથી આત્મ પરિણતિ ખીલવા લાગે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org