________________
ઝળહળતાં નક્ષત્રો
“સમવસરણમાં સર્વજ્ઞ ભગવંત શ્રી મહાવીરવર્ધમાનદેવે સુલસાના દૃઢ સમ્યગ્દર્શનની જે પ્રશંસા કરી હતી તે ખરેખર ખૂબ જ યોગ્ય હતી. ખરે જ! સુલસાના નિશ્ચલ સમ્યગ્દર્શનના નિર્મળ દર્શન કરાવી ભગવાન શ્રી મહાવીરદેવે મારા ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે. મારામાં જૈન ધર્મનીસમ્યગ્દર્શનની સ્થિરતા–નિશ્ચળતા લાવવા જ પ્રભુએ આવું કર્યું હતું. ધન્ય દેવાધિદેવ!" અંબડનું મન અધિક સુંદર ગુણ પ્રાપ્તિથી નાચી ઊઠ્યું.
સતત ચાર-ચાર દિવસ સુધી સુલસાના સમ્યગ્દર્શનને ચલાયમાન કરવામાં નિષ્ફળ ગયેલ અંબડે હવે પરિવ્રાજકનો વેશ ત્યાગ કરી નિર્મલ શ્રાવકપણું સ્વીકારી, શ્રાવક-ઉચિત પૂજાનો વેશ પહેર્યો. માયારહિત બની એ સુલસાના ગૃહમાં રહેલ જિનમંદિરમાં જિનેન્દ્ર પૂજા કરવા ગયો. અતિથિ સત્કાર લાલસાવાળી સુલસાએ સાધર્મિક બંધુ અંબડની સુંદર વચનોપૂર્વક ખૂબ સુંદર સેવા કરી. માતા જેમ પુત્રના પગ ધોવે તેમ તેણીએ, દાસીઓનો તેમ કરવા આગ્રહ છતાં, જાતે જ અંબડના પગોનું પ્રક્ષાલન કર્યું. સુલસાની સાધર્મિક ભક્તિથી અધિક ભાવિત બનેલ અંબડે સુલસાના જૈનધર્મમાં અતૂટ શ્રદ્ધાવિવેક–અદ્ભુત સુંદર ગુણોના ભરપેટ વખાણ કર્યાં અને પછીથી ઉમેર્યું, “ધર્મભગિની સુલસા! ચોવીશમાં જિનપતિ શ્રી વર્ધમાનસ્વામી–મહાવીરસ્વામીએ દેવેન્દ્ર-દાનવેન્દ્ર અને નરેન્દ્રની સભામાં તારી પ્રશંસા કરી છે અને મારા મુખ દ્વારા તને “ધર્મલાભ!” આશિષ પાઠવી છે.''
મેઘગર્જનાના શ્રવણથી વનની મોરલી નાચી ઊઠે–ઝૂમી ઊઠે તેમ સુલસા આ શબ્દો સાંભળી આનંદિવભોર બની ગઈ. પુલકિતાંગી તેણીએ ખૂબ સુંદર શબ્દોમાં ઉપકારી શ્રી મહાવીરદેવની આદરપૂર્વક સ્તુતિ કરી, અને ત્યાં રહે છતે જ ચંપાનગરીની દિશામાં ભગવાનશ્રીને વંદન-નમસ્કાર કર્યા.
નિર્મળ સમકિતના ૬૭-સડસઠ બોલો પૈકી ત્રણ બોલો
છે શુદ્ધિના તે જેમ કે મનશુદ્ધિ-વચનશુદ્ધિ-કાયશુદ્ધિ......આ વચનશુદ્ધિ આ પ્રમાણે છે
:
જિનભક્તે જે નવિ થયું તે બીજાથી નવિ થાય, એવું જે મુખે બોલીએ તે વચનશુદ્ધિ કહેવાય રે ચતુર વિચારો ચિત્તમાં
મારા પાપકર્મોના ઉદયથી મને આપત્તિ–પીડા-દુઃખ અધૂરાશ આવે......આને દૂર કરવાનો રામબાણ ઇલાજ છે,
Jain Education Intemational
૪૦૫
જિનવચનની આરાધના........આવી જિનવચનની આરાધનાસ્વરૂપ જિનભક્તિ કરવા છતાં પણ તે ખંધા-ભારે પાપકર્મના ફળમાંથી નિવૃત્તિ-છૂટકારો ન મળે તો આ સિવાય આનાથી બીજો કોઈ ઉપાય ઉચ્ચતર છે જ નહીં કે જે આવો છૂટકારો કરી શકે. આવો જે વચન–ઉચ્ચાર એ જ સકતીની વચનશુદ્ધિ છે........
સુલસાના અડગ–નિર્મળ-દેઢ સમકિતના સાક્ષાત્ દર્શનથી અંબડ સમ્યગ્દર્શનની સ્થિરતા પામ્યો, સુલસાની રજા મેળવી એ પોતાના સ્થાને ગયો.
જિનભક્તિપ્રિય મહાસમકિતી
મહાશ્રાવિકા-મહાસતી સુલસા
મહાશીલવતી-સમકિતવતી સુલસા શ્રાવિકા પ્રભુશ્રી વર્ધમાન-મહાવીરસ્વામીના દર્શને આનંદ-વિભોર બનીને જાણે લલકારે છે.
શ્રી મહાવીર-વર્ધમાનસ્વામીજીની સ્તવના નારે પ્રભુ નહિ માનું, નહિ માનું અવરની આણ; માહરે તાહરું વચન પ્રમાણ, નારે પ્રભુ.....
હરિ હરાદિક દેવ અનેરા, તે દીઠા જગ માંય ભામિની ભ્રમર ભ્રકૃટિએ ભૂલ્યા, તે મુજને ન સુહાય...ના રે..૧
For Private & Personal Use Only
www.jainelibrary.org