________________
ઝળહળતાં નક્ષત્રો
૪૦૯
જળવચળ શ્રવણથી જીવળ–રિવર્તન
નાટિકા રચયિત્રી : સાધ્વીજી પ.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા.
જિનવાણીનું પાણી જ્યારે બારગુણધારી જીવંત જિનેશ્વરોના મુખ-મહાગિરિથી વહેવા લાગે, ત્યારે પત્થરદિલ પણ પીગળવા લાગે. પાવનકારી પ્રભુદેશનાનાં પ્રકર્ષ-પ્રભાવે જ તો કામીઓ નામી સંત થઈ ગયા, ખૂની મુનિ થઈ ગયા, ચોરો ચારિત્રવાન થઈ ગયા કે શ્રેષ્ઠિઓ પણ શ્રેષ્ઠતા પામી ગયા તેવા ઐતિહાસિક પુણ્યવંતા પાત્રોમાંથી આ પ્રસિદ્ધ પ્રસંગ છે ભગવાન મહાવીરના સમકાલીન થયેલ રોહિણેય તસ્કરનો.
તે ઘટનાને નાટકીય શૈલીમાં રજૂ કરી અમારા આ છેલ્લા ગ્રંથમાં એક નમૂના રૂપે નૂતન લેખ પાઠવી રહ્યા છે, તપસ્વિની તથા મેઘાવી સાધ્વી પ.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા. જેઓ સ્વ. ભુવનભાનુસૂરિજી સમુદાયના પ્રવર્તિની સાધ્વી પ.પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા છે તથા પર્યાય સ્થવિરા પણ બન્યા
છે.
સાંસારિક અવસ્થામાં તેઓ વિશિષ્ટ JAIN DRAMA ARTIST પણ હતા તથા જ્યારે કલાકાર રૂપે DRAMA STAGE ઉપર ઉતરતાં ત્યારે સાવ સચોટ ભાવનામય અભિનયથી પ્રેક્ષકોની તાલીઓના ગડગડાટ સાથે ઇનામો મેળવતા હતા. બેંગલોર મુકામે તેમના સ્વરચિત નાટકો અનેકવાર ભજવાતા હતા, તેમાંય દેવનહલ્લી વિસ્તારમાં કેન્દ્ર અને આંધ્ર સરકારના સંયુક્ત નિર્ણયથી જ્યારે એક જંગી કતલખાનું પડવાની યોજના બેંગ્લોર નિકટના ક્ષેત્ર માટે તૈયાર થઈ હતી ત્યારે તે હિંસાચાર બંધ કરાવવા સ્વ. રઘુનાથમલજી નામના અહિંસાપ્રેમી જૈન શ્રાવકે બોલાવેલ અહિંસા સમેલન સમયે JOINT SECRETARY પદ સ્વીકારી હિંસાનિવારણ અભિયાન ચલાવી રહેલ પોતાના સાંસારિક પતિદેવના સમર્પિત સહાયિકા બની ઉપરા-ઉપરી ત્રણ દિવસ નાટકો ભજવીને જૈન અને જૈનેતર અનેકોને SLAUTER-HOUSE વિરુદ્ધ જાગૃત કર્યા હતા.
અનેક યુવા કાર્યકરોને મળેલ ગુરૂભગવંતોના અંતરના આશીર્વાદના કારણે કર્ણાટક સરકારને પણ કતલખાનાનો વિચાર DROP કરી દેવો પડેલ અને આજે તો તે જ વિસ્તારમાં સ્વ. સ્યુલિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પાવનકારી માર્ગદર્શનથી અનેક જિનાલયો સર્જન પામી ગયા છે. જે સત્ય હકીકતો દર્શનાર્થીઓ માટે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.
0.000000
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org