________________
ઝળહળતાં નક્ષત્રો
વેશ્યાના પ્રસંગથી એને ચારિત્ર છોડવું પડ્યું. અહીં વેશ્યાના ઘરમાં પણ એણે રોજ દશ-દશ વ્યક્તિને ભગવાનના માર્ગે ચડાવ્યા પછી જ ભોજન કરવાની પ્રતિજ્ઞા કરવાનું જબ્બર આત્મવીર્ય ફોરવ્યું. આ સમ્યગ્દર્શનપ્રયુક્ત આત્મવીર્યે એના ચારિત્ર–મોહનીય કર્મને પછીથી ભગાડી દીધું એ પુનઃ મનગમતા ચારિત્રને પામ્યા.
હા! આપણી પાસે આત્મવીર્યની જબ્બર તાકાત છે. આપણે એના આધારે જ અત્યારે કર્મની સામે ઝઝૂમવાનું છે. બળવાન પણ કર્મ આનાથી તૂટશે. નિકાચિત એવા કર્મ કદાચ નહીં તૂટે તો પણ એ અશુભકર્મના અનુબંધનો તો તૂટશે જ. વળી આ કર્મના ઉદય વખતે પણ શાંતિ-સમાધિ-પ્રસન્નતાઆત્મિક આનંદ બની રહેશે. નવા અશુભ કર્મ નહીં બંધાય. ભગવાનશ્રી ઋષભદેવને આ કર્મસત્તા એ ૪૦૦-૪૦૦ દિવસ સુધી નિર્દોષ આહાર મળવા દીધો નથી–ઉપવાસી રાખ્યા છે પણ પ્રભુએ આવી પરિસ્થિતિમાં પણ “તપોવૃદ્ધિ”ની કમાણી સમજી સમાધિભાવ-પ્રસન્નતા ભાવ ટકાવી રાખેલો. કર્મસત્તા પર જીત મેળવવા આપણે પણ આવું જ કરવાનું છે. માત્ર રોદણાં રોવાથી જીવનની બાજી જીતાતી નથી.
હવે ટૂંકમાં સમ્યક્ત્વને ઓળખીએ–એના મહત્ત્વને જાણીએ :
જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા અને મોક્ષ આ નવપદાર્થો જ સારભૂત કહેવાયેલા છે. તેથી તેની તે પ્રકારે ભાવપૂર્વક શ્રદ્ધા અને પ્રરૂપણા કરનારમાં સમિત હોય છે.
સમકિત વગરના જીવોમાં સમ્યજ્ઞાન ન હોય, સમ્યક્ ચારિત્ર ન હોય, એમનો મોક્ષ કદાપિ ન થાય. (દ્રવ્ય) ચારિત્ર વિના જીવો સિદ્ધ થઈ શકે છે, પણ સમ્યગ્દર્શન વિનાનાનો મોક્ષ તો નહી જ. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાને ભ્રષ્ટ કહેવાય છે. સમ્યક્ત્વ પામીને ભવ્ય જીવો પરમાનંદસ્વરૂપ મોક્ષને અવશ્ય મેળવે છે. નિર્મળ સમ્યક્ત્વવાળા આત્માઓ સર્વવિરતિ વગરના હોય તો પણ તીર્થંકરનામ કર્મ ઉપાર્જન કરી શકે છે, જેમ કે શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા, સુલસા, રાવણ વગેરે. સમકિતી જીવ કદાચ કંઈક પાપ આચરે તો પણ તેને કર્મનો બંધ થોડોક જ થાય છે, કારણ કે આવો આત્મા પાપ કાર્ય નિર્દયપણે કરતો નથી. જેના ઘરના આંગણે સાધર્મિક આવે અને જો તેના ઉપર સ્નેહ-લાગણી ન થાય તો તે
Jain Education International
લાગણીહીન પ્રાણીમાં સમકિતનો સંદેહ સમજવો. જે પ્રાણી સમ્યગ્દર્શનવાળા સાધર્મિકને ક્રોધથી પ્રહાર કરે છે, તે કૃપારહિતપ્રાણી ત્રિભુવનભાનુ–ત્રણલોકના બન્ધુ અરિહંત ભગવંતની આશાતનાનું પાપ ઉપાર્જન કરે છે. સમિકતની ચાર સદ્દહણા પણ સમજી લેવા જેવી છે. (૧) પરમાર્થ સંસ્તવ = જીવ–અજીવ આદિ નવતત્ત્વો (પરમ અર્થ)નો પરિચય અર્થાત્ હાર્દિક શ્રદ્ધાવાળો અભ્યાસ (૨) આવા પરમાર્થના જ્ઞાનવાળા સાધુજનોની સેવા (૩) વ્યાપન્નવર્જન = સમ્યગ્દર્શન ગુમાવી બેઠેલા કુગુરુનો ત્યાગ અને (૪) મિથ્યાર્દષ્ટિ કુગુરુના સંગનો ત્યાગ. આ સમકિતરત્ન નાશ પામે છે. (૧) દેવદ્રવ્યનો ઉપભોગ–નાશ કરવાથી (૨) સાધુ-મુનિની હત્યા કરવાથી (૩) સાધુ-સાધ્વીના બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરવાથી (૪) જિનશાસનની અવહેલના થાય તેવા કાર્યોથી. માયા છળપ્રપંચ-કપટ એ મૃત્યુના સ્થાન સમાન દુર્ગતિપ્રદ છે અને સરળતા શિવસુખનું કારણ છે. સાચામાં સમકિત છે, માયામાં મિથ્યાત્વ છે. જિન આગમ વિરુદ્ધ બોલનારને– જિનાગમના મનઘડંત અર્થો કરનારને ઉત્સૂત્ર ભાષી કહેવાય. એમનામાં સમ્યગ્ દર્શન હોય નહીં, આવેલું હોય તો ટકે નહીં ચાલ્યું જાય.
=
૪૦g
સમ્યક્ત્વના પાંચ લક્ષણ છે : શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય.
(૧) શમ અર્થાત્ પ્રશમ એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયથી થતી રાગદ્વેષાદિ કષાયોના આવેશની શાંતિ.
(૨) સંવેગ એટલે દેવતાઈ સુખ પણ દુઃખરૂપ સમજી એની
ઝંખના છોડી, એકમાત્ર મોક્ષ અને મોક્ષસાધનાભૂત ધર્મ માટે જ તીવ્ર તાલાવેલી, તીવ્ર અભિલાષા થાય તે. એમ સુદેવ-સુગુરુ ઉપર પણ તીવ્ર અનુરાગ થાય તેને પણ સંવેગ કહેવાય.
(૩) નિર્વેદ એટલે સંસાર દુઃખભર્યો માટે નરકાગારરૂપ
અને પાપની પરાધીનતાભર્યો માટે કારાગારરૂપ લાગે અને એના પ્રત્યે ઉદ્વેગ થાય, કંટાળો આવે.
(૪) અનુકંપા શક્યતાનુસાર દુ:ખીના દુ:ખ ટાળવાની દયા અને બાકી પ્રત્યે પણ દિલમાં આર્દ્રતા. દુ:ખી બે જાતના (૧) દ્રવ્યથી દુ:ખી એટલે ભૂખ-તરસ, રોગ, માર, અપમાન વગેરેથી પીડાતા ને (૨) ભાવથી દુઃખી એટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org