________________
ઝળહળતાં નક્ષત્રો
સમક્ષ બે શબ્દો બોલવા રજા માંગીએ છીએ.’’
૪. શ્રેણિક રાજા ઃ—“કહો કહો! મહાજન કહો! રાજકાર્યની વ્યસ્તતા વચ્ચે પ્રજાજનોની કોઈ મહત્ત્વની સૂચના બાજુમાં ન રહી જાય, માટે જ આજની આ રાજસભા બોલાવવામાં આવી છે. રાજ્યના હિતમાં જે કોઈ પણ મહત્ત્વની વાતો હોય, જરૂર જણાવો.”
૮. પ્રજાજન :—“હે રાજન્! હે મંત્રીશ્વર! આપના ઉદાર વિચારોને કારણે અમારામાં પણ બે શબ્દો બોલવાની હિંમત આવી છે. હકીકત એવી છે કે સૌના ઘરમાં પૈસો આવે છે પુણ્યથી પણ આવેલ ધનનો અચાનક નાશ થાય તો તેને પાપનો ઉદય કહેવાય, એવું આપણા ધર્મશાસ્ત્રો કહે છે. આજે હે રાજન! એ જ કહેવાનું છે કે અમારા સૌના પાપોનો ઉદયકાળ ચાલી રહ્યો છે જેથી અમે બધાય જે ચિંતા વગરના હતા હાલ થોડા દિવસથી ચિંતિત બની ગયા છીએ કે અમે ભૂતકાળમાં કઈ ભૂલો કરી હશે?’’
૪. શ્રેણિક રાજન્ :—“હે શ્રેષ્ઠિ! તમે જે કહેવા માંગો છો તે સ્પષ્ટ જણાવો. તમારો વિનયોપચાર પ્રશંસનીય છે પણ ખુલાસાપૂર્વક જણાવવાથી યથાયોગ્ય ન્યાય વિચારી
શકાય.”
(૭) પ્રજાજન : —(શ્રેષ્ઠિ) :—“હે રાજન્! મહાજન વર્ગ જ્યારે આપને દ્વારે આવે ત્યારે જરૂર કોઈ ચિંતાજનક ઘટના બનેલ હોઈ શકે. આપશ્રીને ખ્યાલમાં જ હશે કે રાજગૃહિમાં અનેકોના ઘરમાંથી ચોરી થયાના પ્રસંગો બનેલ. વચમાં પાછી શાંતિ હતી પણ ફરી છેલ્લા દિવસોમાં કોઈ તસ્કરની ટુકડી ધનવાનોને ત્યાં મધ્યરાત્રિએ ત્રાટકી માલમિલ્કતને લાપતા કરી રહી છે. દૂરના વિસ્તારોમાં પણ ચોરોએ હાથ પસાર્યો છે. કોઈ જાણભેદુ ચોર લાગે છે અન્યથા આટઆટલી દુર્ઘટના પછી પણ આ પાપકાર્ય કરનાર આપના કેદખાનાનો મહેમાન કેમ ન બની શકે?’’
(૪) શ્રેણિક :—“સેનાપતિજી દંડરાજ! પધારેલ મહાજનોની પરેશાની સાંભળી? મંત્રીશ્વર અભયકુમાર ! આ બાબત તમે પણ ચિંતિત કેમ નથી? ન્યાય—નીતિથી કમાણી કરી રહેલ નગરજનોને સતાવી અન્યાય કરનાર ચોર તમારા બધાયની જ નજરથી બહાર કેમ જાય?'
Jain Education Intemational
૪૧૫
(૬) દંડરાજ :—(માથું ઝુકાવી) :—“હે રાજેશ્વર! બજારોમાં આ બધીય ચોરી-મારીની ચર્ચાઓ સાંભળ્યા પછી અમે પણ સાવધાન બની ગયા છીએ. હવે પછી કડક પગલા લેવાશે. અમારા સૈનિકોની ટુકડી રાત્રિપહેરો કરવા બધેય ગોઠવાઈ જશે.”
(૫) અભયમંત્રી :—“હે શ્રેણિકરાજ! પ્રજાજનોની વાત સત્ય
છે નાના—નાના માયા-પ્રપંચો સંસારમાં ચાલતાજ હોય છે પણ જ્યારે વાત હદ બહાર જાય ત્યારે આપ સુધી ફરિયાદો પહોંચાડાય છે. આ શ્રેષ્ઠીઓને મારા તરફથી પણ આશ્વાસન આપીશ કે અઠવાડિયા-પંદર દિવસમાં જ તસ્કરોને ઝબ્બે કરવા અમે યુક્તિ ગોઠવીશું. આ પછી એક પણ ચોરીનો પ્રસંગ બને અને ચોર ન પકડાય તો રાજા–મંત્રી સૌની નાલેશી થાય. જો મારા વચન પ્રમાણે પ્રજાજનો ચિંતાથી મુક્ત ન થાય તો જે યથાયોગ્ય દંડ હોય અમારા ઉપર લાદજો. બાકી મને વિશ્વાસ છે આ પછી આવી ઘટના નહિ બને.
(૪) શ્રેણિકરાજ :—“શાબાશી છે મંત્રીશ્વર તમારી બાહોશી
અને બુદ્ધિની કરામતોને. જે કાર્ય તમે હાથમાં લેશો તેમાં સફળતા મળવાની જ એવી ખાતરી અમારી પણ છે. હે શ્રેષ્ઠીઓ! થોડા દિવસો વીતવા ધ્યો, આવી સતામણી તમને કોઈ વેઠવી ન પડે તેનો માર્ગ નીકાળવામાં આવશે.’’
(૭ અને ૮) પ્રજાજન :—જી રાજનું! અમે આપના વચનથી વિશ્વાસ લઈ જઈ રહ્યા છીએ. આપ ખરેખર અમારા હિતચિંતક છો. અન્યથા આટલી સરળતાથી આપને આમ કેવી રીતે મળી પણ શક્યા હોત. અમને પણ શ્રદ્ધા છે મગધદેશમાં ક્યાંય અનીતિ–ચોરી– ગુંડાગર્દીનો ભોગ કોઈ નહિ બને, કારણ કે આપ ભગવાન મહાવીરના ઉપાસક છો અને અમે આપના સેવક છીએ.”
જય હો વિજય હો, શ્રેણિકરાજવીનો જય હો'' (પ્રજાજનોનું આશ્વાસન લઈ પાછા વળવું અને મંત્રી તથા સેનાપતિનું મળી ચોરને પકડવા ષડયંત્ર ગોઠવવું.)
(નાટિકાના તૃતીય ભાગની પૂર્ણાહૂતિ સાથે પડદો પડવો.)
✰✰✰
For Private & Personal Use Only
www.jainelibrary.org