________________
ઝળહળતાં નક્ષત્રો
‘નમો અરિહંતાણં' એક અનુપ્રેક્ષા
શાશ્વતા મહામંત્ર નવકારમાં અચિંત્ય પ્રભાવક શક્તિઓનો સમન્વય જોવા મળે છે. તેના નવપદોમાં ફક્ત પ્રથમ પદ “નમો અરિહંતાણં'' ઉપર અનુપ્રેક્ષા કરતાં તેના ગંભીર રહસ્યોનું જ્ઞાન સહજમાં થઈ શકે તેમ છે, જેમ કે.... (૧) જીવ પ્રથમ તો કપાયોનો
ત્યાગ કરી ઉપશમભાવમાં આવે ત્યારે જ પૂજ્યાતિપૂજ્યો પ્રતિ આદર-બહુમાન જાગે છે ને નમનક્રિયા થાય છે. પ્રથમ નમસ્કાર અરિહંતોને શા માટે તેનો વિવેક પણ જાગે છે અને જગતતાત્રાનું શરણું લેતાં જ ત્રાણમુક્તિ થતાં માનસિક પ્રશસ્તતાના પ્રભાવે કર્મોનો સંવર થાય છે. આમ ઉપશમ, વિવેક, સંવરની ત્રિપદી ‘નમો અરિહંતાણં' પદમાં સમાવિષ્ટ થાય છે. નમો ઉપશમ, અહિં = વિવેક, તાણં = સંવર.
(૨) ઇચ્છાયોગ, શાસ્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણેય યોગો પ્રથમ પદમાં સ્થાન પામે છે. કારણ કે ઈચ્છા વિના નમો બોલી નમસ્કાર નથી હોતો, તેમાંય શાસ્રયોગ હાથવેંતમાં થાય ત્યારે જ અરિહંત પરમાત્મા પ્રતિ ભક્તિ ખીલે છે અને ત્રાણકારકના શરણ પછી જીવનું સત્ત્વ અજબગજબનું વિકસતાં ધર્મ અને મોક્ષ પુરુષાર્થ માટેનું સામર્થ્ય પણ પ્રગટવા લાગે છે. આમ નમો = ઇચ્છાયોગ, અહિં = શાસ્ત્રયોગ, તાણં = સામર્થ્ય યોગ.
(૩) પ્રશસ્ત મન-વચન-કાયાનો વ્યાપાર પણ શુભ હોય
છે જે પુણ્યાનુબંધી પુણ્યના કર્મ દિલકો ઉત્પન્ન કરે છે. મનમાં શુભભાવો થાય ત્યારે જ પંચાગ પ્રણિપાત દ્વારા નમસ્કાર કરવાની ભાવના જાગે છે અને પછી અરિહંત પરમાત્માની સ્તુતિ સ્વયં થવા લાગે છે જે દ્વારા વચન વ્યાપાર શુભ્રતા પામે છે.
Jain Education Intemational
૩૮૯
અને તરત પછી જ કાયાનો પ્રશસ્ત વ્યાપાર પણ પરમાત્માની ચરણ સેવામાં સ્વયં જોડાઈ જાય છે. આમ નમો=મન, અરિહં=વચન, તાણં=કાયાનો પ્રશસ્ત વ્યાપાર.
(૪) દર્શન-જ્ઞાન-ચારિત્રોપાસના માટે પણ નમો અરિહંતાણં પદનો જાપ ઉપયોગી છે. જિનેશ્વરના વચનો ઉપરની શ્રદ્ધા એટલે દર્શન. જે કે નમસ્કાર કરવા પ્રેરણા કરે છે. અરિહં પદ બોલતાં જ નમસ્કાર સર્વજ્ઞ-સર્વદર્શી ત્રિકાળજ્ઞાની અરિહંત પરમાત્માને થાય છે જે દ્વારા જ્ઞાનરૂપી રત્નની ઉપાસના થાય છે. પરમાત્મા જ શરણદાતા છે. તેનું જ્ઞાન થતાં જીવન સદાચારરૂપી ચારિત્ર ધર્મ
પામવા સ્વયં વ્રત-નિયમ દ્વારા શિસ્તબદ્ધ થાય છે. આમ નમો=દર્શન, અરિહં=જ્ઞાન, તાણં=ચારિત્ર પદની ઉપાસના સ્વરૂપે છે. (૫) રાગ-દ્વેષ અને મોહ વિજય માટે પણ પ્રથમ પદનું
ધ્યાન ખાસ જરૂરી છે. કારણ કે સ્વમતિથી ઉત્પન્ન થતાં વિચારવાણી અને વર્તનરૂપી સ્વનો જ રાગ, પર ઉપરના દ્વેષનું કારણ બને છે. જેટલો પોતાના ઉપરનો રાગ વધુ, તેટલો પર ઉપરનો દ્વેષ વધારે અને આવા અપ્રશસ્ત રાગ-દ્વેષના પાયામાં મોહ-અજ્ઞાન ભાગ ભજવી જાય છે, જેમ જેમ જ્ઞાન સમ્યક બને તેમ તેમ રાગ વિલય થવા લાગે અને તેમાં સમ્યક દર્શન થતાં ગુણવાનો ઉપરનો દ્વેષ ટળવા લાગે છે. તે પછી સમ્યક ચારિત્રનું પાલન કરતાં દેશિવરિત અથવા સવવરિત ધર્મ દ્વારા જીવાત્મા મોહ-અજ્ઞાન વિજેતા બને છે. નમો પદ દર્શનનું સૂચક હોવાથી પરનો દ્વેષ જાય છે. અરિહં પદ જ્ઞાનનું સૂચક હોવાથી સ્વનો રાગ તૂટે છે અને તાણં પદ દ્વારા મોહનીય કર્મો શિથિલ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org