________________
૪૦૦
આત્મામાં ઉત્પન્ન થતો એક સર્વજ્ઞપ્રણીત તત્ત્વો પરનો શ્રદ્ધા વિષયક પરિણામ એનું નામ છે સમ્યક્ દર્શન.
આ સમિતિના છ સ્થાનકો ખાસ જાણવા જેવા-શ્રદ્ધા કરવા જેવા છે. સમિકત જેમાં સ્થિર થાય તેનું નામ સ્થાનક. તે આ પ્રમાણે છે (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મોનો કર્તા છે (૪) આત્મા કર્મોનો ભોક્તા છે (૫) આત્માનો મોક્ષ છે (૬) મોક્ષ મેળવવાના ઉપાયો છે. આને થોડા વિસ્તારથી સમજીએ.
(૧) દેહ-મન-વચન–પુદ્ગલથી તદ્દન જુદો જ્ઞાનદર્શનની સ્ફુરણાવાળો, ચેતના લક્ષણવાળો આત્મા હોય છે. દૂધ અને પાણીની જેમ, અગ્નિ અને લોખંડની જેમ એ ભલે હાલમાં પુદ્ગલની સાથે ભળી ગયેલો દેખાય છતાં છે એ એનાથી જુદો જ. (૨) એ આત્મા નિત્ય કાયમી છે એ નવો બનાવી શકાતો નથી અને એનો સર્વથા નાશ પણ થઈ શકતો નથી. વર્તમાનના જાતિ સ્મરણ જ્ઞાનના (=પૂર્વ જન્મના સ્મરણના) અનેકાનેક દેશ-વિદેશના કિસ્સાઓ આત્માની નિત્યતાના ઘોતક છે. તાજા જન્મેલા બાળકની સ્તનપાનની ઇચ્છા-પ્રક્રિયા, આત્માની નિત્યતાની સાબિતીરૂપ છે. અકબરને પૂર્વના સંન્યાસીના ભવનું સ્મરણ થયું હતું. એ વાત બહુ જ પ્રચલિત છે. (૩) આત્માનો મન-વચન-કાયના યોગો દ્વારા કર્મ સાથે સંબંધ થાય છે એથી આત્મા કર્મનો કર્તા છે. (૪) એમ બંધાયેલા કર્મો શુભ અથવા અશુભ ફળ આપતા હોય છે એટલે એ કર્મોનો ભોક્તા પણ આત્મા જ છે. ના! કોઈ બીજાએ ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મો, બીજી વ્યક્તિને ફળ આપી શકતા નથી. ખાય ભીમ અને ટટ્ટી જાય મામો શકૂની એવું કર્મોની બાબતમાં ન બની શકે. (૫) જ્યાં આધિરૂપ મનના દુઃખો, વ્યાધિરૂપ શરીરના દુઃખો અને બહારની ઉપાધિનું નામ નિશાન નથી અને એકલો આત્મિક આનંદનો મહાસાગર છે એવું કર્મ-કષાયમુક્તિનું સ્થાન = મોક્ષ છે અને (૬) આવો મોક્ષ મેળવવાના ઉપાયો = સમ્યગ્ દર્શન-જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ પણ છે જ. આ થયા સમકિતના છ સ્થાનકો.
વળી સમ્યગ્ દર્શન સ્યાદ્વાદ–અનેકાંત સિદ્ધાંતને સ્વીકારે છે અને એટલે જ જ્ઞાનનયની સાથે ક્રિયાનયને પણ સ્વીકારે છે, ઉત્સર્ગમાર્ગની જેમ અપવાદ માર્ગને પણ માન્ય કરે છે, નિશ્ચયનયની જેમ વ્યવહાર નયની પણ પોતપોતના સ્થાને અગત્યતા સમજે છે. જ્ઞાન વગરની ક્રિયા સશક્ત આંધળા જેવી છે અને ક્રિયા વગરનું જ્ઞાન આંખવાળા પાંગળા જેવું છે.
Jain Education Intemational
જિન શાસનનાં
બન્નેના સમન્વયથી સળગતા સંસાર (= ભવ) વનમાંથી બહાર નીકળી શકાય છે. ઉત્સર્ગ માર્ગથી સાધુને કાચા ટીપાંને અડી પણ શકાતું નથી, એ જ સાધુ સંયમની સાધનાના લક્ષથી = રાગ-દ્વેષથી પિરણિત ઘટાડવાના લક્ષથી, અવસરે પાણીથી ભરેલી નદીને પણ ઓળંગી જાય છે, અરે! અવસરે નાવમાં પણ બેસે છે. રાજમાર્ગનો પૂલ તૂટી ગયો હોય ત્યારે ડાઈવરઝન(=માર્ગ પલટા) દ્વારા પણ ઇચ્છિત સ્થળે પહોંચાય છે જ ને? એ જ રીતે
નિશ્ચયદૃષ્ટિ મન ધરી પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે, ભવસમુદ્રનો પાર.
નિશ્ચયને ગૌણ કરે તો તત્ત્વ વ્યવસ્થા ન રહે, વ્યવહારને ગૌણ કરે તો પ્રભુએ સ્થાપેલા મોક્ષમાર્ગસ્વરૂપ શાસનનો ઉચ્છેદ થઈ જાય. દરેક નય પોતપોતના સ્થાને મહત્ત્વના છે જ. એમાંના એકની પણ ઉપેક્ષા ચાલે જ શી રીતે?
મોક્ષમાર્ગ સ્વરૂપ ધર્મવૃક્ષનું મૂળ સદૈવ લીલુંછમ રાખવા માટે જરૂરી બને છે વિનયધર્મ, એમ સમ્યગ્દર્શનવંત ભવ્ય જીવ સારી રીતે સમજે છે. વિનયમાં પાંચ વાતો જરૂરી બને છે (૧) બહારની સેવા સ્વરૂપ ભક્તિ, (૨) હૃદયનો પ્રેમ તે બહુમાન, (૩) ગુણોની સ્તુતિ કરવી, (૪) અવગુણોને ઢાંકવા, (૫) આશાતના ન કરવી. આ પાંચ પ્રકારનો વિનય શ્રી જૈનશાસનના અતિ મહત્ત્વની દશ વસ્તુઓ વિષયક સમજવો. તે આ પ્રમાણે (૧) અરિહંત = વિચરતા દેવ, (૨) કર્મના ક્ષયથી મોક્ષને પામેલા તે સિદ્ધ ભગવંતો, (૩) ચૈત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાઓ–જિનમંદિર (૪) જૈન આગમો તે સૂત્ર, (૫) ક્ષમા– નમ્રતા વગેરે દશ પ્રકારે યતિધર્મ તે ધર્મ. (૬) તે યતિધર્મને પાળનારા તે સાધુ, (૭) પંચાચારના પાલક અને પાલનહાર અને માર્ગદર્શક નાયક તે આચાર્ય, (૮) શિષ્યોને સૂત્રો ભણાવે તે ઉપાધ્યાય, (૯) શ્રાવક-શ્રાવિકા-સાધુ-સાધ્વી સ્વરૂપ જૈન સંઘ તે પ્રવચન, (૧૦) સમતિગુણ તે દર્શન.
આ સમકિતના ત્રણ લિંગ (= સમકિત હોવાની પાકી નિશાની) બતાવાયા છે (૧) શ્રુતશાસ્ત્ર સાંભળવાની તીવ્ર ઇચ્છા. યુવાન–ચતુર–સંગીતજ્ઞ, સુખી વ્યક્તિને દિવ્ય સંગીત સાંભળતા જે આનંદ આવે એના કરતાં અધિક આનંદ પ્રભુના ઉપદેશેલા ધર્મ શાસ્ત્રને સાંભળવામાં હોય (૨) ભૂખ્યો, અટવી પસાર કરેલો બ્રાહ્મણ હોય અને એને સુંદર ઘેબર ખાવાની જે ઇચ્છા હોય એના કરતાં અધિક ઇચ્છા ધર્મ = ચારિત્ર ધર્મ = સાધુ ધર્મ મેળવવાની હોય (૩) વિદ્યાનો સાધક આળસ વગર જેમ
For Private & Personal Use Only
www.jainelibrarv.org