________________
૩૮૮
ભૂલ રહી જશે, તો ભવિષ્યના વિદ્વાન મહાત્માઓ એ ભૂલ સુધારી લેશે. ગ્રંથ હશે તો ભૂલ કાઢનારાય મળશે. છપાવવામાં આરંભ સમારંભ ઉપરાંત વધુ નુકશાન એ છે કે, ૧ હજાર કોપીમાં બધે એક સરખી ભૂલ છપાઈ જવાની. હસ્તલિખિતની એક હજાર નકલમાં દરેક લહિયો એક જ જગ્યાએ ભૂલ કરે, એવું ન જ બને. એટલે નકલ પરસ્પર મેળવીનેય ભૂલ સુધારી શકાય. પણ છાપેલામાં તો બધે એક સરખી જ ભૂલ રહેવાની. માટે છપાવા કરતાં લખાવવામાં જ વધુ લાભ છે.
વચનસિદ્ધ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (બાપજી મહારાજ) વિદ્યાશાળાના
જિન શાસનનાં ઉપાશ્રયે બિરાજમાન હતા ત્યારે ૨૦૨૫ લહિયાઓ ત્યાં બેસીને ગ્રંથલેખન કરતા ને શુદ્ધિકરણનું કાર્ય પૂ. બાપજી મહારાજ ખુદ કરતા. આંખ જ્યાં સુધી કામ આપતી હતી, ત્યાં સુધી તેમણે હસ્તલિખિત ગ્રંથનું શુદ્ધિકરણ કર્યું આજે પણ બાપજી મહારાજના માર્ગદર્શનથી લિખિત હસ્તપ્રતોનો ભંડાર વિદ્યાશાળામાં વિદ્યમાન છે.
આપણા પૂર્વ પુરુષોએ લોહીનું પાણી કરીને શ્રતને આપણા સુધી પહોંચાડવાનો જે પુરુષાર્થ કર્યો છે, તે પુરુષાર્થને આપણે આગળ વધારવો જોઈએ. એમની મહેનત એળે ન જવા દેવાય. ચાલો, આ માટે પહેલ કરીએ, તો સફળતા સામેથી દોડતી આવશે.
-
-
-
-
-
-
-
-
- -
શ્રી વર્ધમાન મૃતગંગા ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન - રાજભવનતુલ્ય શ્રુતતીર્થ-શંખેશ્વરની પરિકલ્પના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org