________________
૩૮૬
જઈ શકાય કે, જ્યાં સાચી શાસ્ત્રીય એકતાના દર્શન થાય. હસ્તલેખનનું આ કાર્ય એકતા સાધી આપવા માટે સમર્થ છે.
પૂર્વ કાળમાં હજી થોડા વર્ષો પૂર્વે પ્રાયશ્ચિત્તમાં સ્વાધ્યાયની જેમ શ્લોક લખવાનું અપાતું. સુરતના એક જ્ઞાનભંડારમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રની એક પ્રત મળી છે, તેની પ્રશસ્તિમાં લખ્યું છે કે, આ સાધ્વીજી મહારાજે પ્રાયશ્ચિત્તમાં ૧૦૦ દશવૈકાલિક લખેલ છે, તેમાંનું આ ૯મું દશવૈકાલિક છે. તેરાપંથમાં આજે હસ્તલેખનનું કાર્ય ચાલું છે અને પ્રાયઃ પ્રાયશ્ચિત્તમાં આવું લખવાનું કાર્ય અપાય છે. આમાં બે કાર્ય એકસાથે થઈ જાય છે. સાધુ-સાધ્વીને દર પાક્ષિકચાતુર્માસિક કે સાંવત્સરિક આલોચના લેવાની જ હોય છે, એ આલોચનામાં મોટે ભાગે સ્વાધ્યાય કરવાનો અપાય છે. એને બદલે આલોચનામાં સ્વાધ્યાયના કલાક ગણી લખવાનું પ્રાયશ્ચિત્ત આપવાનું ગીતાર્થ પૂજ્યોને ઉચિત લાગે, તો સ્વાધ્યાય તો કલાક મુજબ થઈ જ જાય ને અનેક ગ્રંથો જૈનસંઘને મૂડી તરીકે મળી જાય. વધુમાં સ્વાધ્યાય કરતાં લખવામાં વધુ એકાગ્રતા અનુભવવા મળે. સ્વાધ્યાય કરતાં મન હજી આડું અવળું કે બીજાની વાતોમાં જતું રહે. પણ લખવામાં તો ધ્યાન રાખવું જ પડે. નહીંતર લખવાનું હોય કાંઈ ને લખાઈ જાય કાંઈ! જેથી ચેકચાક થઈ ગયા વિના ન રહે.
૫૦ વર્ષની દીક્ષાપર્યાયની ઉજવણી કે ૨૫ વર્ષની દીક્ષાપર્યાયની ઉજવણી આદિને અનુલક્ષીને પૂજ્યોને શિષ્યો કે સાધુ-સાધ્વીજી મળીને હાથે લખેલા ૫૦ ગ્રંથ કે ૨૫ ગ્રંથ અર્પણ કરે તો ગુરુ ભક્તિની સાથે શ્રુતભક્તિનો પણ લાભ મળી જાય.
ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રી મણિપ્રભસાગરજી મહારાજ દ્વારા જાણવા મળ્યું કે તેમના ગુરુભગવંતોમાં શ્રી જિનહરિસાગરસૂરિજી મહારાજે જેસલમેરના સંપૂર્ણ ભંડારની હસ્તલિખિત પ્રતોની નકલ લહિઆઓ પાસે કરાવી હતી અને પાલિતાણામાં જિનહરિવિહારનાં ભંડારમાં એ સુરક્ષિત રાખવામાં આવેલી. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે છેલ્લા વર્ષો સુધી ગુરુ મહારાજની સાથે લહિયાઓ વિહારમાંય સાથે જ રહેતા ને ગ્રંથ લેખનનું કામ કરતા. આ જ રીતે પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. દ્વારા જાણવા મળ્યું હતું કે પૂ.આ. મેરુસૂરીશ્વરજી મહારાજની સાથે લહિયાઓ રહેતા ને ગ્રંથલેખન કરતા હતા. દરેક આચાર્ય ભગવંતની સાથે બે-ચાર લહિયાઓ ગ્રંથલેખનનું કાર્ય કરતા હોય, તો કોઈક વાર જરૂર
Jain Education International
જિન શાસનનાં
શ્રુત’
સમગ્ર જૈન
સંઘનો
ત્રાણ છે,
પ્રાણ છે,
શરણ છે. આધાર છે.
પડે તો કોઈ લેખ કે લખાણની ઝેરોક્ષ નકલ કઢાવવી જ ન પડે, લહિયાઓ જ નકલ કરી આપે.
For Private & Personal Use Only
છેલ્લાં થોડા વર્ષોમાં હસ્તલિખિતના કાર્યમાં શાસ્ત્રીય માર્ગદર્શન આપવાનું થતું આવ્યું છે, આના પ્રભાવે ઘણા બધા અનુભવો, ઘણી બધી જાણકારી મળી. પ્રારંભમાં ઘણી વ્યક્તિઓ એક જ વાત રજૂ કરતી કે, આ લખાવવાના કામમાં આટલી મહેનત કરવી, એના કરતાં આજનાં આધુનિક સાધનોનો ઉપયોગ કરી, માઈક્રોફિલ્મ, ડિજિટલ કોપી કે કોમ્પ્યુટરાઈઝ્ડ કરાવી દેવાય, તો વર્ષો સુધી કાંઈ જોવું ન પડે. જેવો મૂળ ગ્રંથ હોય તેવી જ કોપી થઈ જાય. આવનાર પુણ્યાત્માના મગજમાં આધુનિક સાધનોની સરળતા એવી ફિટ બેસી ગઈ હોય કે તેને આવો જ સવાલ થાય. પણ પછી એમને વ્યવસ્થિત સમજાવીએ, તો બરોબર સમજી જાય. માઈક્રો ફિલ્મ કે કોમ્પ્યુટર કોપી કરાવીએ પછી સીડીનો ઉપયોગ કોણ કરી શકે? સાધુ-સાધ્વીજી ભગવંત તો ઈલેક્ટ્રીક લાઈટનો પણ ઉપયોગ ન કરી શકે. બીજી વાત. આજના સાધનોમાં એટલો ઝડપભેર ફેરફાર થઈ રહ્યો છે કે ૨૦ વર્ષ પહેલાં વપરાતાં કેટલાય સાધનો ટેપરેકર્ડ વગેરેના રિપેરિંગ કરનારા કોઈ માણસો આજે મળતા નથી. એક ભાઈ કહેતા હતા કે માત્ર દસ વર્ષમાં જ મોબાઈલમાં એટલા બધા ફેરફાર થયા છે કે, રોજ નવી શોધ ને નવો માલ બજારમાં ખડકાય છે. ધારો કે સીડી કે માઈક્રોફિલ્મ કરી, પણ પછી એના માટેનું સાધન જ આઉટ ઓફ ડેટ થવા માંડે, તો આપણે એ નવા
www.jainelibrary.org