________________
ઝળહળતાં નક્ષત્રો
૩૮૫
દિલ્હીના દરબારમાં અકબર રાજા દ્વારા આચાર્યશ્રી હીરસૂરિજી મહારાજને અમારિ ફરમાન અર્પણ કરે છે.
શુભારંભ કર્યો અને લગાતાર ૧૩ વર્ષ સુધી વલ્લભીપુરમાં જ રોકાઈ કાર્ય સંપૂર્ણ કર્યું. કુલ ૧ કરોડ ગ્રંથનું લેખનકાર્ય એ ૧૩ વર્ષમાં થવા પામ્યું હતું. આ ઇતિહાસના અનુસંધાનમાં એ વિચારવા જેવું છે કે ત્યારે ૫00 આચાર્યભગવંતો હોય તો સાધુ ભગવંતો કેટલા હશે? ઓછામાં ઓછા ૧ આચાર્ય ભગવંતને 100 ઠાણાનો પરિવાર ગણીએ તો ૫૦ હજાર સાધુ ભગવંતો થાય. ૫૦ હજારની ગોચરી-પાણી-વસતિની વ્યવસ્થા નિર્દોષ રીતે થાય તે માટે શ્રાવક સંઘે શું કર્યું હશે? કેટલા શ્રાવક કુટુંબો ૧૩/૧૩ વર્ષો સુધી ધંધા-ધાપા-ધરબાર બધું છોડી આ “શ્રુતરક્ષા માટે ત્યાં આવીને વસ્યા હશે? આ એક શકવર્તી ઐતિહાસિક ઘટના હતી. આ પૂર્વે આ રીતે સમગ્ર શ્રુત પુસ્તકારૂઢ થયું હોવાનો ઉલ્લેખ મળતો નથી. ૧૩ વર્ષમાં ૧ ક્રોડ ગ્રંથનું લેખન કેવી રીતે થયું હશે? આ કંઈ કોઈ ગ્રંથની માત્ર નકલ કરવા જેટલું સરળ કામ ન હતું. આમાં તો જેને જે જે શ્રુત સૂત્ર યાદ હોય, તે તે શ્રત અને સૂત્રનું સંકલન કરી પાઠો-પાઠાંતરો સાથે લેખન કરવાનું કપરું કામ હતું. ૧૩ વર્ષમાં ૧ ક્રોડ ગ્રંથનું લેખન થયું, એટલે અંદાજે વર્ષે ૮ લાખ ગ્રંથ લેખન થાય ને દરોજ અંદાજે ૨ હજાર ગ્રંથ લેખન થાય. ૫00 આચાર્ય ભગવંત બિરાજમાન હતા એટલે એક આચાર્ય ભગવંતને ફાળે ૧ દિવસમાં ૪ ગ્રંથનું લેખન ગણવામાં આવે. ૧ ગ્રંથ માત્ર 100 પાનાનો ગણીએ તોય ૪૦૦ પાના રોજ લખવાના આવે. શિષ્યોના સથવારે સમયનો પણ પ્રમાદ કર્યા વિના લખાણ થતું હશે, તો જ આ કાર્ય પૂર્ણ થયું હોવું જોઈએ. ઐતિહાસિક આ ઘટના પરથી વર્તમાન સંઘે શ્રુતરક્ષાની
ગંભીરતા સમજીને કેટલા બધા જાગૃત થવાની જરૂર છે.
શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ જે ૧ કરોડ ગ્રંથનું લેખન કરાવ્યું હતું, તેમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે બીજા ૧૪૪૪ ગ્રંથો ઉમેર્યા. પૂ. હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરી વધુ ઉમેરો કર્યો. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સેંકડો ગ્રંથની રચના કરી ઉમેરો કર્યો, આ સિવાય પણ અનેક મહાપુરુષોએ ગ્રંથો રચ્યા ને શ્રુતગંગાને વહેતી રાખી. આમ વિરાટ શ્રુતગંગા ખળખળ નાદે વહેતી રહી હતી. પણ મુસ્લિમ બાદશાહોના સમયમાં ૬/૬ મહિના સુધી સૈન્યના રસોડામાં ઈધણ તરીકે ધર્મગ્રંથો બાળવામાં આવ્યા, તેમજ અંગ્રેજોના વખતમાં લાખો ધર્મગ્રંથો પરદેશ ભેગા કરી દેવામાં આવ્યા. એથી આજે માંડ અંદાજે ૧૫ હજાર જેટલા ગ્રંથો બચ્યા હશે! કુલ ૧ કરોડ ગ્રંથની ગણતરીની સામે આ કેટલું બધું નુકશાન જૈનશાસનને પહોંચ્યું? ૯૯ લાખ ૮૫ હજાર ગ્રંથો નષ્ટ થઈ ગયા ગણાય. એટલે એક કંપનીની ૧ કરોડની મૂડીમાંથી ૯૯ લાખ ૮૫ હજારનું નુકશાન આવે ને માત્ર ૧૫ હજાર રૂપિયા બચે, તો તે કંપની બજારમાં ટકી શકે? આ તો જૈનશાસન છે અને શ્રુત આગમની જે મૂડી બચી છે તે 10 ટકા શુદ્ધ છે, માટે જ શાસન ટકી શક્યું છે. હવે તો માત્ર આ ૧૫ હજાર ગ્રંથો બચાવવા છે, તો સમગ્ર જૈન સંઘ ભેગો મળીને આ કામ ન કરી શકે શું? જો આપણે આટલું પણ નહીં કરી શકીએ, અને જે મૃત બચ્યું છે, એ પણ નષ્ટ થઈ જશે, તો ઘણું નુકશાન થશે. ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરે! માત્ર ૧૫ હજાર ગ્રંથના અંદાજે ૫ કરોડ શ્લોક લખવાના હોય તો સમગ્ર જૈન સંઘ આ કામ ન કરી શકે? આ માત્ર કોઈ એક સમુદાયનું કે ગચ્છનું કામ નથી. ૪૫ આગમો અને એને અનુસરતી પંચાગી કે અન્ય મહાપુરુષોના રચેલા ગ્રંથો એ સમગ્ર જૈનસંઘના છે. જૈનસંઘને એક એવા માર્ગે આ કાર્ય દ્વારા લઈ
Faો
છે.
વિવિધીકારનારા ઘણા વિરોધવાહન પારાવાલાના હો
HUTલાવMIR ધાણામાં રાજીવ Iflીકારતોમાણમાળામારાશિથી
રિલાયોતિelgrowતાનE ,
...
પ્રાચીન ધર્મગ્રંથ-પ્રતના અવશેષ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org