________________
ચિતન-મનન-ચિતના
૩.
૧. આત્મસંયમ વગર આત્મનિરીક્ષણ નથી, તે વિના આત્મશુદ્ધિ નથી અને શુદ્ધિ વગર મુકિત પણ નથી, માટે
અસાર આ સંસારમાં સારભૂત સંયમ લેવું, વિજેતા બનવું અને ભવબંધનથી મુકત થવું. ૨. સારી અને સાચી વ્યક્તિના વ્યક્તિત્વ, વિશેષતાઓ અને વિચારોને જે સપ્રેમ વધાવે છે તે સ્વયં ગુણગ્રાહી
હોવાથી ગુણવાન બની જાય છે. ઊંચી એકાદ આદર્શમૂર્તિ અવશ્ય દિલમાં વસાવવી. સ્વયંના અંતર્ચથી પરાયા રુપ-રંગ કે માંસલ મરોડના મોહનો ત્યાગ થાય, સાથે પોતાના હાડ-માંસ-રક્તચર્મને ઘસારો લાગે તેવો તપ થાય, તે પછી ખરો ચાત્રિાચાર ચાલુ થાય છે. બીજા માણસ આપણને ઠગી જાય તેની કાળજી ભલે રાખીએ, પણ પોતાના જ અસુંદર વિચારોથી સ્વયંના
આત્માને ઠગીએ છીએ ત્યારે કોણ ગુનેગાર અને કોણ સજાપાત્ર છે? વિચારજો પ. આચાર દ્વારા વિચારના વમળો દૂર થાય છે અને વિચારોનો સીધો જ પ્રભાવ આચારની આમન્યાયો ઉપર
પડે છે. માટે ક્યારેક આચાર અને ક્યારેક વિચારોને વશમાં રાખી વિકાસ સાધતા રહેવો. ૬. ભૂલો કરવી અને માફી માંગવી, ફરી ફરી ભૂલો કરતા રહેવી, પુનઃ પશ્ચાત્તાપ અને પુનઃ પુનઃ ભૂલો તેવી
દશા રીઢા ગુનેગાર જેવી બની જાય છે. ભૂલોની બાદબાકી તે જ લક્ષ્યમાં બેસાડવી. ૭. ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રાવકોની જેમ જ સુશીલા અને મર્યાદાશીલ શ્રાવિકાઓના સન્માન નહિ જળવાય, તો
પછી ખાનદાન કુળની સ્ત્રીઓ પણ અભિનેત્રીઓના બેઢંગા રસ્તે જઈ શકે છે. ૮. પદ-પદવી-પ્રતિષ્ઠા તે તો જીવાત્માની બાહ્ય શોભા છે, જ્યારે આંતરિક શોભાસ્થાન છે પરિણતિ,
પરાર્થભાવના અને પવિત્રતા. નામનાની કામના વગર જ સિદ્ધપદ સાધી શકાય છે. ૯. કર્મ અને તેના આક્રમણો ન હોય તો અહંકારીઓ નમ્ર ન બને અને સામે ધર્મ અને તેનો પ્રભાવ ન હોય
તો જીવો નિર્ભય ન બની શકે, નિર્ભયતા વગર ધર્મ ન સાધી શકાય. ૧૦. જેટલા અંશે ભક્તો કે શિષ્યો દ્વારા અથવા કંકોત્રીઓ-ફોટાઓ-પ્રકાશનો કે પુસ્તકો મારફત પોતાના
સુકૃતોને ઉઘાડા મુકાય છે તેટલા અંશે સુકૃતનું પુણ્ય ઘટતું જાય છે. હે જીવ! વિચાર, તું શું કરી રહ્યો
છે? ૧૧. દુન્યવી પ્રપંચોથી ભરપૂર સંસાર છે પાંપશાળા, તે વચ્ચે રહેલ જિનશાસન છે પાઠશાળા. ચતુર્વિધ શ્રીસંઘના
ભાવિકો છે વિવિધ પુસ્તકો અને તેમના જીવન-કવન છે ઇતિહાસના પાનાઓ. ૧૨. પૈસો કેટલો વાપર્યો તેના કરતા ક્યાં વાપર્યો, ક્યા અવસરે અને કેમ વાપર્યો તેની વિચારણા શ્રેષ્ઠ છે. કારણ
કે અનેક અનર્થોનું મૂળ અર્થ છે, તેના ઉન્માર્ગી પ્રવાહમાં અનેક તણાઈ જાય છે. ૧૩. સેવાભાવી, સ્વાથ્યપ્રદ, સદાવ્રતી, સજ્જનતા શીખવતી અને સંસ્કરણ કરતી સુંદર સંસ્થાઓ દ્વારા અપાતું
શિક્ષણ તારક બને, બાકી સંસ્કરણ વગરનું શિક્ષણ કાચા પારાની જેમ મારક છે. ૧૪. મન મૂકીને નાચવા-કૂદવા માટે માનવભવ નથી, પણ માન મૂકીને અને મનને મનાવીને આત્મસંયમની
સાધના-ઉપાસના માટેનો તે દુર્લભ ભવ છે; માટે જ સો સંયમીઓનો જયજયકાર કરે છે. ૧૫. પૈસા વાપરનારા ઘણા મળે પણ સમય દેવાવાળા કોઈ ન મળે તો દાનમાં અપાયેલો પૈસો જ સવિશેષ સંઘર્ષ,
અન્યાય, અનીતિ વધારનાર અનર્થ બની જાય છે. ૧૬. લોકચાહના કે લોકાનુમોદના માટે સારું આચરણ નથી કરવાનું સારું થયા પછી પણ કોઈ અનુમોદના કરે
તેવી અપેક્ષા નથી રાખવાની અને કોઈ અનુમોદના કરી જ નાખે તો અહંભાવમાં નથી તણાવાનું! ૧૦. ધર્મી આત્માનું જીવન એવું હોય કે દેવતાઓ તેને નમસ્કાર કરે, બાકી જો ઇચ્છા-અપેક્ષા કે અકળામણોને
કારણે વારંવાર દેવોને ભજવા પડતા હોય તો, આરાધકતાની ખામી જાણવી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org