________________
ઝળહળતાં નક્ષત્રો
આ બધીય ઘટનાઓ પાછળનો સૂત્રધાર છે. કર્મોનો કાટમાળ, મોહરાજાની બીછાવેલી જાળ. કાલ્પનિક કહો કે વાસ્તવિક તે કષાય-કર્મો અને કલંકકથાઓ સમજવા ઉપમિતિ ભવપ્રપંચા કથા વાંચવા જેવી છે. ઉપદેશમાળા જે એક આધારભૂત બોધસંગ્રહ છે તેની પણ ૨૪મી ગાથામાં શ્રી ધર્મદાસગણિવર્યજી ફરમાવે છે કે
जं जं समयं जीवो, आविसई जेण जेण भावेण । सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ।।
જીવ જે જે સમયે જે જે ભાવવાળો થાય છે, તે તે સમયે તેવા શુભાશુભ કર્મ બાંધે છે. કર્મના સૂક્ષ્મ ફળોને પામવા કેવળજ્ઞાન જોઈએ, પણ અલ્પજ્ઞાનથી કર્મોના સ્થૂળ ફળો પામવા અત્રે પ્રસ્તુતિ છે કર્મના આટાપાટાની. Theoretical વાતોના વિસ્તારને વિસારી Practically જેમને બેશરમ કર્મે સતાવ્યા તેની સત્ય કહાણી સંક્ષેપમાં રજૂ કરાઈ છે, ફક્ત કરમનકી ન્યારી ગત સમજવા, ધર્મનો ધરખમ પુરુષાર્થ કરી માનવકાયાથી કર્મનો કર્દમ સાફસૂફ કરવા, આત્મશુદ્ધિથી લઈ મુક્તિ સુધીના સોપાનો સડસડાટ ચઢવા.
કદાચ નિમ્નાંકિત પ્રસંગો વાંચી-વિચારી કોઈક જીવાત્મા જાગૃતિ પામે, પ્રમાદ છાંડે, ભવ-ભય પામી ભવભંજન પરમાત્માના ચરણ-શરણ સ્વીકારે. અત્રે પ્રસ્તુત પ્રસંગો બહુ જ મર્યાદિત છે. તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ કે પ્રતિવાસુદેવ કોઈનીય શરમ કરમ નથી રાખતું. વળી આપણે ભગવાન નથી, ફક્ત ભાગ્યવાન છીએ કે ભગવંતના શ્રીમુખથી વહેલ કર્મવાદની વાતો તત્ત્વરૂપે જ નહીં સત્યપ્રસંગોરૂપે વાંચવા મળે છે.
(૧) લાભાંતરાય કર્મ : પૂર્વભવમાં બળદના મુખે બંધન કરાવવાનો ફક્ત ઉપદેશ આપી પશુના આહારપાણીમાં અંતરાય આપ્યો અને તેની આલોચના ન થઈ, તેટલા માત્રમાં તો તે અશુભ કર્મ ભિક્ષાના અંતરાય બની ઉદયમાં આવ્યું. પ્રથમ તીર્થંકર આદિનાથજીને ૪૦૦ દિનના ઉપવાસ થયા.
(૨) સામૂહિક મરણ : બીજા તીર્થંકર અજિતનાથ ભગવાનના શાસનમાં તેમના કાકાઈ ભાઈ સગર ચક્રીના સાઠ હજાર પુત્રોને એકીસાથે જ્વલનપ્રભ નાગેન્દ્રે અગ્નિપ્રકોપ કરી મરણ-શરણ કરી નાખ્યા, મૂળ કારણમાં પૂર્વભવમાં તે પુત્રોએ મળી છ'રીપાલિત સંઘને લૂટેલ હતો.
(૩) રૂપમદ, રૂપનાશ : ત્રીજા સનતચક્રીની
Jain Education Intemational
૩૬૫
સ્વરૂપવંત કાયા સ્નાન-શણગાર પછી દેવતાઓને પણ આનંદકારી બનતી હતી, પણ પોતાના જ અભિમાનને કારણે કાયા કીડાથી ખદબદવા લાગી, ચક્રવર્તીને પણ સાતસો વરસ સુધી દેહવ્યાધિ સતાવી ગઈ અને પછી ફક્ત ત્રીજે દેવલોકે જ ગયા.
(૪) અતિલોભ પાપમૂળ : કેસરીયા મોદક વહોરાવ્યા પછી પાછા સાધુના પાત્રામાંથી કઢાવવા જનાર મમ્મણ શેઠિયો ચોથા લોભ કષાયના કડવા ફળ ચાખવા ધન-સંપત્તિ-રત્નો જડેલા બળદ-માનવભવ એ બધુંય ખોઈ સાતમી નરકે ચાલ્યો ગયો છે.
(૫) જ્ઞાનાશાતનાના ફળો ઃ જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનસાધનોની આરાધના કરી પંચમજ્ઞાન કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય છે, જ્યારે વિરાધનાના ફળ રૂપે વરદત્ત અને ગુણમંજરીની જેમ મૂર્ખતા, રોગી કાયા, બોબડાપણું, બોધિહાનિ વગેરે ઉપદ્રવો સતાવી જાય છે.
(૬) સામૂહિક પાપોદય ઃ છ ખંડ સાધી ચક્રી બન્યા પછી પણ વધુ ખંડો જીતવાની તલપ અને ભોગોમાં અસંતોષ અવગુણે સુભૂમ ચક્રવર્તીની મતિ બગાડી દીધી. જે ભવમાં ચારિત્ર લઈ સગર ચક્રી મોક્ષે ગયા તેવા જ ચક્રી ભવમાં સુભૂમ વધુપણાની લાલસામાં પુણ્ય પરવારતા જ ચર્મરત્ન સાથે દરિયામાં પડી દુર્ગતિએ ગયો.
(૭) ભયભીત મોત ઃ અભયદાતા અને સાત ભયો જીતવા સ્મશાને કાઉસ્સગ્ગમાં રહેલ ગજસુકુમાલ મુનિરાજને માથે અંગારા નાંખી મરણાંત કષ્ટ આપનાર સૌમિલ બ્રાહ્મણ વગર કરે ફક્ત કૃષ્ણ મહારાજને ગલીમાં દેખતાં જ ભયનો માર્યો મૃત્યુ પામી ગયો.
(૮) ક્રૂર લેશ્મા પરિપાક ઃ રૌદ્રધ્યાનમાં ૧૬-૧૬ વરસ સુધી કૃત્રિમ બ્રાહ્મણનેત્રોને પોતાની અંધઆંખોથી ચોળવાનો વિકૃત આનંદ લઈ, આઠેય પ્રકારના ઘોર કર્મો બાંધી ચક્રવર્તી બ્રહ્મદત્ત વિશાળ અંતઃપુર છતાંય એકલો સાતમી નારકીનો મહેમાન બની ગયો.
(૯) રોગ, કલંક, સમુદ્ર પતન : નવપદમય નવકારની આરાધનાઓ કરી નવ પત્નીઓ સાથે નવમા દેવલોકના દેવ બની નવમા ભવે મુક્તિ જવા હેતુ ભાગ્યવંત બનનાર શ્રીપાળ રાજાને પણ પૂર્વભવની ત્રણ વાર કરેલી
For Private & Personal Use Only
www.jainelibrary.org