________________
ઝળહળતાં નક્ષત્રો
૩૬૩
જનધર્મમાં કર્મવાદનું પ્રાબલ્ય (ઠમ ન ચખે કોઈનીય શરમ) (કર્મવાદના થાનકો)
ચિંતક : પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી)
જેવું કરશું, તેવું પામશું કે જેવી કરણી તેવી ભરણી, તે વાતો સામાન્ય રીતે લોક વ્યવહારમાં બોલાતી હોય છે, તો કોઈક એમ પણ વદે છે કે જેવું વાવીએ તેવું લણીએ. પણ ઘણીવાર એવું બની જાય છે કે ઉપરોક્ત નીતિવાક્યો ફક્ત વાણીના વિલાસ જ બની જાય અને બોલનારના પોતાના જ આચારવિચાર-ઉચ્ચાર જુદા પડી જાય.
મીઠું બોલીને કે મીઠું ભભરાવીને બીજાને છેતરવા માટેની ચતુરાઈ કરી જનાર માણસ પોતાના જ બાંધેલા કર્મો સામે મહામૂર્ખ બની જતો હોય છે. બે+બે-ચાર થાય ત્રણ કે પાંચ નહીં, તેમ ૪૮૪=૧૬ જ થાય ૧૫ કે ૧૭ નહીં, તેની જેમ કર્મના સિદ્ધાંતો અફર છે, અણનમ છે, અટપટા ભલે લાગે પણ પરિણામો સાવ સીધાં છે.
જો તેવું ન હોય તો તીર્થકરની જેમ કે સર્વજ્ઞની જેમ કર્મવાદની પ્રરૂપણા કરનાર પણ કોઈ જ ન હોત. પદર્શનના દઢ અભ્યાસ પછી પણ પરમાત્મા પ્રણિત કર્મવાદની વાર્તાઓ કે કર્મ સાહિત્યના તત્ત્વજ્ઞાનની વાતો વાંચતાં-વિચારતાં સ્પષ્ટ લાગી આવશે કે જેનદર્શને જે પ્રમાણે અહિંસા, અનેકાંત અને અપરિગ્રહની અવ્વલ વિવારણાઓ જગત સામે રજૂ કરી છે, તેમ કર્મના ગણિતોનો પણ ઊંડો અભ્યાસ અનેક ગ્રંથોથી કરાવ્યો છે. આજેય પણ તત્ત્વપિપાસુઓ છ કર્મગ્રંથ, કમ્મપયડી કે તેથીય આગળના કર્મપ્રાભૃત વગેરે ગ્રંથો સામે આગમના અભ્યાસ દ્વારા સાબિત કરી આપી શકે છે, કે જગતનો વ્યવહાર ઇશ્વર દ્વારા નહીં પણ કર્મ (સરળભાષામાં કુદરત) દ્વારા ચાલે છે.
પ્રસ્તુત લેખમાં તે તે પ્રકારના કર્મોની તાત્ત્વિક વાતો રજૂ ન કરતાં, ફક્ત અમુક પ્રકારના દોષો અને | પાપોની વિચારણા તેના ફળ સાથે દર્શાવવા લેખકશ્રીએ જહેમત લીધી છે. લેખનું શીર્ષક છે “કરમ ન રાખે કોઈનીય શરમ'–પણ તેમાં પીરસાયેલા પદાર્થો જૈન ઇતિહાસના બની ગયેલા સત્ય પ્રસંગો છે.
તેજીને ટકોરો ઘણો કે બુદ્ધિમાનને ઇશારો ભલો તેમ લેખમાળા વાંચી પોતપોતાની કરણી-ભરણી માટે એકાંતમાં ચિંતન કરવા જેવું છે. અત્રે સંસ્કૃતના ત્રણ પદો લખીએ છીએ. (૧) ઘર્માત સુરd-gવાત दुःरवं (२) आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् (३) धर्मो रक्षति रक्षितः।
સાર એ જ છે કે સુખનું કારણ ધર્મ છે અને દુઃખનું કારણ પાપ છે. જે જે વાતો પોતાને પ્રતિકૂળ લાગે, તેવું આચરણ અન્ય સાથે ન કરવું અને જે ધર્મની રક્ષા કરે, ધર્મ તેની રક્ષા કરે છે. આ કર્મવાદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org