________________
ઝળહળતાં નક્ષત્રો
છે. આવા સિદ્ધાંત નામના રાજવી ચિરકાળ પર્યંત જય અને વિજય હાંસલ કરવાપૂર્વક અમર તપો.
મતિ એક કે બુદ્ધિ દ્વારા જે સાચું અને સુનિશ્ચિત જ્ઞાન થાય એ મતિજ્ઞાન કહેવાય. ક્રમિક આત્મશુદ્ધિ દ્વારા અમુક અવધિમાં રહેલા રૂપી પદાર્થોના થતાં જ્ઞાનને અવધિજ્ઞાન કહેવાય. શુદ્ધિની એ માત્રા વધતાં સામી વ્યક્તિના માનસિક પર્યાયોના થતા જ્ઞાનને મનઃપર્યવજ્ઞાન અને શુદ્ધિની ચરમકક્ષા સિદ્ધ થતાં જે જ્ઞાનપ્રકાશ ઝળહળી ઊઠે, તેને કેવળજ્ઞાન કહેવાય. સામાન્ય રીતે પાંચ જ્ઞાનોની આવી વ્યાખ્યા થઈ શકે. આ પાંચે જ્ઞાન એક એકથી ચડિયાતા છે. આમ છતાં શ્રુતજ્ઞાનનું જે વધુ મહત્ત્વ અંકિત થવા પામ્યું છે, એનું કારણ બરાબર સમજી લેવા જેવું છે.
ભગવાને સ્થાપેલું શાસન આજ સુધી અખંડિત રહીને આપણને વારસામાં મળ્યું છે, એ ક્યા જ્ઞાનના પ્રભાવે? માત્ર શ્રુતજ્ઞાનના પ્રભાવે જ શાસન ટક્યું છે અને વણ–અટક્યું આપણા સુધી વહેતું આવ્યું છે તેમજ હજી સાડા અઢાર હજાર વર્ષો સુધી જે આ શાસન અખંડિત ચાલતું જ રહેવાનું છે, એ શ્રુતજ્ઞાનના પ્રભાવે જ! સૌથી શ્રેષ્ઠ ગણાતા કેવળજ્ઞાનના પ્રભાવે જ જો પ્રભુનું શાસન ચાલતું હોત, તો તો આ
શાસનનો વિચ્છેદ ક્યારનોય થઈ જવા પામ્યો હોત! કેમ કે ભગવાન પછી જંબૂસ્વામીના કાળ સુધી જ કેવળજ્ઞાનનું અસ્તિત્વ ટક્યું હતું. એથી જો કેવળજ્ઞાનના પ્રભાવે આ શાસન ચાલતું હોત, તો જંબુસ્વામીના નિર્વાણ બાદ વળજ્ઞાનની સાથે સાથે શાસનનો પણ વિચ્છેદ થઈ જવા પામ્યો હોત. એ જ રીતે મન:પર્યવજ્ઞાન કે અવધિજ્ઞાનના
Jain Education Intemational
૩૭૯
પ્રભાવે જ જો શાસન ચાલતું હોત તો પણ આ શાસનનો વિચ્છેદ આ પૂર્વે ક્યારનોય થઈ ગયો હોત, પણ શાસન આજેય જયવંત વર્તે છે અને સાડા અઢાર હજાર વર્ષો સુધી શાસન વિજયવંત રહેનાર છે. કેમ કે આ શાસન તો ચાલે છે શ્રુતજ્ઞાનના આધારે!
શાસનની સ્થાપના કેવળજ્ઞાનના આધારે થાય છે ખરી, પરંતુ આ શાસનની વ્યવસ્થા તો શ્રુતજ્ઞાનના આધારે જ આજ સુધી થતી આવી છે. સંસ્થાપક બનવા કરતાં વ્યવસ્થાપક બનવું વધુ મહત્ત્વનું ગણાય છે. આ સંદર્ભમાં કેવળજ્ઞાનને શાસનનું સંસ્થાપક તત્ત્વ ગણીએ, તો વ્યવસ્થાપક તત્ત્વ તરીકે શ્રુતજ્ઞાનને જ ગણાવી શકાય.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના ધારક તીર્થંકરના આત્માઓને સંયમગ્રહણ કરતાંની સાથે જ મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર બાદ સાધનાના બળે એ આત્માઓ સર્વજ્ઞ-સર્વદર્શી એટલે કે કેવળજ્ઞાની બન્યા બાદ શાસનની સ્થાપના કરે છે. આ પછી શાસનની જવાબદારી વહન કરી શકે, એવા ગણધરોની સ્થાપના માટે તીર્થંકરો સૌ પ્રથમ ત્રિપદીનું દાન કરવા દ્વારા શ્રુત ગંગોત્રી વહેતી મૂકે છે. આ રીતે કેવળજ્ઞાની તીર્થંકર ભગવંતોના શ્રીમુખે વિશ્વને જો સૌ પ્રથમ કોઈ ભેટ મળતી હોય, તો તે શ્રુતજ્ઞાનના દાનની! શ્રુતજ્ઞાનના પ્રભાવે જ મતિજ્ઞાનને સાચી દિશાનો વળાંક મળી શકતો હોય છે અને મતિ-શ્રુતના સંગમ તટે પછી મુખ્યત્વે અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાનના તીર્થઘાટ
અને
5)
દરેક જૈનનું કર્તવ્ય છે ઃ શ્રુત મહાપૂજા
For Private & Personal Use Only
www.jainelibrary.org