________________
ઝળહળતાં નક્ષત્રો
સંસ્કારોને આધારે સ્વયં પ્રથમ જન્મમાં જ શ્રાવકધર્મ અપનાવે છે. પ્રસંગાનુસાર ‘મુનિચંદ્ર વિહારક્રમને કારણે ક્ષુધા-તૃષાથી આક્રાંત થઈ અશોકવૃક્ષની નીચે મૂર્છા ખાઈને પડેલા ધનકુમાર અને તેમની પત્નીએ જોયા. આ બંનેએ અનેક પ્રકારના ઉપચાર કરી સ્વસ્થ કર્યા. આ મુનિચંદ્ર શ્રી જિનોક્ત સમ્યક્ત્વમૂળ ગૃહીધર્મ કહી બતાવ્યો. આ બંનેએ આ ધર્મ સ્વીકાર્યો. બાદમાં વિક્રમધને ધનકુમારનો અભિષેક કરતાં ધનકુમાર શ્રાવકધર્મ સહિત વિધિવડે પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.'
આ સંસ્કારોની ગતિ એમને નવમા જન્મમાં તીર્થંકર બનવા પ્રેરે છે, એમ માની શકાય!!!
(૪) અરિષ્ટનેમિનો જન્મ (પવિત્રતા અને પ્રભાવ) : અરિષ્ટનેમિના જન્મપૂર્વે માતા શિવાદેવીએ પવિત્ર
ચિહ્નસ્વરૂપ ચૌદ મહાસ્વપ્ન જોયાં.
અપરાજિત વિમાનથી
ચ્યવીને શંખરાજાનો જીવ શિવાદેવીની કુક્ષિમાં આવ્યો ત્યારે પવિત્ર કાર્તિક કૃષ્ણ દ્વાદશીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો. જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થયો. હેમચન્દ્ર કહે છે કે ‘અરિહંતના કલ્યાણકને વખતે અવશ્ય એ પ્રમાણે થાય છે'. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે પવિત્ર શ્રાવણમાસની શુક્લ પંચમીની રાત્રિએ પણ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપ્યો. પ્રસુતિકર્મ પણ શક્રેદે પાંચ રૂપ ધારણ કરી કર્યું. સાથે અચ્યુતાદિ ત્રેસઠ ઇન્દ્ર પણ જોડાયા. ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે ત્યાં રહેવા આજ્ઞા કરી (૮.૫).
આમ અરિષ્ટનેમિના જન્મ સમયે તેમની પવિત્રતાને કારણે સમગ્ર જગત દેવતાઓ સહિત પ્રભાવિત બન્યું. (૫) અરિષ્ટનેમિનું સૌંદર્ય :
અરિષ્ટનેમિનું દ્વિવિધ સૌંદર્ય (બાહ્ય અને આંતરિક) ત્રિષષ્ટિ,માં પ્રાપ્ત થાય છે; જેમ—
યુદ્ધની ઇચ્છાવાળા જાણી શકેંદ્રે પોતાનો રથ માલિ સારથી સાથે મોકલ્યો. અરિષ્ટનેમિએ તે રથ અલંકૃત કર્યો (૮.૭). મહાકવિ ભાસે કહ્યું છે કે સર્વ શોમનીયં સુરુવં નામ (પ્રતિમાનામ્) જાણે કે અહીં સાર્થક થાય છે.
Jain Education Intemational
૩૫૭
છે. પરંતુ એકાદ પ્રસંગનું નેમિનાથનું સૌંદર્ય વર્ણન અહીં પર્યાપ્ત મનાશે જ. જેમ કે નેમિનાથ વિવાહાર્થે જાય છે ત્યારે ગોખ ઉપર બેસી જાણે પ્રત્યક્ષ કંદર્પ હોય તેમ હૃદયમાં કંદર્પને પ્રદીપ્ત કરનાર નેમિનાથને દૂરથી જોઈ વિચારવા લાગી કે, અહો! આવા મનથી પણ અગોચર એવા પતિ મળવા દુર્લભ છે. ત્રણ લોકમાં આભૂષણરૂપ એવા આ પતિ જો મને પ્રાપ્ત થાય તો પછી મારા જન્મનું ફળ શું પૂર્ણ નથી થયું? જો કે એ પરણવાની ઇચ્છાએ અહીં આવ્યા છે, તથાપિ મને પ્રતીતિ આવતી નથી, કારણ કે આવા પુરુષ ઘણું પુણ્ય હોય તો જ પ્રાપ્ત થાય છે (૮.૯). આવા અસિમિત સૌંદર્યને કારણે રાજિમતીને સંશય ઉત્પન્ન થાય છે.
આ થયું નેમિનાથનું બાહ્ય સૌંદર્ય. હવે પછીના ગુણોમાં એમનું આંતરિક સૌંદર્ય પ્રતિત થશે :
(૬) બળવાન અને પરાક્રમી નેમિનાથ :
આ પ્રકારના વ્યક્તિત્વના અનેક પ્રસંગો ત્રિષ્ટિ,૨૪માં મળે છે :
ભૂજા–યુદ્ધમાં પરાસ્ત શ્રીકૃષ્ણે નેમિને કહ્યું કે જેમ રામ મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી બધા વિશ્વને તૃણ સમાન ગણું છું.' કૃષ્ણે માન્યું કે નેમિનાથના બળ સમાન ચક્રવર્તી અને ઇન્દ્રનું બળ પણ નથી (૮.૯). અહીં નેમિનાથનું કૃષ્ણ કરતાં ચડિયાતાપણું બતાવ્યું છે. ત્રિષષ્ટિ.(૮.૭)માં મહાનૈમિનું રુક્મિ અને અન્ય રાજાઓ સાથેનું વી૨૨સથી યુક્ત પરાક્રમી યુદ્ધવર્ણન કર્યું છે.
સેવા દાનની શ્રેષ્ઠ સ્થિતિ છે. `The Service of the poor is the Service of God'. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર શિષ્ય ગૌતમ ઇન્દ્રભૂતિને સંબોધી કહે છે કે ‘હે ગૌતમ! જે બીમાર–દુ:ખીઓની સેવા કરે છે, તે દર્શન (સમ્યગ્દર્શન) દ્વારા મારી ઉપાસના કરે છે અને જે દર્શન
ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે નેમિનાથના વિવાહ નક્કી થયા. આ પ્રસંગમાં નેમિનાથનું અનેકવિધ સૌંદર્ય નિરૂપાયું (સમ્યગ્દર્શન) દ્વારા મારી ઉપાસના કરે છે તે બીમાર–
(૭) અરિષ્ટનેમિમાં દાન અને કરુણાની ભાવના :
જૈનધર્મમાં સમગ્ર જીવ પ્રત્યે કલ્યાણની ભાવના ઇચ્છનીય રહી છે. સમગ્ર જીવો પ્રત્યે રાગ, દ્વેષ, હિંસાદિ છોડી, વીતરાગતા, મૈત્રી, અનુકમ્પા, દાન, કરુણાની ભાવના વિકસાવી વિશ્વપ્રેમ કરવાનું, સમષ્ટિની ભાવના વિકસાવવાનું ગૂઢ સૂચન અને ચિંતન થયું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org