________________
ઝળહળતાં નક્ષત્રો
૩૫૩
ગરવા ગમળ નીચે મહાસિદ્ધિ
અરિષ્ટનેમિનું ગુણાનુરાગી દાર્શનિક વ્યક્તિત્વ (શ્રી ક્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્યના સંદર્ભમાં)
–ડૉ. સમીરકુમાર કે. પ્રજાપતિ
અરિષ્ટનેમિ નામ, ગુણ, રૂપ, દર્શન વગેરેની દૃષ્ટિએ એક સ્વયં તીર્થ છે, માનસતીર્થ છે. એમના ચારિત્રમાં નામ પ્રમાણે લોકસંગ્રાહકની ભાવના ઉજાગર થાય છે. એટલે તો એ ધર્મતીર્થ છે. અરે! સમગ્ર તીર્થોનો સરવાળો છે.
ભારતીય ઇતિહાસે જેની નોંધ લીધી છે એટલે તો એમની પ્રાચીનતા, પવિત્રતા, સહજ પ્રતિભા માનવજાતને આદર્શ અને પ્રેરક બની રહી છે. સંસ્કારબળ માનવજાતને આધ્યાત્મિક ઉન્નતિ માટે ક્રિયાશીલ બનાવે છે. એમના ચારિત્રથી ભારતીયર્જિન-દર્શનના સિદ્ધાંતો ઉજાગર પામ્યા છે. શાસ્ત્રીય વિજ્ઞાનિક) સિદ્ધને પામ્યા છે. એમનું સહજ સૌંદર્ય પ્રકૃતિ અને પર્યાવરણને સુંદર અને અહિંસક બનાવે છે. શ્રમણધર્મને પ્રવાહિત રાખે છે.
દાન, કરુણા, નિર્મમત્વ, નિર્વિકારત્વ અને ઐશ્વર્યમાં તીર્થકરની પરાકાષ્ઠાનાં દર્શન થાય છે. એમનો મોક્ષગામી અને આત્મહિતરત અભિગમ એ આધ્યાત્મિકતાની ઊંચાઈ છે. કર્મના સિદ્ધાંતમાં એમની કર્તવ્યનિષ્ઠા અને જૈનઆચારોમાં લોકકલ્યાણની ભાવના અનુસ્મૃત છે. આમ આવું ઉદાત્ત, સાધુત્વથી યુક્ત એક જ ચારિત્ર માત્ર જૈનધર્મને, શ્રમણધર્મને રાષ્ટ્રધર્મ, વૈશ્વિકધર્મની ભૂમિકામાં મૂકે, એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં લેખાય (!!!) આપણે પણ આવી વિભૂતિનું થોડું-ઘણું અનુસરણ અને આચરણ કરીશું તો ચોક્કસ જ્ઞાનવાનું અને લોકોત્તરસૌભાગ્યસંપન્ન બની પરમાત્માની ભૂમિકાએ પહોંચીશું એમાં બે મત નથી (!) તથા સમષ્ટીયુક્ત “વસુધૈવ કુટુંબકમની ભાવના તો આપમેળે ઉજાગર થશે જ એવો દેઢ વિશ્વાસ છે.
સૂચિત લેખમાળાનું સર્જન કર્યું છે ડૉ. સમીરકુમાર કે. પ્રજાપતિએ, જેઓનું ઉત્તર ગુજરાતના શિક્ષણસાહિત્યજગતમાં નોંધપાત્ર પ્રદાન છે. પાટણ જિલ્લાનું મણુંદ ગામ તેમનું વતન. જન્મ તારીખ ૧૨-૭-૧૯૬૯. સામાન્ય સ્થિતિમાં પણ સંસ્કૃતમાં એમ.એ., પીએચ. ડી. સુધીનો પૂરી લગનથી અભ્યાસ કર્યો અને આગળ આવ્યા. તેમના અધ્યાપકીય અનુભવમાં તેઓ રાધનપુરની શ્રી ટી.એ. ચતવાણી આર્ટ્સ અને જે. વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં પંદર વર્ષથી સંસ્કૃતના વ્યાખ્યાતા અને પી.જી. ટીચર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા સંસ્કૃત વિષયના પીએચ.ડી.ના માન્યતા પ્રાપ્ત માર્ગદર્શક તરીકે સેવા આપે છે. તેમનાં ત્રણ પુસ્તકો સં.સા. અકાદમી ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત થયેલ છે, ઉપરાંત દ્વાદશ દેવતા' શ્રેણી અંતર્ગત સંસ્કૃત સાહિત્યમાં શ્રીકૃષ્ણ ઉપરનું પ્રકાશન ખૂબ જ લોકાદર પામ્યું છે. ઉપરાંત વિવિધ જર્નલ્સ સામયિકોમાં. પચ્ચીસ જેટલા સ્વાધ્યાયલેખો પ્રકાશિત થયાં છે. પ્રધાન સંપાદક તરીકે ત્રણ પુસ્તકો અને સહસંપાદક તરીકે કુલ છ પુસ્તકો પ્રગટ થયાં છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદો અને અધિવેશનોમાં કુલ પચાસ લેખોની પ્રસ્તુતિ થઈ છે. યુ.જી.સી.ના માઇનર રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત “ઉત્તર ગુજરાતનાં જ્ઞાતિપુરાણો અને સ્થળ પુરાણોનું સાંસ્કૃતિક અધ્યયન' વિષય ઉપર કાર્ય કર્યું છે. વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થાઓનું સભ્યપદ ધરાવે છે. ડૉ. પ્રજાપતિ મળવા જેવા માણસ છે. ધન્યવાદ
-સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org