________________
ઝળહળતાં નક્ષત્રો.
૩૨૧
“ઉપદેશતરંગિણી' શાસ્ત્રમાંથી તારવેલું કાંઈક
જળાશધળાની વૈજ્ઞાનિકતા :
પ્રમાણ મીમાંસા
જૈનાચાર્ય પૂ. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
- પ.પૂ. પંન્યાસ શ્રી ગુણસુંદરવિજયજી ગણી
દેવ મહાદેવપણું તો અરિહંતદેવ-સિદ્ધદેવમાં જ છે..કલ્પવૃક્ષ-કામધેનુ-કામકુંભઅચિંત્ય ચિંતામણિ-કામવેલડી સ્વરૂપ એ દેવની ઉપાસના ઉપાસકને એમના જેવું જ દેવપણું અર્પણ કરે છે. આ દેવાધિદેવ જિન તો છે જ, સાથે ઉપાસકને જિન બનાવનારા છે; સંસારસાગરથી તરેલા તો છે જ, સાથે જ એમને અનુસરનારને સંસાર સમુદ્રમાંથી સર્વથા બહાર કાઢે છે; સર્વ જાણનારા, સર્વ જોનારા તો છે જ, સાથે એમને વળગીને રહેનારને પોતાની જેવા જ સર્વજ્ઞ-સર્વદર્શી બનાવે છે; સર્વ કષાય-સર્વ કર્મથી ખુદ છુટેલા આ સુંદરગુણગણનિધિ એમના આરાધકોને આવી જ મુકિતનું પ્રદાન કરે છે. આ ત્રિભુવનભાનું પોતાનો સર્વપ્રકાશ પોતાના આશ્રિતોને આપી દે છે, છતાં એમનો પ્રકાશ જરા પણ ઓછો થતો નથી.
ઉપદેશ તરંગિણી શાસ્ત્ર–રચના કાળ વિક્રમની સોળમી સદી પ્રાયઃ વિ.સં. ૧૫૧૯ રચયિતા છે શ્રી નદિર–ગણિવર્યના શિષ્ય પંડિતમંડણ શ્રી રત્નમંદિર ગણિવર. શત્રુંજ્યાદિ તીર્થનો મહિમાસુપાત્ર આદિ દાન પ્રશંસા-જિનપ્રાસાદ નિર્માણપ્રભાવ-જિનપૂજા માહાભ્ય–તીર્થયાત્રા ફળ–ધર્મોપદેશ સ્વરૂપ આદિ અનેક વિષયો અહીં ૩૩૦૦ શ્લોકપ્રમાણ ગ્રથિત કરવામાં આવ્યા છે. એમાંથી બહુ જ થોડી અગત્યની તારવણી કરી પૂ. પંન્યાસશ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ અહી આપી છે. આપણે તે જાણીએ-માણીએ.
આ ગ્રન્થ એક વાત બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. અસારમાંથી સાર બહાર કાઢી એનો આનંદ માણો. અસાર ધનનો સાર છે દાન, અસાર વાણીમાંથી સત્ય તારવી લો, અસાર આયુષ્યમાંથી કીર્તિ અને ધર્મનું અર્જન કરો, અસાર કાયાથી પરોપકારનો સાર લઈ લો. આગળ કહે છે. બુદ્ધિ મળી છે તો તત્ત્વની વિચારણા કરો, દેહ મળ્યો છે તો વ્રત-નિયમ ધારણ કરો, પૈસાથી સુપાત્રદાન કમાઈ લો. અને વાણીથી બીજાની પ્રીતિ હાંસલ કરી લો.
પ્રસંગોપાત જૈનધર્મની મોલિકતા અતિ–પ્રાચીનતાનો પરિચય કરાવનાર ૧૦૮ વર્ધમાન આયંબિલ ઓળીનિધિ પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર વર્ધમાન આયંબિલ ઓળી ૧૦૦+૩ના આરાધક. તથા પૂ.પં.શ્રી ગુણસંદરવિજયજી મ.સા. જેમનો અનુક્રમે ૩૭ વર્ષનો દીક્ષાપર્યાય છે. આ બંને ગુરુ બંધુઓ સહોદરો નવું નવું સંશોધન અને ચિંતન સાહિત્યમાં ખૂબ જ રસ-રુચિ ધરાવે છે. પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ પૂ. ગુરુદેવની કૃપાથી અને અમરેલી-સૌરાષ્ટ્રના લીલાવતી નવલચંદ કીરચંદ ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વક રજા લઈને દીક્ષા લીધી. પૂજ્યશ્રીની સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહ્યા છે. પૂજ્યોને સાદર વંદનાઓ!
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org