________________
ઝળહળતાં નક્ષત્રો
(A) વિદેશી વૈદ્યરાજ લુકમાનના તારણ પ્રમાણે જે વ્યક્તિ અઠવાડિયે એક વાર લાંઘણ કરે, પંદર દિવસે એક ઉપવાસ કરે તેને અબ્રહ્મ વાસનાની સતામણી નથી. પી લેખે એક ઉપવાસ અથવા બે આયંબિલની વિચારણા એ ગણધરોએ આપી છે તે NATUROPATHY ઉપચાર છે.
(B) રમણ મહર્ષિ, સ્વામી રામતીર્થ કે સ્વામી રામદાસ, સંત જ્ઞાનેશ્વર કે શીલવંતી પદ્મિની રાણી બધાય પાત્રો ઐતિહાસિક બની ગયા તેમાં મૂળ પાયો હતો શીલ-સદાચાર અને બ્રહ્મવ્રતની નિષ્ઠાનો. તેમની ભાષાકીય ખુમારી તેમના આંતરિક સત્ત્વની સીમારેખા સમાન હતી.
(C) મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબે પોતાની જ શાહજાદી જંબુન્નીસાને મલમલના ઝાંખા કપડા પહેરી પિતા સામે આવેલી દેખી, બાદશાહ કોપાયમાન થઈ ગયો હતો. દેહરક્ષા કરનારા વસ્ત્રોનું બીજું કાર્ય છે મર્યાદા અને શીલરક્ષા. તે પછીની નારીની શીલ સુંદરતા વધી જાય છે.
(D) દેશપ્રેમ પાછળ કુરબાની આપી દેનાર ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ વગેરે ભારતીય ક્રાંતિવીરો તરીકે નવાજાયા છે પણ તે બધાયના જીવનમાં પણ જો સદાચારશીલગુણ અને પરનારી સદ્ભાવ ન હોત તો દેશસેવા, સમાજસેવા કે પરાર્થના કાર્યો કેવી રીતે કરી શકત?
આમ અનેક ઉપાયોમાં ભૂલથી પણ રાગથી સ્રીના દર્શન થઈ જાય તો સૂર્ય સામે ગયેલ દૃષ્ટિની જેમ નયનો પાછા વાળી લેવા તેવો શાસ્ત્રોપદેશ છે. પરમાત્માનું નામસ્મરણ, મહામંત્ર નવકારના જાપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે પણ સાધનાના ઉપચારો છે. યોગાસન, પ્રાણાયામ, પરાર્થપ્રવૃત્તિઓ કે ઇન્દ્રિય-દમનના વિકલ્પો પણ બ્રહ્મવ્રત સાધના માટે ઉપકારી છે. કહેવાય છે કે કામ એ જ કામને મારે છે, તે માટે સતત અર્થ અને ધર્મપુરુષાર્થમાં ખોવાઈ જનારનો કામપુરુષાર્થ પાતળો પડી શકે છે. પણ તે માટે વિજાતીય તત્ત્વોની દૂરી ખાસ જરૂરી છે. સ્વદારાસંતોષવ્રત, પર્વતિથિના નિયમો, અનુક્રમે આજીવન માટે બ્રહ્મચર્યવ્રત, પ્રતિજ્ઞા વગેરે દ્વારા પણ ક્રમિક પ્રગતિ સાધી શકાય છે. સહશયન ત્યાગ, સૌંદર્ય પ્રસાધનોનો અનુપયોગ તથા દેહશોભાવિરમણ દ્વારા વ્રતની સાધના કરવી જોઈએ.
પાપો તરફ ધિક્કાર બુદ્ધિ, પ્રાયશ્ચિત્ત, પશ્ચાત્તાપ અને પરિતાપ ઉપરાંત પ્રતિક્રમણ દ્વારા પણ આત્મશુદ્ધિ વધતી ચાલે
Jain Education International
૩૧૯
છે. શાસ્ત્રપાઠોમાં આવતા આલાવાઓને ભાવપૂર્વક આલોચવા. કુવિકલ્પોનો ત્યાગ કરવો, કલ્યાણમિત્રોનો યોગ ગોઠવવો, ગુરુ કે ગીતાર્થ પાસે જીવનની ભૂલો ખુલ્લી કરી દેવી. જિનવાણી- શ્રવણ, તપ-ત્યાગ, સેવા-પૂજા, તીર્થભ્રમણ, સાંચન, સન્ક્રિયાકુશળતા, જીવદયા પ્રવૃત્તિઓ, માનવતાવાદી કાર્યો કે પાદવિહાર વગેરે દ્વારા સાધનાનું સંતુલન વધે છે.
મહામંત્ર નવકારનો જાપ, વિકારી કુતૂહલવૃત્તિઓનો કાપ, ભૂતકાલીન ભૂલોનો સંતાપ તે પણ વિકલ્પો છે આત્માનુશાસનના. ૐૐ મૈં નમો સંમવયઘારિનમ્”.નો જાપ કે ૐ નમો ઘોર હંમયારીનું ડ્યો હ્તો સ્વાદાનો જાપ પણ કલ્યાણકારી છે. બ્રહ્મચર્યપાલનથી પુણ્યવિકાસ છે, જ્યારે અબ્રહ્મસેવન પાપ વિલાસ છે. નિરતિચાર ચારિત્રજીવનની એક ક્ષણ ૯૨ કરોડ પલ્યોપમથી વધુ દેવતાઈ સુખનું કારણ જણાવવામાં આવી છે. વિપરીત પક્ષે પ્રમાદરૂપી મહાશત્રુ ભાનુદત્ત જેવા ચૌદપૂર્વધારીને પણ સંયમથી લપસાવી નિગોદમાં લઈ ગયાની કડવી કથાઓ પણ નોંધાણી છે.
રસનેન્દ્રિયના વિજયથી કાર્મેન્દ્રિય વિજય છે તે જ બને છે, વિશ્વવિજય કારણ કે અંતર્મુખી બ્રહ્મચારી આત્માનું શોધન-સંશોધન કરી સકળ જગને સ્વયંના જ્ઞાનબળથી સ્વસ્થાનથી પણ જાણી-સમજી શકે છે. જેમણે જેમણે કામોત્તેજક વૃત્તિ-પ્રવૃત્તિઓને રૂંધી તેના તન-મન-ધનની તેજસ્વિતા તો વધી જ સાથે યશ-કીર્તિ પણ વગર પ્રયત્ને સર્વત્ર વ્યાપી ગયા. બ્રહ્મચારી પુરુષ વિવેકવાન, જ્ઞાની, મહાન અને દીર્ઘદ્રષ્ટા બને તેમાં કોઈ જ આશ્ચર્ય નથી. ચતુર્થવ્રત એ તો જીવદયાની પણ સૂક્ષ્મતા છે, અહિંસાનો અવ્વલ આચાર છે. પ્રતિપક્ષે વિષયોનું ચિંતન પણ ભડભડતી ચિતા કરતાંય ભયાનક છે, માનસિક વિકાર કે વિલાસથી પણ કેટલાય જીવો નરકગતિના મહેમાન બની ગયાની હકીકતો છે. કામરાગને શાસ્ત્રમાં વડવાનલની ઉપમા અપાઈ
છે, જેથી કામના સ્મરણમાં પણ જીવતા જીવનું મરણ સંભવિત બની જાય છે. પરસ્ત્રી કે પરપુરુષ પ્રણયથી જે પર છે તેવો ગૃહસ્થ પણ સંસારી છતાંય સંસારથી પર બનવા યોગ્ય જણાવાયો છે.
ઉન્માદ, પ્રમાદ, આવેશ, આવેગ, વિજાતીય અપેક્ષાઓ, વિકારી એષણાઓ તે બધાય તત્ત્વો મારક છે, પ્રતિપક્ષે છે શાંત–ઉપશાંત-દાંત-અબ્રાંત અને વૈરાગ્યસભર મનોબળ. તે મનોબળ બ્રહ્મચર્યરત સાધકોને સહજમાં સાંપડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org