________________
ઝળહળતાં નક્ષત્રો
તપસ્વી પ.પૂ. પન્યાસજીના આછેરા જીવન-કવનની વિગતો અગાઉ પણ સચિત્ર પ્રકાશિત થઈ છે, તેથી તેનો વિસ્તાર ન કરતા અત્રે ઋણાનુબંધના અદ્ભુત લેખાજોખા રજૂ કરીશું. જે કદાચ આશ્ચર્યપ્રદ લાગે તોય સત્ય હકીકતો છે.
(૧) વિ.સં. ૨૦૨૬ની સાલમાં સ્વ. ગચ્છાધિપતિ ૫.પૂ. ભુવનભાનુસૂરીશ્વરજીનો પ્રથમ પરિચય, વૈરાગ્યવાણી શ્રવણ ઝરિયા તથા કલકત્તા મુકામે જેના પ્રભાવે આરાધક મંડળ, જ્ઞાનભંડાર તથા પરમાત્મા ભક્તિ કાર્યક્રમો સાથે સામાયિક-પ્રતિક્રમણનો કરેલ શુભારંભ.
(૨) વિ.સં. ૨૦૨૭ના ઝરિયા ચાતુર્માસ દરમ્યાન પ.પૂ. પં. જયસોમવિજયજીનો નિકટનો પરિચય. નવલખા નવકાર જાપની પ્રતિજ્ઞા તથા તા. ૨૧-૧૦-૧૯૭૧ થી ચઢતા પરિણામે શુભારંભ. ચાતુર્માસ પ્રવેશ સમયે ધનબાદથી પણ દૂર-દૂર સુધી સામે લેવા જતી વખતે પ્રગટેલ વૈરાગ્ય દીપક.
(૪) ચૈત્ર સુદ ૧૩ના દિવસે પૂર્વે મળેલ પ્રેરણાથી કરેલ મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનની ભવ્ય અંગરચના વિ.સં. ૨૦૨૯માં અને સહવર્તી આંગી કરનાર સાંસારિક મિત્રને ફક્ત આપેલ સહાયતા. સાંજે આરતી સમયે પ્રભુજીના મસ્તકે રહેલ છત્રનું ૭-૮ કલાક સુધી ફરવાનું આશ્ચર્ય.
(૫) વિ.સં. ૨૦૩૬માં મુંબઈ-શ્રીપાળનગરના મુકામે
ફરીવાર થયેલ સંપર્ક પછી, સતત ચાલુ થયેલ પ્રેરણા પત્ર વ્યવહાર. તે જ વરસમાં સાંસારિક માતુશ્રીની સમાધિ માટે થયેલ સગાઈ, છતાંય ગુરુદેવોના ખાસ આગ્રહથી અમેરિકા વગેરે વિદેશગમન તથા નૂતન સાંસારિક Audit and Statistic Education ઉપર મનોમન કરેલ પ્રતિબંધ તથા ધર્માભ્યાસનો શુભારંભ.
(૬) સાંસારિકાવસ્થા દીક્ષાપૂર્વેના ૧૧ વરસોમાં ન્યાયસંપન્ન વૈભવના અભિગમ સાથે નીતિમય વેપાર, ઓડિટસેવા, અનેક જાત્રાઓ, પાઠશાળા સંચાલન તથા કતલખાના વિરોધ કરેલ અભિયાનો. સંપૂર્ણ હિન્દુસ્તાનની સફર ૨૦૨ વાર પ્લેનમાં છતાં થઈ શકેલ રાત્રિભોજનત્યાગ વિગેરે નિયમો. (૭) વિ.સં. ૨૦૪૫મા થયેલ ગણિપદવી પછી
(૩) વિ.સં. ૨૦૨૭મા જ ગુરુદેવ સાથે થયેલ સમ્મેતશિખરજીની જાત્રા તથા લીધેલ અભિગ્રહો તેને કારણે કુલ
મળી ૩૬ વાર (ચંદ્રપ્રભુજીની ટૂંક ૧૧ વાર) થયેલ સંપૂર્ણ ચાતુર્માસ અને વિવિધક્ષેત્રોના વિચરણ.
પહાડની જાત્રાઓ.
Jain Education Intemational
પરિચયમાં આવેલ સંયમેકલક્ષી સાધ્વી પ્રવર્તિની વસંતપ્રભાશ્રીજી આદિ ઠાણા તથા પૂજ્ય ગુરુદેવના માર્ગદર્શનથી સાધ્વી ભવ્યગુણાશ્રીજીએ કરેલ તેમનો ગુરુણી તરીકે સ્વીકાર.
303
(૮) વિ.સં. ૨૦૨૦ની સાલમાં થયેલ પ્રથમ વૈરાગ્ય ઝરિયાના ચાતુર્માસ પછી ઠીક વીસ વરસે વિ.સં. ૨૦૪૭માં ગુરુદેવોનું વિચરણ કરતાં બેંગલોર પધારવું અને વિ.સં. ૨૦૪૬ પછી સમાપન કરેલ સંપૂર્ણ ભારતવર્ષના ઑડિટ કાર્ય તથા બેંગલોર અને કર્નાટક સંપૂર્ણના વ્યવસાયની નિવૃત્તિ પછી અનેક ગુરુભગવંતોની ઉપસ્થિતિ વચ્ચે થયેલ સજોડે ચારિત્ર ગ્રહણ.
(૯) સંયમ જીવનમાં જ્ઞાનાર્જન માટે સુવિશાલ ગચ્છાધિપતિ ૫.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પાવનકારી નિશ્રામાં થયેલ જ્ઞાનાભ્યાસ અને આ.ભ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના કાળધર્મ પછી અનેક મહાત્માઓ પાસે થયેલ વિવિધ અભ્યાસ પછી ગુરુદેવોની અનુજ્ઞાપૂર્વક પ્રારંભ થયેલ સ્વતંત્ર
સવિશેષ વિગત એ છે કે વિ.સં. ૨૦૨૭માં પ્રગટેલ વૈરાગ્ય પછીના ૨૦ વરસે પ્રવજ્યા પ્રાપ્તિ થયેલ છે. અને તે પછીના ઠીક ૨૦ વરસે વિ.સં. ૨૦૬૭ના શુભારંભે પ્રસ્તુત પરિચય લેખ તપસ્વીરત્ન પૂ. ગુરુદેવના સંયમજીવનના ૫૧મા ચાલુ વરસની અનુમોદનાર્થે સહજમાં લખાયો છે. ક્યારેક દૂર તો ક્યારેક નિકટ છતાંય અવિરત અનુપમકૃપાથી સ્વાધ્યાય-તપપ્રવચન-લેખન કે શાસનપ્રભાવક પ્રવૃત્તિઓ મધ્યે સુખદ
અનુભૂતિઓ થઈ છે, જે પરમગુરુ પરમાત્માને પણ આભારી
છે.
પ્રાંતે લેખની સમાપ્તિ સાથે સ્વર્ગવાસી ગુરુદેવો અને વિચરતા ગુરુદેવો પાસે સવિશુદ્ધ સંયમ જીવન માટે ભાવપ્રાર્થના અને આત્મશુદ્ધિની ખેવના; હીણા કાયિકબળ સામે તીણા માનસિકબળની યાચના, સર્વે પૂજ્યો પ્રતિ સદ્ભાવના.
“ગુરુ દીવો, ગુરુ દેવતા-ગુરુ વિણ ઘોર અંધાર, પરમગુરુ પરમાત્મ–પ્રભાવે, થશે પાર સંસાર.'’
ગુરુ પ્રશસ્તિનો આ લેખ મર્યાદિત શબ્દોમાં લખાયો છે, અન્ય અનેક વિગતોમાંથી મુખ્ય લખાયેલી છે.
સમર્પણકર્તા :-શિષ્ય જયદર્શન વિજયની ભાવવંદનાવલી.
For Private & Personal Use Only
www.jainelibrary.org