________________
૩૦૮
(D) ફક્ત વસ્ત્રજીના શ્રવણ વખતે રાજા સિદ્ધાર્થ અને ત્રિશલા રાણીના અલગ-અલગ શયનખંડની વાતો પર્યુષણમાં સાંભળી દેદાશાહે ઘેર આવી શ્રાવિકા સાથે મંત્રણા કરી આજીવન માટે બ્રહ્માવતની ધારણા કરી હતી, સતત જિનવાણી શ્રવણને જીવનના આચરણમાં ઉતારી હતી.
દીર્ઘ આયુષ્ય, સુદ્રઢ આરોગ્ય અથવા સામાજિક આબરૂ વગેરે માટે પણ બ્રહ્મચર્યપાલન આવશ્યક તત્ત્વ છે. એવું એકેય દ્રષ્ટાંત જોવા ન મળે કે કોઈને બ્રહ્મચર્યપાલન કરવાથી નવા રોગના ભોગ બનવું પડ્યું હોય. આ વ્રતથી 'સુ'નો સરવાળોને 'કુ'ની બાદબાકી થાય છે.
(૪) ચારગતિનું ચિંતન (MEDITATION UPON FOURFOLD EXISTENCE) :વાસના પ્રથમ દોષ ઉત્પન્ન કરે છે પછી દુઃખોના અનુભવ ચાલુ થાય છે અને જીવ દુર્ગતિએ ચાલ્યો જાય છે. કોઈની પાસેથી પૂર્વજન્મ કે પશ્ચાત્ જન્મનું ભાન થાય પછી વૈરાગ્ય વધ્યા વગર ન રહે. જેને જન્મ- મરણના ફેરાથી બચવું હોય તેણે અન્યને જન્મ આપવામાં નિમિત્ત ન બનવું.
(A) ક્ષાધિક સમકિતી હતા શ્રીકૃષ્ણ મહારાજ. તેથી જે જૈ દીકરીઓ પરણવા માટે શણગાર સજીને આવતી તેને દુર્ગતિથી બચાવવા પૂછતા કે ''રાણી બનવું છે કે દાસી''. રાણી બનવાની ઇચ્છા દેખાડનાર પુત્રીને નૈમિનાય ભગવાન પાસે મોકલી દેતા હતા. આમ અનેક પુત્રીઓનો સંસાર છોડાવેલ હતો.
(B) જ્યારે મહેશ્વરદત્તને જ્ઞાની જૈન મુનિ પાસેથી માહિતી મળી ગઈ કે ખોળામાં રમી રહેલો પુત્ર તે જારપુરુષનો જીવ હતો અને તે પાછો પોતાનો પુત્ર ન હતો. જે પિતા મરી પાડો થયેલો તેનું જ માંસ પોતે ખાધેલ અને જે કૂતરીને ખવડાવેલ તે પોતાની પૂર્વ ભવની માતા હતી. વિચિત્ર ઘટના થકી વૈરાગી બની દીક્ષા લીધી.
આ
(C) વડીલોના આગ્રહથી લગ્નગ્રંથીથી જોડાઈ જનાર ગજસુકુમાલ મુનિરાજ પાસે ભવભ્રમણ અને ચારેય ગતિમાં ભટકી રહેલ આત્માનું ચિંતન હતું. તેના કારણે જ જ્યારે સૌમિલ સસરા તરફથી મરણાંત ઉપસર્ગ આવ્યો ત્યારે સંસારત્યાગી-વૈરાગી તેઓ ડગ્યા ન હતા.
(D) કુણિક સાથેના ઘોર સંગ્રામ પૂર્વે દીર્ઘદ્રષ્ટા ચેટક રાજા પોતાની પુત્રીઓને પરણાવવામાં પણ ઉલ્લાસવંત ન હતા.
Jain Education International
જિન શાસનનાં
પ્રતિદિન યુદ્ધમાં પણ એક બાણથી વધુ શસ્ત્રો વાપરતા ન હતા અને યુદ્ધમાં હાર થયા પછી પણ દુર્ગતિના કરી પોતાના સિદ્ધાંતો છોડ્યા ન હતા.
ચાર ગતિઓમાંથી પ્રત્યેક ગતિમાં જીવાત્મા જન્મ પામ્યો છે. જન્મ, જીવન અને મરણ એ પરંપરા અનાદિકાળથી વળગેલી છે, છતાંય જીવ દેવ હોય કે દાનવ, કીડી હોય કે કુંજર, પશુ-પંખીરૂપે હોય કે ઝાડપાન રૂપે તે બધાય જીવમાં શિવનો વાસ છે. સાગતિથી છૂટવા માટે જ બ્રહ્મચર્યની સાધના છે.
(૫) પંચકારી જ્ઞાન ઉપાસના (WORSHIPMENT OF FIVE KINDS OF KNOWLEDGE) :—એક જ્ઞાની, વિજ્ઞાન કે સાચી પંડિત કોઈ પણ ક્રિયા-કરણી પછીના પરિણામની ચિંતા જરૂર કરવાનો. સાવ સરળ વાત એ છે કે નેમિનાથ ભગવંત ત્રણ જ્ઞાનના ધણી હતા, છતાંય પશુની કરુણાનું નિમિત્ત દેખાડી લગ્નની જાન પાછી વાળી દીધી. કારણમાં ભોગને જ રોગ માની મહેલ છોડી જંગલને મંગલ માનેલ.
(A) ભગવાન મહાવીરસ્વામીની પાટે આવેલ આ. શસ્થંભવારિજી જન્મે જૈન ન હતા. બ્રાહ્મણ છતાંય શ્રમણ બનેલ ત્યારે પત્ની ગર્ભવતી હતી. પાછળથી જન્મેલ મનકકુમારને પણ ફક્ત છ માસના દીક્ષાપર્યાયમાં સ્વાધ્યાય માર્ગે ચઢાવવા, દશવૈકાલિક જેવા મહાસૂત્રની રચના કરી
હતી.
(B) જેમની તપસ્યાના પ્રભાવે નદીનાં પૂર પણ બીજી દિશામાં વળી ગયેલાં તેવા કુલવાળુક જેવા સાધુ કુણિક દ્વારા મોકલેલ માગધિકા નામની વેશ્યાને વશ થઈ ગયા અને ચારિત્રષ્ટ થઈ ગયા. તેમાં ગુરુડોનું કારણ તો હતું જ, સાથે જ્ઞાનોપાસનાનો અભાવ હતો, મોહની પ્રબળતા હતી અને તેવો ભાવિભાવ પણ હતો.
(C) કોશા વેશ્યાના શ્રૃંગાર-મંદિરમાં ચાતુર્માસ કરી મિષ્ટાન્ન વગેરે વાપરીને પણ શીલવ્રતને અખંડિત સાચવી ૮૪ ચોવીશી સુધી માટે અમર બની જનાર સ્થૂલભદ્રજી પાસે પરિણત જ્ઞાનોપાસના હતી. જયારે ફક્ત ઇર્ષ્યાને વશ બની જનાર સિંહગુફાવાસી મુનિ કોશાદર્શને પતિતભાવ પામ્યા તેમાં જ્ઞાનનો અભાવ છે.
(D) દરરોજ રાજપાલખીમાં બેસી રાજસભામાં જનારા
For Private & Personal Use Only
www.jainelibrary.org