________________
ઝળહળતાં નક્ષત્રો.
૩૦૧
છે તસ્વીરની તાજી તવારીખ
૬૮ ઉપવાસના તપસ્વી તથા વિધિપૂર્વક જાપકર્તા, પ.પૂ.પં જયસોમવિજયજી પાસેથી નવકાર મહામંત્રને બાલવયમાં જ ગ્રહણ કરી તે જ મહામંત્ર નવકારના બળે સાંસારિક અંતરાયો કે ચારિત્રમોહનીયકર્મ ખપાવી સજોડે દીક્ષિત થનાર નમસ્કાર મહામંત્રના વિશિષ્ટ પ્રભાવક મહાત્મા પ.પૂ. જયદર્શનવિજ્યજી પોતાના ભવોપકારી ગુરુદેવની પ્રશસ્તિ ગાથા ત્રણાનુબંધના લેખ સાથે નમસ્કાર મહામંત્રના નવપદમાંથી ફક્ત પ્રથમ પદ “નમો અરિહંતાણં” ઉપર પોતાની તાત્વિક શૈલીથી પ૧ અનપેક્ષાઓવાળો આ લેખ પાઠવી, તેમના જ ગુરુદેવના ૫૧મા સંયમપર્યાય વર્ષને વધાવી રહ્યા છે, સાથે પરંપરામાં મળેલ નવકારની આરાધનાપ્રભાવનાને અહીં સુધી પહોંચાડવા નમ્ર પ્રયાસ કરી રહ્યા છે.
ગુરુદેવોની સવિશેષ કૃપાથી જ તેઓ અલ્પ સંયમ પર્યાયમાં અને તેમાંય દીક્ષાપૂર્વથી જ મદ્રાસ, વિજયવાડા, અહમદાબાદ, બેંગલોર, કલકત્તા, ઝરિયા, હૈદરાબાદ, મુંબઈ, પૂના અને ભારતવર્ષના અનેક સ્થાને
જ્યાં જ્યાં ગયા ત્યાં પોતાના ચારિત્રજીવનની સંપ્રાપ્તિમાં નવકારનો જ પ્રભાવ દર્શાવી, અનેકોને નવલખા નવકાર જાપની પ્રતિજ્ઞા દેતા રહ્યા અને સંયમ સંપ્રાપ્તિ પછી દસથી વધુ વરસો સચોટ સ્વાધ્યાયમાં વીતાવ્યા પછી જ જ્યારે પ્રવચનકર્તા બન્યા ત્યારે પણ અનેક સંઘોમાં અનેક પ્રકારી આરાધનાઓ વચ્ચે મહામંત્ર નવકારને જ પ્રધાનતા બક્ષી નવલખા જાપ વિષે પ્રકાશન કરતા રહ્યા. આજ સુધીમાં ૨૭૫થી વધુ નવલખા નવકાર જાપ અનુષ્ઠાનો વિવિધ સંઘોમાં કરાવી, ૧૮૦૦૦થી પણ વધુ શ્રાવક-શ્રાવિકાઓને લાક્ષણિક જાપમાં વિધિવત્ જોડી યથાશકથ શાસનપ્રભાવનાઓ કોઈ પણ પ્રકારના સ્પર્ધાત્મકભાવો વગર કે અપેક્ષાઓ વગર કરવાથી તેમના તરફથી અપાયેલ નવકારની લેખકીય પ્રસાદી ગુરુકૃપાએ સર્વમાન્ય બનતી ચાલી. આ પૂર્વેના પ્રકાશિત શ્રમણગ્રંથ અને સ્વપ્નશિપી ગ્રંથને પણ જૈન અને જનસમાજ તરફથી અપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
લેખક પૂજ્યશ્રીની શ્રુતસાધના અનેક વિષયો ઉપર પ્રકાશ પાથરતી જોવા મળે છે. છતાંય સિવાય વિશેષ કારણ તેઓ Short and Sharp વિષયો ઉપર જ લખતા રહ્યા છે. યથાશક્ય સમય સ્વાધ્યાય, માર્ગદર્શન, પ્રવચન, પરાર્થભાવોમાં વ્યતીત થયા વગર આવા બહોળા લેખોનું સર્જન અશક્ય છે.
પ્રસ્તુત મહાગ્રંથના પણ ૧૫૦ થી વધુ પાનાઓ અમારી વિનંતીથી લખી આપી જિનશાસનના સર્વે આરાધકો ઉપર તેમણે ઉચ્ચકોટિનો ઉપકાર કર્યો છે. તેઓની નમ્ર સૂચના વારંવાર મળે છે કે પુસ્તક લેખન પ્રકાશન વગેરેનું મુખ્ય કર્તવ્ય શ્રાવકોનું છે, શ્રમણોનું તે કાર્ય ગૌણ છે. માટે ૨૭માં આ ગ્રંથ પછી પણ અનુકૂળતા મુજબ આગળ પ્રકાશન માટે પણ શ્રુતસાધકે સારું વિચારવું જોઈએ.
પૂજ્યશ્રીની પાવન પ્રેરણા ઉપર સમુચિત વિચારણા કરવાના ભવ્યભાવો સાથે આ લેખની સામગ્રીને લોકહિતાર્થે અને તેમાંય ખાસ સાક્ષરો માટે વધાવીશું. કારણ કે આથી પણ વધુ તાત્ત્વિક ભાષામાં નવકાર વિશે તેમના નવકાર સાર સમાચાર નામના પુસ્તકમાં ભવ્ય નવકારની ભાવયાત્રા, કાવ્યયાત્રા, તત્ત્વયાત્રા, વિજ્ઞાનયાત્રા એમ ચાર વિભાગો સાથે અન્ય અનેક નાના-નાના લેખો પણ આરાધકો હેતુ રચ્યા છે અને હિન્દી ભાષામાં પણ “નવનવા નવાર બાપજી મહિમા” નામે પુસ્તક લખ્યું છે. -સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org