________________
ઝળહળતાં નક્ષત્રો
32
પ્રસ્તુત થઈ રહેલા અમારા આ ૨૭મા ભગીરથ પ્રકાશનમાં સારી એવી મહેનતથી સાધકોના સ્વાર્થ કે પરમાર્થ માટે લખાયેલ આ લેખ બ્રહ્મચર્યલક્ષી સાધનાઓ માટે એક અલગ પ્રકારના ૨૭ માર્ગદર્શનો આપી રહ્યું છે. વિશ્વ સમગ્રને મહાત કરી પરાધીન-પરવશ અને પામર બનાવી દેનાર છે કામદેવના વિષય પ્રપંચો, જેની સામે પડનાર સંસારી પક્ષે સુખી નથી થઈ શકતો તેવી ગલત માન્યતાઓને ભાંગી નાખનાર કેટકેટલાય જૈનશ્રમણો થઈ ગયા.
બ્રહ્મચર્યવ્રતની છ વિભાવનાઓ
માર્ગદર્શક ઃ ૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)
જે દિવસે તીર્થંકરોએ દેખાડેલ વિરાગના માર્ગ ઉપર ચિરાગ જેવો જ્ઞાનપ્રકાશ લઈ સંચરણ કરનાર કોઈ મહામાનવ પાક્યો, ત્યારે ત્યારે તે તે ક્ષેત્રીય, દેશીય કે આંતરરાષ્ટ્રીય વાતાવરણે પલટો ખાધો છે. વિષમતાઓના જ્યારે જ્યારે વ્યાપ વધી ગયા છે ત્યારે ત્યારે સમતાઓ સાથે બ્રહ્મમૂર્તિ જેવા તીર્થંકર ભગવંતો જન્મ
પામ્યા છે અને જગતને કઠોર લાગતી બ્રહ્મચર્ય સાધનાઓ સરળમાં સરળ રીતે સમજાવી છે.
૩૦૫
સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મની પ્રરૂપણા દ્વારા જે ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના ભગવંતોએ કરી છે તેના લક્ષ્યો ચારિત્ર સાધના છે અને ચારિત્રાચારનું ચણતર પવિત્રતાના પાયા વગર થઈ શકતું નથી. આમ ચતુર્થવતની સાધના એટલે માનવભવની મહાન ઉપાસના.
હાજરજવાબી બિરબલે એક દિવસ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અકબરને જણાવેલ કે આકાશી નક્ષત્રોની સંખ્યા ૨૭, તેમાંથી નવ નક્ષત્રો ઓછા કરી દેવામાં આવે તો બાકીના ૧૮ નક્ષત્રો વિશેષ કામના ન હોવાથી નક્ષત્રોની સંખ્યા શૂન્યમાં ફેરવાઈ જાય. કારણ કે જે નવ નક્ષત્રોને કારણે વરસાદની રમઝટ ચાલે છે, તે જ નક્ષત્રો વગર તો આ પૃથ્વી જલહીન અને જીવહીન બની જાય, બધીય લીલા સંકેલાઈ જાય.
આ વરસાદી નવ નક્ષત્રોની જેમ જેના જીવનમાં બ્રહ્મચર્યની નવ વાડો નથી કે નવપદજીની સમ્યક્ આરાધનાઓ નથી તેની વિદ્વત્તા, ચાતુરી, કળા, કૌશલ્ય વગેરે બધુંય શોભાહીન બની જાય છે. પૂજાની ઢાળમાં પણ પદો આવે છે કે “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો.' શાસ્ત્રવાર્તા પણ એ છે કે બ્રહ્મચર્ય જેવું કોઈ તપ નથી. વિભાવદશામાંથી સ્વભાવદશામાં સ્થિર થવું કે સ્થિતપ્રજ્ઞ બની શાતાદ્રષ્ટા રહી કર્મોના આશ્રવોનો નિરોધ કરવો અને સંવર અથવા નિર્જરાલક્ષી સાધનાઓ કરવી તે પણ બ્રહ્મચર્ય છે. આત્મરમણતા, આત્માનુભૂતિ અને આત્મસમર્પણ વગેરે પણ તેના જ પર્યાયવાચી શબ્દો છે.
Jain Education International
આ બધીય બાબતોને અલગ અલગ સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે સ્વાધ્યાયપ્રેમી, પ્રવચનકાર, લેખક અને ચિંતક પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી), જેમણે અમારા અગાઉના ધન્યધરા ભાગ-૧ ગ્રંથમાં “વિશિષ્ટ બ્રહ્મચર્યવ્રતધારીઓ'' નામનો લેખ અમને મોકલાવી ગ્રંથશોભામાં ઉમેરો કર્યો હતો. તેઓ `આ વિસ્તૃત લેખ રચી પોતાના ભવોપકારી દાદાગુરુદેવને સમર્પિત કરી આ ગ્રંથની સજાવટમાં પણ વધારો કરી રહ્યા છે. લેખના પદાર્થોને ભાવ સાથે વધાવી ચારિત્રાચારની અનુમોદના અત્રેથી પણ કરી વિરમીએ છીએ.
—સંપાદક.
For Private & Personal Use Only
www.jainelibrary.org