________________
૨૫૪
થતાં તેમણે ૫૦ વર્ષની ઉંમરે શિષ્યો સાથે દીક્ષા લીધેલી. છેક ૯૨ વર્ષની વયે તેમને કૈવલ્યજ્ઞાન થયેલું અને ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ રાજગૃહમાં મુક્તિપદ પામેલા. મહાવીરના ગણધરોમાં તે સહુથી લાંબું જીવન જીવનાર અને સહુથી છેલ્લે નિર્વાણ પામનાર હતા. તેથી ‘ગણધરવંશ’ ‘સ્થવિરાવલી’ અને ‘પટ્ટાવલિ’ની શરૂઆત તેમના નામથી થાય છે. તેમનાથી શરૂ થયેલી આચાર્ય પરંપરાના વારસદાર જમ્બુસ્વામી હતા.
* મંડિત (મંડિય) :—આ છઠ્ઠા ગણધર વાસિષ્ઠ ગોત્રના હતા તથા ‘મૌર્ય' ગામના રહેવાસી ધનદેવ અને વિજયદેવના પુત્ર હતા. પાવામઝિમા (પાવાપુરી, બિહાર)માં મહાવીર પાસેથી કર્મના બંધ અને મોક્ષ અંગે સંતોષકારક ખુલાસો મળતાં ૫૩ વર્ષની આયુએ તેમણે શ્રમણદીક્ષા લીધી, ૬૮મા વર્ષે કેવલી બન્યા અને ૮૩ વર્ષનું જીવન જીવી મુક્તિધામે સંચર્યા.
* મૌર્યપુત્ર (મોરિયપુત્ત) :—સાતમા ગણધર. તેમના પિતાનું નામ મૌર્ય અને માતાનું નામ વિજયદેવા હતું. તેમના ગામનું નામ પણ મૌર્ય હતું જ્યારે તેમનું ગોત્ર કાશ્યપ હતું. દેવોના અસ્તિત્વ અંગેનો તેમનો સંશય મહાવીર દ્વારા દૂર થતાં તેમણે શ્રમણદીક્ષા સ્વીકારેલી. ૮૦મા વર્ષે તેમને કેવલજ્ઞાન થયેલું અને ૯૫ વર્ષ જીવીને મુક્તિ પામેલા.
* અકંપિત (અકંપિય) :—મહાવીરના આ આઠમા ગણધર મહિલા ગામના રહીશ દેવ અને જયન્તીના પુત્ર હતા. તેમનું ગોત્ર ગૌતમ હતું. મઝિમાપાવામાં મહાવીર સાથેની મુલાકાતમાં નરકના અસ્તિત્વ વિષેની તેમની શંકા મટતાં ૪૯મા વર્ષે તે મહાવીરનાં શિષ્ય બન્યા, ૫૮મા વર્ષે કેવલી બન્યા અને ૭૮ વર્ષ પૂરા કરી નિર્વાણ પામ્યા. તેઓ ૯મા ગણધર અચલભ્રાતૃ સાથે એક જ ગણના સંયુક્ત ગણધર હતા.
* અચલભ્રાતૃ અથવા અચલ (અયલભાયા અયલ) :—નવમા ગણધર. જે કોશલા (= અયોધ્યા, ઉ.પ્ર.) નગરીના રહેવાસી હરિતગોત્રીય વસુ અને નંદાના પુત્ર હતા. પાપ-કર્મ અને પુણ્ય કર્મ બાબતે તેમના સંશયનો મહાવીરે ઉકેલ આણતાં તેમણે ૪૭મે વર્ષે શ્રમણ-દીક્ષા લીધેલી, ૫૮મે વર્ષે તળી થયેલા અને ૭૨ વર્ષનું આયુષ્ય જીવી નિર્વાણ પામે. આ અને ૮મા ગણધર અકંપિત એક જ ગણના
સહગાર હતા.
Jain Education International
જિન શાસનનાં
* મેતાર્ય (મેયજ્જ) :—૧૦માં ગણધર અને વત્સદેશ (અલ્હાબાદની દક્ષિણનો પ્રદેશ, ઉ.પ્ર.)ના તુંગિક ગામના વતની કૌડિન્ય ગોત્રના દત્ત અને વરુણદેવાના પુત્ર. મઝિમાવા ખાતે સ્વર્ગ-નરકના અસ્તિત્વ અંગે થયેલી ચર્ચામાં ઊહાવીરના તર્કથી પ્રભાવિત થઈને તેમણે શિષ્યો સહિત ૩૬ વર્ષનો યે દીક્ષા લીધેલી. ૪૬ વર્ષ થતાં કેવળજ્ઞાની થયેલા અને ૬૨ વર્ષ થયે નિર્વાણ પ્રાપ્ત કરેલું. શાસ્ત્રગ્રંથોની વાચનામાં તેઓ ૧૧મા ગણધર પ્રભાસના સહભાગી હતા.
★ પ્રભાસ (પભાસ) :—આ ૧૧મા ગણધર કૌડિન્ય ગોત્રા અને રાજગૃહનિવાસી હતા. તેમના પિતાનું નામ બલ અને માતાનું નામ અતિભદ્રા હતું. પોતાના સમયના તે મહાન વિદ્વા ગણાતા હતા. મોક્ષની સંકલ્પના અંગેના તેમના સંદેહનું મહાવીર દ્વારા નિરસન થતાં તે શ્રમણ બનેલા અને ગણધરપદ સ્વીકારેલું. ૨૫ વર્ષની ઉંમરે તે કેવીપદ પામેલા અને ૪૦ વર્ષ પૂરા થતાં મુક્તિપદ પામેલા.
તીર્થંકર પાસેથી ગણધરોએ પ્રત્યક્ષ મેળવેલા જ્ઞાનનું તેમની શિષ્ય પરંપરા દ્વારા પેઢી દર પેઢી વાચિક હસ્તાંતરણ થતાં તે (‘પરંપરાગમ’) સુરક્ષિત રહી શક્યું હતું. નિગ્રંથ શ્રમણ ધર્મની વિચારધારાને સશક્ત કરવામાં ગણધરોત્તર આચાર્યો અને અન્ય શ્રમણોનું ઘણું યોગદાન રહ્યું છે. આચાર્ય ભદ્રબાહુ પ્રથમના સમયમાં ઉદ્ભવેલા દિગમ્બર-શ્વેતામ્બરના આચારવિષયક મતભેદો અલગ સંપ્રદાયોના આકાર ધારણ કરી શકે એટલા સ્પષ્ટ અને ઉગ્ર નહોતા. દિગમ્બર મત અનુસાર વિક્રમના મૃત્યુ પછી ૧૩૬મા વર્ષે શ્વેતામ્બર સંપ્રદાય અસ્તિત્વમાં આવેલો, જ્યારે શ્વેતામ્બર માન્યતા પ્રમાણે દિગંબર સંપ્રદાયનો ઉદ્ભવ વિક્રમ પછી ૧૩૯મા વર્ષે થયો હતો.
ગણધરો રચિત દ્વાદશાંગ પછી બીજું મહત્ત્વનું પ્રદાન મહાવીરના વીરભદ્ર (વીરભદ્ર) આદિ અન્ય હસ્તદીક્ષિત શિષ્યોએ રચેલા ‘પ્રકીર્ણક' સૂત્રો છે. આગમ સાહિત્યના પ્રવર્તમાન વર્ગીકરણ પ્રમાણે આ પ્રકીર્ણકોની સંખ્યા દશ છે અને તેમનાં નામ આ પ્રમાણે છે : (૧) ચતુઃશરણ (ચઉસરણ), (૨) આતુપ્રત્યાખ્યાન (આઉરપચ્ચક્ખાણ), (૩) મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચક્ખાણ), (૪) ભક્તપરિજ્ઞા (ભત્તપરિણા), (૫) તંદુલવૈચારિક (તંદુલવેઆલિઅ), (૬) સંસ્તારક (સંથારગ), (૭) ગચ્છાચાર (ગચ્છાયાર), (૮) ગણિવિદ્યા (ગણિવિજ્જા), (૯) દેવેન્દ્રસ્તવ (દેવિંદય) અને (૧૦) મરણામાધિ (મરણસમાહિ).
For Private & Personal Use Only
www.jainelibrary.org