________________
ઝળહળતાં નક્ષત્રો
૨૮૯
- જન સાહિત્યમાં તેજસ્વી લાશો ?
શસઠાર કવિઓ
–અભય દોશી
મધ્યકાલીન જૈન સાહિત્યમાં વ્યાપકપણે સ્વીકૃતિ પામેલા રાસસ્વરૂપમાં સર્જન કરનારા દશ જેટલા પુણ્ય પ્રતિભાશાળી રાસકાર કવિઓનો સંક્ષિપ્તમાં છતાં સુંદર રીતે અત્રે પરિચય જોવા મળે છે.
ઉપલબ્ધ રાસોમાં સર્વપ્રથમ શાલિભદ્રસૂરિથી પ્રારંભી વિનયપ્રભ ઉપાધ્યાય, લાવણ્યસમય, નયસુંદર, સહજસુંદરજી, સમયસુંદરજી, ઉપાધ્યાય યશોવિજયજી, વિનયવિજયજી, જ્ઞાનવિમલસૂરિ, જિનહર્ષજી અને અંતે પૂજાઓથી વિશેષ જાણીતા એવા શુભ વીર' નામથી પ્રસિદ્ધિ પામેલા વીરવિજયજી મહારાજ વગેરે આ દશ ધુરંધર રાસ કવિઓના સંક્ષિપ્ત પરિચયો દ્વારા મધ્યકાલીન સમયની અપાર સર્જન સમૃદ્ધિનું એક વિહંગાવલોકન કરાવવાનો ઉપક્રમ રહ્યો છે.
આ રસપ્રદ લેખમાળાની સુંદર રજૂઆત કરનાર ડૉ. અભય ઇન્દ્રચંદ્ર દોશી (જન્મ તા. ૬-૩-૧૯૭૦) જેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યાપક અને પીએચ.ડી. માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ બી.એ.માં ગુજરાતી વિષય સાથે મુંબઈમાં પ્રથમ રહ્યા હતા. તેઓ આ પૂર્વે મુંબઈમાં આવેલી મીઠીબાઈ કૉલેજમાં અધ્યાપક હતા. વર્ષ ૨૦૦૩માં તેમણે ડૉ. દેવબાલા સંઘવીના માર્ગદર્શનમાં “ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય’ પર પી.એચ.ડી. કર્યું.
જૈન સાહિત્યમાં ઊંડો રસ અને શ્રદ્ધા ધરાવે છે. જૈન સાહિત્ય અને ધર્મના વિષયો પર વિવિધ વ્યાખ્યાનમાળાઓમાં વ્યાખ્યાન આપતા રહ્યા છે. મુંબઈથી પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા “ફાર્બસ ગુજરાતી સભા” સાથે છેલ્લાં થોડાં વર્ષોથી સંકળાયેલા છે અને હાલ માનમંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે. તેમના વિવિધ કાવ્યો, ટૂંકી વાર્તાઓ અને ચિંતનાત્મક લેખો વિવિધ સામાયિકોમાં સતત પ્રગટ થતા રહ્યાં છે. તેમણે “જ્ઞાનવિમલ સજઝાયસંગ્રહ’ નામે જ્ઞાનવિમલસૂરિની સજઝાયોનું સંપાદન ડૉ. કીર્તિદા શાહ સાથે કર્યું છે
થ કવિ ઝવેરસાગરજીની શત્રુંજય ચૈત્યપરિપાટીનો ગદ્યાનુવાદ અને વિવેચન પ્રસિદ્ધ કર્યા છે. “અહંદુ ભક્તિસાગર” નામનું સ્તવન-ચૈત્યવંદન-સ્તુતિ આદિનું સુંદર સંપાદન તૈયાર કર્યું છે. તેમણે પર્યાવરણ વિશે લેખો લખ્યા છે, તેમજ આ દિશામાં વધુ સંશોધન કરવામાં રસ ધરાવે છે.
જૈન ધર્મસાહિત્યમાં પોતાને સતત પ્રોત્સાહન આપનાર પોતાના માતાપિતાને બધો યશ આપે છે. અનેક જૈનાચાર્યો અને સાક્ષરોના સતત સંપર્કમાં રહીને વિરાટ ભક્તિ સાહિત્યમાં ક્રમે ક્રમે આગળ ધપી રહ્યાં છે. તેમના માર્ગદર્શનમાં બે વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી ચૂક્યા છે અને અન્ય બે વિદ્યાર્થીઓનું સંશોધન ચાલુ છે. ધન્યવાદ. આ ગ્રંથ આયોજનમાં શ્રી અભય દોશીનો સારો સહયોગ મળ્યો છે.
–સંપાદક અભય દોશી, એ/૩૧ ગ્લેડહસ્ટ, ફિરોઝશાહ મહેતા રોડ, શાંતાક્રુઝ (વે.) મુંબઈ-૫૪ ફોન : ૨૬૧૦૦૨૩૫, ૯૮૯૨૬ ૭૮૨૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org