________________
ઝળહળતાં નક્ષત્રો
ઇચ્છા આદિ ધર્મોથી સત્તા નથી તેવી જ રીતે જડ શરીરમાં પણ જ્ઞાન, ઇચ્છા આદિ ધર્મોની સત્તા હોઈ શકે નહીં.
શરીરમાં પાંચ ઇન્દ્રિયો છે પરંતુ તે ઇન્દ્રિયોને સાધન બનાવનાર આત્મા તે ઇન્દ્રિયોથી જુદો છે. ઇન્દ્રિયો દ્વારા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વગેરેનું જ્ઞાન થાય છે પરંતુ તે જ્ઞાન કરાવનાર જુદો છે. દા.ત. દાતરડું કાપે છે પણ કાપનાર જુદો છે. દીવાથી જોવાય છે પણ જોનાર જુદા છે. તેવી રીતે ઇન્દ્રિયોથી રૂપ, રસ વગેરે ગ્રહણ કરાય છે પણ ઇન્દ્રિયો અને વિષયોને ગ્રહણ કરનાર જુદા છે. સાધકને સાધનની અપેક્ષા છે પણ તેથી સાધક અને સાધન એ બે એક ન હોઈ શકે. ઇન્દ્રિયો આત્માને જ્ઞાન મેળવવા સહાયભૂત બને છે પણ તેથી ઇન્દ્રિયો અને આત્મા એક ન હોઈ શકે.
વળી જેની આંખ આકસ્મિક રીતે ચાલી ગઈ છે તેવા માણસને પણ તેણે આંખની હયાતીમાં જે કાંઈ જોયું હોય તે અંધ થયા પછી પણ યાદ આવે જ છે. ઇન્દ્રિયોને આત્મા માનીએ તો આ વાત ન બને. આત્મા અને ઇન્દ્રિય જુદા હોય તો જ એ શક્ય છે. વળી ચક્ષુથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણ ચક્ષુના અભાવમાં ન ચક્ષુથી થઈ શકે તેમ છે, ન બીજી ઇન્દ્રિયોથી થઈ શકે તેમ છે. એક વ્યક્તિએ જોયેલી વસ્તુ જેમ બીજો માનવી સ્મરણ કરી શકતો નથી તેમ ચક્ષુથી દેખાયેલી વસ્તુઓને તેની ગેરહાજરીમાં સ્મરણ કરનાર જે શક્તિ છે તે આત્મા છે. વળી ચક્ષુ દ્વારા જોઈ શકાય છે, જોયા પછી સ્પર્શ કરવો હોય તો ત્વચા દ્વારા થઈ શકે. આમ વસ્તુને જોનાર અને સ્પર્શ કરનાર જે એક છે તે ઇન્દ્રિયથી જુદા એવો આત્મા છે.
આત્મામાં વર્ણ નથી તેથી પ્રત્યક્ષ થઈ શકતો નથી. તેથી એમ ન મનાય કે આત્મા છે જ નહીં, કારણ કે પરમાણુ પણ ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. પ્રત્યક્ષ પ્રમાણ નથી છતાં અનુમાનથી દરેક તેનો સ્વીકાર કરે જ છે.
* કર્મપ્રકૃતિ —
એવી જ રીતે આ જગતમાં કોઈ સુખી તો કોઈ દુ:ખી, કોઈ રાજા તો કોઈ નોકર, કોઈ અમીર તો કોઈ ગરીબ, કોઈ વિદ્વાન તો કોઈ મૂર્ખ, કોઈ સ્વરૂપવાન તો કોઈ કુરૂપ એવી વિચિત્રતાઓ અનુભવાય છે. એક માતાની કુક્ષિએ સાથે જન્મેલાના કાર્યો; વિચાર વગેરે પણ તદ્દન ભિન્ન ભિન્ન જોવા મળે છે. એક વસ્તુ પ્રાપ્ત કરવા માટે એક વ્યક્તિ પ્રયત્ન કરીને થાકી જાય તો પણ ન મળે જ્યારે બીજાને એ જ વસ્તુ
Jain Education International
આપમેળે મળી જાય છે. આ બધી વિચિત્રતાઓનું કારણ શું? એક જ દેવને ૧૦ જણા એક સરખી રીતે ભજતા હોવા છતાં પાંચ સુખી હોય અને પાંચ દુ:ખી હોય. આ બધું જે અનુભવાય છે તેના પરથી કર્મની સત્તા સાબિત થાય છે. કર્મની સત્તાના આધારે આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે કારણ કે આત્માને સુખ-દુઃખ આપનાર કર્મસમૂહ આત્માની સાથે અનાદિકાળથી સંયુક્ત છે. એને લઈને આત્માનું સંસારમાં પરિભ્રમણ છે. કર્મ અને આત્માની ખાત્રી થયેથી પરલોકની ખાતરી કરવા માટે બાકી રહેતું નથી, કારણ કે જેવા શુભ અને અશુભ કર્મો પ્રાણી કરે છે તેના ફળ પ્રમાણે તેને પરલોકની પ્રાપ્તિ થાય છે. શુભ કર્મનું ફળ શુભ અને અશુભ કર્મનું ફળ અશુભ મળે છે.
* જીવના પ્રકાર :—
(૧) સિદ્ધના જીવ :—જે આઠ કર્મથી મુક્ત છે. જેને જન્મ-મરણ–રોગ-શોક-ચિંતા-ઉપાધિ, શરીર-દુઃખ-ભૂખઘડપણ વગેરે કશું જ નથી. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પણ નથી અને જેઓ મુક્તિશિલામાં બિરાજે છે, અનંતા સુખના સ્વામી છે તેવા જીવો.
(૨) સંસારી જીવ :—જે ચાર ગતિ, ચોવીસ દંડક, ૮૪ લાખ જીવાયોનિમાં ભ્રમણ કરે છે તે. આ જીવની કર્મબદ્ધ અવસ્થા છે. સંસારને વળગેલા છે. સંસારી જીવના બે પ્રકાર છે. ત્રસ–દુઃખને છોડી દેવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિચેષ્ટા, ગતિચેષ્ટા જ્યાં દેખાય તે ત્રસ, સ્થાવર-દુઃખને છોડી દેવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિચેષ્ટા, ગતિચેષ્ટા જ્યાં ન દેખાય તે સ્થાવર.
૧-પૃથ્વીકાય
૨-અપકાય
૨૭૩
સ્થાવરના પ્રકાર
સૂક્ષ્મ : બાજુમાં બતાવ્યા તે પાંચેના સૂક્ષ્મ પ્રકાર આખા લોકમાં ભરેલા છે, ચર્મચક્ષુથી ન દેખાય.
બાદર : માટી, પથ્થર, કૂવા, તળાવ, અગ્નિ, વિજળી, વાયરા,
૩-તેઉકાય૪-વાઉકાય-૫-વનસ્પતિકાય— વૃક્ષ, શાખા, પ્રશાખા, ફળ, ફૂલ વગેરે જે ચર્મચક્ષુથી જોઈ શકાય છે તે.
બસના પ્રકાર
એકેન્દ્રિય—સ્પર્શ. તેને માત્ર શરીર જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org