________________
ઝળહળતાં નક્ષત્રો
છે તેના પરિણામે તેના ફળ સ્વરૂપ તેને તે તે પ્રકારની રામગ્રી ઉપલબ્ધ થાય છે.
(૫) આશ્રવતત્ત્વ :
આત્માની સાથે કર્મનો સંબંધ થવાના કારણોને આશ્રવ કહેવાય છે. શરીરના વ્યાપારો શુભ હોય તો શુભકર્મ બંધાય– અશુભ હોય તો અશુભ કર્મ બંધાય. મન-વચન-કાયાના વ્યાપારો જ આશ્રવ છે. મનથી સારું-ખરાબ ચિંતવવું, વચનથી સારું–ખરાબ બોલવું અને કાયાથી શુભ આચરણ, પવિત્ર આચરણ કે અશુભ આચરણ કરવું તે. જીવને પુણ્ય પાપકર્મ બંધાવવામાં મુખ્ય પ્રયોજક મનોવ્યાપાર છે. જ્યારે વચનવ્યાપાર અને શારીરિક ક્રિયાઓ મનોયોગને પુષ્ટિ આપનાર તરીકે કર્મબંધનના હેતુ છે.
(૬) સંવર તત્ત્વ :
મનયોગ, વચનયોગ, કાયયોગરૂપી આશ્રવથી બંધાતા કર્મોને અટકાવનાર આત્માના નિર્મળ પરિણામને સંવર કહે છે. જે ઉજ્જવળ આત્મપરિણામથી કર્મ બંધાતું અટકે તે સંવર છે. આત્માની સ્થિતિ ઉન્નત થાય તેમ કર્મબંધનમાં ઘટાડો થાય. કેવળજ્ઞાન થયા પછી કર્મ બંધાતા અટકી જાય છે.
(૭) નિર્જરા તત્ત્વ :~
કર્મબંધન ઘણી રીતે થાય છે. કોઈ કર્મ અતિ ગાઢ, કોઈ ગાઢ, કોઈ શિથિલ તો કોઈ અતિશિથિલ બંધાય છે. જે અતિ ગાઢ હોય તેને નિકાચિત કર્મ કહી શકાય. તે કર્મ અવશ્ય તે રીતે જ ભોગવવું પડે છે. બાકીના કર્મો શુભ ભાવનાઓના પ્રબળ વેગથી ભોગવ્યા વગર અને ભોગવ્યા બાદ ખરી પડે છે તેને નિર્જરા કહેવાય છે. નિર્જરાના બે પ્રકાર છે. (૧) સકામ– કલ્યાણ ભાવનાથી કરાતી તપશ્ચર્યા, વૈયાવચ્ચ વગેરે સાધનથી કર્મનો જે ક્ષય થાય છે તે અને ભોગવાતા જાય તેમ પણ ખરી જાય છે. (૨) અકામ—વૃક્ષના ફળો જેમ સમય થાય તેમ વૃક્ષ પર પાકે તેમ કર્મ ઉદયમાં આવે, ભોગવાઈ જાય અને આત્મા પરથી ખરી જાય.
(૮) બંધતત્ત્વ :—
કર્મનો આત્માની સાથે દૂધ અને પાણીની પેઠે સંબંધ થવો તેનું નામ બંધ. કર્મ ક્યાંય લેવા જવા પડતા નથી. આખા લોકમાં તેવા દ્રશ્યો ઠાંસી ઠાંસીને ભરેલા છે જેને જૈનદર્શન “કાર્મણ વર્ગણા” કહે છે. આ દ્રવ્યો રાગ-દ્વેષના પરિણામરૂપ
Jain Education Intemational
૨૭૫
ચીકાશને લીધે આત્માને વળગે છે. આત્મા અસલ સ્વરૂપે અનંત જ્ઞાનરૂપ–સચ્ચિદાનંદમય છે. પરંતુ પૂર્વોક્ત કર્મોના આવરણવશાત્ તેનું મૂળ સ્વરૂપ આચ્છાદિત છે. એથી એનું સંસારમાં પરિભ્રમણ છે અને ભવચક્રની અનેકાનેક વિડંબનાઓ તેને વળગેલી છે.
(૯) મોક્ષતત્ત્વ :
નૃત્તનર્મક્ષયો મોક્ષઃ અથવા પરમાનન્દ્રો મુત્તિઃ અર્થાત્ સર્વ કર્મોના ક્ષયથી પ્રાદુર્ભૂત થતો પરમ આનંદ. જીવો બે પ્રકારના છે. ભવ્ય જીવો મોક્ષને ગમે ત્યારે પ્રાપ્ત કરશે. જ્યારે અભવ્ય જીવોને મોક્ષ કદી મળવાનો નથી. આ બંને પ્રકાર બનાવ્યા બનતા નથી, પરંતુ સ્વાભાવિક પરિણામ છે. જેમ કે મગ બાફીએ તો બીજા મગ ચડી જાય, કોરડું ન ચડે તેવી રીતે. જેની મોહરૂપી ખુજલી મટી ગઈ છે એવા મુક્ત પરમાત્માઓને, નિર્મળ આત્મજ્યોતિમાંથી પ્રકાશતો જે સ્વાભાવિક આનંદ છે તે જ ખરેખર પરમાર્થ સુખ છે. આવા સુખી પરમાત્માઓને માટે શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, નિરંજન, પરમ જ્યોતિ, પરબ્રહ્મ વગેરે નામ શાસ્ત્રોમાં આપેલા છે.
આ રીતે જૈન ધર્મ અંતર્ગત નવતત્ત્વનું સ્વરૂપ આપણે જોયું. જેમાં જીવને લગતી બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. કર્મનું બંધન થવું, તે પ્રમાણે ગતિમાં જન્મ થવો, શુભ-અશુભ કર્માનુસાર પાપ-પુણ્યની સામગ્રી પ્રાપ્ત થવી, જીવ તેના ઉદયમાં જે પ્રમાણે ભળે તે પ્રમાણે કર્મોની નિર્જરા થવી, કર્મોની સાવ નિર્જરા થઈ જાય તો મોક્ષની પ્રાપ્તિ થવી. આમ બધો જ ક્રમ આયોજનબદ્ધ રીતે જળવાઈ રહે છે અને સરળ રીતે જીવ કઈ રીતે જગત પર ભ્રમણ કરે છે તેની માહિતી મળે છે. જૈન ધર્મમાં જે રીતે ચોક્સાઈથી, સરળ ભાષામાં છતાં કોઈને શંકા ન રહે તે રીતે નવતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે તેનાથી આત્માની ક્રમબદ્ધ અવસ્થાની સુંદર જાણકારી થાય છે. જૈન ધર્મની આવી વિશાળ છતાં સૂક્ષ્મ, ગહન છતાં સરળ, વૈજ્ઞાનિક છતાં તાર્કિક રીતે સમજી શકાય તેવી ઊંડાણભરી શૈલીને કારણે જ વિશ્વધર્મ કહી શકાય. જગતના એક પણ ધર્મમાં આવી ચોકસાઈથી જીવની અવસ્થા વર્ણવવામાં નથી આવી એટલે જ જૈનધર્મ અજોડ, અદ્ભુત અને મહાન છે.
(B) ઈશ્વર જગતનો કર્તા નથી :
જૈનદર્શન અનુસાર આ જગતનો કર્તા ઈશ્વર નથી. જગત
For Private & Personal Use Only
www.jainelibrary.org