________________
૨૬૨
કાર્યક્રમમાં જુદા જુદા વિષયો પર તેમણે લખેલી રત્નકણિકાઓ પ્રગટ થઈ છે. * યુવવાણી’–આકાશવાણી રાજકોટથી થતાં કાર્યક્રમમાં તેમણે રચેલી સ્વરચિત કાવ્યો''નો એક કાર્યક્રમ પ્રગટ થઈ ગયો છે.
પ્રાપ્ત કરેલા એવોર્ડો તથા માતબાર ઇનામો
જિન શાસનનાં
* ૧૯૯૭માં આયોજિત અખિલ ભારતીય નિબંધ સ્પર્ધામાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થઈ સર્ટીફિકેટ તથા રોકડ ઇનામ મેળવેલ. * ૧૯૯૭માં જૈન પત્રકાર સંઘ મુંબઈ દ્વારા શ્રી કાંતિલાલ સુખલાલ શાહ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ પ્રાપ્ત કર્યો. * ૧૯૯૮માં સૌરાષ્ટ્ર રિજીયન JSG દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા પ્રથમ નંબરે જીતી, શિલ્ડ, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર મેળવ્યો. * JSGIF દ્વારા ૨૦૦૭-૦૮માં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત મહાનિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર પાસ કરી રૂા. ૧૧,૦૦૦=૦૦નું માતબાર ઇનામ પ્રાપ્ત કરેલ. * ૨૦૦૭૦૮માં જૈન પત્રકાર સંઘ મુંબઈ દ્વારા શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદ ગાર્ડી વિદ્યાવારિધિ એવોર્ડ પ્રાપ્ત કર્યો. * ૨૦૦૮-૦૯માં મુંબઈ જૈન પત્રકાર સંઘ દ્વારા શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનો નવીન કોકિલ એવોર્ડ મેળવ્યો. * મુંબઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત દિનેશ મોદી મહાનિબંધ સ્પર્ધામાં ૨૦૦૭માં “જૈન ધર્મ વિશ્વધર્મ છે” એ વિષય પર પ્રથમ નંબર મેળવ્યો. ૨૦૦૮માં “પુણ્ય અને પાપ” એ વિષય પર પ્રથમ નંબર મેળવેલ છે. * શ્રી કે. જે. સોમૈયા રિસર્ચ એન્ડ સ્ટડી સેન્ટર દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો. * જૈન ધર્મમાં સુંદર લેખો લખવા બદલ તથા પુસ્તકોનું સંપાદન કરવા બદલ શાસ્ત્રવિશારદ પૂ. મનોહરમુનિ મ.સા. દ્વારા ૩૨ આગમ સંપુટ ભેટ આપી બહુમાન કરેલ.
પુસ્તક લેખન તથા સંપાદન-જ્ઞાનસત્ર-સાહિત્યસત્ર-સેમિનારમાં પ્રસ્તુત કરેલા શોધનિબંધો
* શ્રી ગિજુભાઈ ભરાડ દ્વારા આયોજિત જ્ઞાનતુલા અભિયાનમાં લેખિકાનું પુસ્તક “મનમાં ખીલ્યો મોગરો' પ્રકાશિત કરવામાં આવ્યું. જેને ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યો. * આગમ દિવાકર પૂ. જનકમુનિના વ્યાખ્યાનસંગ્રહનું પુસ્તક “જિનવાણી”નું સંપાદન કર્યું. * આબુવાળા ધ્યાનયોગી સૂરિસમ્રાટ “સંયમદર્શી શાંતિદૂત શાંતિસૂરીશ્વરજી મહારાજ' પુસ્તકનું સંપાદન કર્યું. * “કામદાર કુટુંબની મા ખોડિયાર' એ પુસ્તકનું સંપાદન કર્યું. * પ્રાણ ફિલોસોફીકલ એન્ડ લિટરરી સેન્ટર દ્વારા આયોજિત જ્ઞાનસત્રોમાં સક્રિય રીતે ભાગ લઈ ચારથી પાંચ શોધનિબંધ પ્રસ્તુત કરેલા છે, લોકચાહના મેળવેલ છે. * શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રેરિત શ્રી ધનવંત શાહ આયોજિત સાહિત્યસત્રમાં બે વાર ઉપસ્થિત રહી શોધનિબંધ રજૂ કરી કાબેલિયત પૂરવાર કરી છે. * ૨૦૧૦માં આયોજિત હસ્તપ્રત લેખન-વાંચન વિષે રોચક માહિતી આપતો ત્રિદિવસીય સેમીનાર અમદાવાદ મુકામે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને પૂના ભાંડારકર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તેમાં અહેવાલ લેખન સ્પર્ધા યોજાયેલ તેમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ.
આમ આવા તો નાના-મોટા ઘણા ઇનામો જીતી પોતાની કાબેલિયત પૂરવાર કરી છે. સમાજસેવામાં પણ ઊંડો રસ ધરાવે છે. એમાંયે ગરીબ માણસો માટે કાંઈક કરી છૂટવાની લાગણી ધરાવતા હોવાથી તેને લગતા કાર્યોમાં તેમ જ જીવદયામાં પાંજરાપોળો માટે હંમેશા કંઈક કરવાની તમન્ના રાખે છે. આમ વાંચન, ચિંતન, સંશોધન, લેખન અને અધ્યયનમાં ઊંડો રસ ધરાવતાં શ્રીમતી પારૂલબેન સમાજસેવાના કાર્યોમાં, જીવદયાના કાર્યોમાં પણ હંમેશા ઉત્સાહભેર ભાગ લેતા રહ્યા છે. પારૂલબેન તેમના આવા કાર્યોમાં ખૂબ ખૂબ આગળ વધે અને તેમનું નામ રોશન કરે એ જ અભ્યર્થના......ધન્યવાદ ! !
–સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org