________________
ઝળહળતાં નક્ષત્રો
આગમોનો વિશેષ ઊંડાણથી અને રસપૂર્વક અભ્યાસ કરીએ તો જણાઈ આવે છે કે આગમોમાં જૈન સિદ્ધાંતો જુદી જુદી રીતે તારવેલા છે. ક્યાંક તે આજ્ઞારૂપે સ્થપાયેલા હોય છે તો, ક્યાંક સાક્ષાત્ ક્રિયાના માધ્યમથી તારવેલા હોય છે. કેટલીકવાર એ આદેશ ગુપ્ત અને રહસ્યમય રીતે અંદર વણાયેલા હોય છે જેને શોધીને બહાર લાવવા પડે છે. કેટલીકવાર એ પરંપરા, રીતરિવાજ, પેઢી–દરપેઢી સંસ્કૃતિમાં વણાયેલા હોય છે તો ક્યારેક એ લોકપરંપરા અને લોકાચારમાં રૂઢ થયેલા જોવા મળે છે. સમગ્ર જૈન આગમોમાં આવા તો સેંકડો પ્રકરણો કડીબદ્ધ જોવા મળે છે. માટે જ આગમ એ જ્ઞાનનો ભંડાર છે. જેમાંથી દર વખતે નવો નવો ખજાનો હાથ લાગ્યા કરે છે. જેટલીવાર વાંચો દરેક વખતે નવું નવું કાંઈક જાણવા મળે છે. આગમો પર હજુ વધુને વધુ સંશોધન કરવામાં આવે તો, જુદી જુદી દૃષ્ટિએ મૂલવવામાં આવે તો તેનું અત્યારે જેટલું મૂલ્ય છે તેનાથી સોગણું વધી જાય તેમ છે અને વૈશ્વિકધોરણે તેની વિરાટરૂપે પ્રતિષ્ઠા થઈ શકે તેમ છે.
આજે વિજ્ઞાનના યુગમાં માણસો એમ માને છે કે હવે બીજી કઈ વસ્તુની જરૂર છે? દરકાર છે? આજે દિવસે દિવસે ભૌતિક સુખ-સગવડના સાધનો વધતા જાય છે. દિન-પ્રતિદિન નવી શોધો દ્વારા માનવજીવનને વધુને વધુ સગવડતાપૂર્ણ બનાવવામાં આવી રહ્યું છે. જુદી જુદી શોધો દ્વારા વિરાટ વિશ્વ નાનું બનતું જાય છે. ત્યારે બધાને એમ થઈ રહ્યું છે કે હવે કશું જ શોધવાની જરૂર નથી. પરંતુ કહેવાતા આ સંશોધક માનવીઓ એ ભૂલી જાય છે કે વિજ્ઞાને કેવળ ભૌતિક સંશોધન કર્યું છે. બાકી માનવજાતિના એક પણ પ્રશ્નને તેઓ હલ કરી શક્યા નથી. એક પરમાણુબોમ્બ ફૂટે ને લાખો માણસો મરણને શરણ થઈ જાય છે, પરંતુ એવો એક પણ બોમ્બ હજુ સુધી શોધાયો નથી જે એક મરેલી કીડીને પણ સજીવન કરી શકે. ગરીબી, બેકારી, વસ્તીવિસ્ફોટ જેવી કેટલીયે સમસ્યાઓ મોં ફાડીને દરેક દેશમાં ઊભી છે. પરસ્પરના વિવાદો અને રાજકારણના અખાડાઓ, ધર્મના નામે થતાં ઝઘડાઓ અને હુંસાતુંસી માનવજાતિને વિનાશની ઊંડી ખીણમાં લઈ જાય છે. જો જૈન આગમોના સિદ્ધાંતોનો સમન્વય કરી, જગતને પીરસવામાં આવે તો જૈનાગમ એક પ્રકારે જનાગમ, વિશ્વાગમ બની પ્રાણીમાત્રનું કલ્યાણ કરી શકે તેમ છે. વિશ્વને મળેલ પ્રાકૃતિક સંપત્તિનું સંરક્ષણ પણ આગમો દ્વારા શક્ય બની શકે છે કારણ કે આગમોમાં દરેક વિષયને આવરી લેવાયો છે.
*
Jain Education International
૨૬૫ પર્યાવરણ પણ તેમાંથી બાકાત નથી અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આગમોમાં જે વાતો કરવામાં આવી છે તે કોઈ સાધારણ વ્યક્તિઓ દ્વારા નહીં પણ વર્ષોની સાધના-આરાધનાતપશ્ચર્યા બાદ કેવળજ્ઞાન પામેલ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે. તેથી તેમાં અસત્યનો અંશ પણ ન હોઈ શકે. વાસ્તવમાં આગમથી ચડે તેવી જીવમાત્રનું રક્ષણ અને કલ્યાણ કરનારી વાણી જગતભરના ધર્મશાસ્ત્રોમાં બીજી કોઈ નથી. માટે જ કોઈકે યથાર્થ જ કહ્યું છે કે,
આત્માના તારણહાર, તત્ત્વ બે શાસ્રને સદ્ગુરુ, શૂન્યમાંથી સર્જન કરનાર, તત્ત્વ બે શાસ્ર ને સદ્ગુરુ, હેય, શેય, ઉપાદેયનું જ્ઞાન કરાવનાર, સ્વરૂપને ઓળખાવનાર......તત્ત્વ બે
સાચા છે વીતરાગ, સાચી છે વીતરાગવાણી, આગમ છે મોક્ષ આધાર......તત્ત્વ બે જેના સહારે ભવ્ય જીવો તરતા, કરતાં સ્વ–પરનો ઉદ્ધાર.....તત્ત્વ બે
આગમની વ્યાખ્યા જોઈએ તો ‘‘આ સમન્તાત્મ્યત કૃતિ ઞામ: ।'' જેના દ્વારા (સત્ય) જણાય તે આગમ. ‘આગમ” શબ્દ. ‘‘'' ઉપસર્ગ અને ‘‘ગમ્’' ધાતુનો બનેલો છે. “આ”નો સરળ અર્થ છે “પૂર્ણ”, ચોતરફથી, બધી બાજુએથી, “ગમ''નો અર્થ છે ગતિ કે પ્રાપ્તિ. જેના વડે પદાર્થના રહસ્યનું સંપૂર્ણ જ્ઞાન થાય તે આગમ.
“સ્યાદ્વાદ મંજરી”ની ટીકામાં દર્શાવ્યું છે કે– આપ્તવચનથી ઉત્પન્ન અર્થ (પદાર્થ)નું જ્ઞાન થાય તે “આગમ” છે. જેમણે રાગ-દ્વેષ સંપૂર્ણ જીતી–કેવળજ્ઞાનરૂપી દીવો પ્રગટાવી સર્વજ્ઞ બની, અર્થરૂપ વચન કહ્યા છે તેને આપ્તપુરુષ અને તેમના વચનોને આપ્તવચન કહ્યું છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ લખ્યું છે “જેવી રીતે પાણી વસ્ત્રના મેલને ધોઈ નાખી તેને ઊજળા બનાવે છે તેવી રીતે શાસ્ત્ર માનવીના અંતઃકરણમાં રહેલ કામ, ક્રોધ વગેરે કાલુષ્ય મેલને ધોઈ નાખી તેને પવિત્ર અને નિર્મળ બનાવે છે.” ટૂંકમાં કહીએ તો જેનાથી આત્માનો સમ્યગ્બોધ થાય. આત્મા અહિંસા, સંયમ અને તપસાધના દ્વારા પવિત્રતા તરફ પ્રયાણ કરે તેને શાસ્ત્ર–આગમ કહે છે. વિશ્વને અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત દ્વારા સર્વધર્મસમન્વયનો પવિત્ર બોધ કરાવનાર શ્રેષ્ઠ સાહિત્ય આગમ છે. આગમના પર્યાયવાચી અનેક શબ્દો મળે
For Private & Personal Use Only
www.jainelibrary.org