________________
૨૬૮
મહત્ત્વ આપ્યું છે. સત્ય ભલે ક્યારેક કસોટીની એરણે ચડતું જોવા મળે પણ છેલ્લે જીત તો આખરે સત્યની જ થાય છે. જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોમાં સત્યનો જે સિદ્ધાંત રહેલો છે તે જૈન ધર્મને વિશ્વધર્મ બનાવે છે, કારણ કોઈ માનવ, કોઈ ધર્મ કે કોઈ દર્શન એમ નથી કહેતું કે અસત્ય બોલો. આમ સત્યના આ સર્વવ્યાપકપણાને જૈન ધર્મએ પિછાણ્યું છે અને તેથી તેને જૈન ધર્મના પાયાના સિદ્ધાંતમાં સ્થાન આપ્યું છે માટે જૈન ધર્મ વિશ્વધર્મ છે.
જૈન ધર્મ સત્ય બોલવા પર અતિશય ભાર મૂકે છે. તે કહે છે કે કદાચ ક્યારેક કોઈવાર એવો સમય આવી જાય કે વ્યક્તિ સત્ય ન બોલી શકે તેમ હોય તો એવે સમયે મૌન ધારણ કરવું જોઈએ પણ અસત્યનું ઉચ્ચારણ ક્યારેય કરવું ન જોઈએ. જૈન ધર્મના શાસ્ત્રોમાં એવાં કેટલાયે દૃષ્ટાંતો આલેખાયેલા જોવા મળે છે જેમાં સત્યધર્મની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હોય. રાજા હરિશ્ચંદ્રનું દૃષ્ટાંત વિશ્વવિખ્યાત છે. ઉપરાંત યુધિષ્ઠિર વગેરે પણ તે માટે જાણીતા છે. જૈન ધર્મના આગારધર્મ યાને કિ દીક્ષિત અવસ્થામાં સત્ય જ સર્વોપરી છે, અસત્ય ઉચ્ચાર યાવત્ જીવન માટે વર્જિત છે. પંચમહાવ્રત જે આગાર ધર્મમાં ધારણ કરવાના હોય છે તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. આમ જૈન ધર્મનો પાયો જ આ સિદ્ધાંતો પર ચણાયેલો છે. જેને કારણે આજે જૈન ધર્મ વિશ્વધર્મ તરીકે કાઠું કાઢી રહ્યો છે. (ક) અચૌર્ય :—
ભગવાન મહાવીરે હંમેશા “સ્વ” તરફ દૃષ્ટિ રાખવાની જ વાત કરી છે. “પર”ની સામું નજર પણ ન નાખવી કારણ કે બીજા તરફ નજર નાખનાર અન્યના સુખ-સગવડ જોઈને તેમાં લલચાય છે ને પછી તેને છિનવી લેવાના દુષ્ટ પ્રયાસો કરે છે. બીજાની કોઈપણ વસ્તુ જોવી પછી પોતાની પાસે તે ન હોય તો તે મેળવવા પ્રયત્ન કરવો, ન મળે તો તે વસ્તુ ચોરીને પણ લઈ લેવી. એવી મનોવૃત્તિ માનવીની થઈ જાય છે. ભગવાને આ બધાથી દૂર રહેવાનું કહ્યું છે. અચૌર્યનો ખ્યાલ જો દરેકના
મગજમાં બરાબર બેસી જાય તો કોઈ અશાંતિ થતી નથી. ઝઘડા, કજિયા થતાં નથી. અશાંતિ અને સંઘર્ષ ત્યારે જ પેદા થાય છે જ્યારે માનવી બીજાનું જોઈ તે પડાવી લેવાનો પ્રયત્ન કરે છે.
અહીંયા પણ જૈન ધર્મની સૂક્ષ્મ દૃષ્ટિ જોવા મળે છે.
Jain Education International
જિન શાસનનાં
બીજા ધર્મો તો માત્ર કોઈનું ચોરી ન લેવું તેમ જ કહે છે જ્યારે જૈન ધર્મ કહે છે કે રસ્તામાં પડી ગયેલું કે માલિક ન હોય તેવી વસ્તુ પણ લેવી તે ચોરી જ છે. અરે! જે વસ્તુ સાવ નિર્માલ્ય છે એવી વસ્તુ પણ માલિકની મરજી વગર ન લેવી તેમ જ કોઈ પણ વસ્તુનો તેના માલિકને પૂછ્યા વગર ઉપયોગ પણ ન કરવો.
આજે સમગ્ર વિશ્વની પરિસ્થિતિ જોઈએ તો દુનિયાના મોટા ભાગના દેશો એકબીજાની જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરે છે. ચીન દ્વારા અવારનવાર ભારતની જમીન પચાવવા માટે કાંઈક ને કાંઈક કરતૂતો થયા કરતા હોય છે. એવી જ રીતે પાકિસ્તાન પણ અવારનવાર ભારતની જમીનો હડપ કરવાનો પ્રયાસ કરે છે. તેવી જ રીતે અમેરિકા ઇરાકઇરાન વગેરેની આવી સમસ્યાઓ આપણે દૂરદર્શન અને સમાચારપત્રો દ્વારા વાંચતા જ હોઈએ છીએ. અરે! ઘણી વાર તો તેમના નકશામાં બીજા દેશની જમીનો દેખાડાય છે અને જેને કારણે વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જાય છે, એટલું જ નહીં આવી બાબતોને કારણે ઘણીવાર યુદ્ધની પરિસ્થિતિ પણ ઊભી થાય છે. આ તો માત્ર એક-બે ઉદાહરણો થયા. આવા તો કેટલાય પ્રસંગો અવાર-નવાર ઊભા થતા હોય છે. આ બાબત ઊભી ન થાય તે માટે, સમસ્યાઓ ઊભી ન થાય અથવા થઈ હોય તો તેના નિવારણ માટે ભગવાને અચૌર્યનો સિદ્ધાંત આપ્યો. જેના પર આપણી માલિકી ન હોય તેવી વસ્તુને ચોરીને તેના પર તમારું આધિપત્ય જમાવવાની જરૂર નથી. અચૌર્યના આ સિદ્ધાંતને કારણે પણ જૈન ધર્મ વિશ્વધર્મ કહેવાયો છે. દેખીતી રીતે જ આ સિદ્ધાંત બહુ મહત્ત્વનો ન લાગે પરંતુ દીર્ઘદ્રષ્ટિથી જોઈએ તો આ સિદ્ધાંતમાં એટલી દૂરંદેશીતા દેખાય છે તેને કારણે પાયાના સિદ્ધાંતોમાંનો એક છે.
(ડ) બ્રહ્મચર્ય :—
કોઈપણ દેશનું ભવિષ્ય તેની યુવાપેઢી હોય છે. પરંતુ આજે ભોગવાદનો વાયરો પ્રચંડ રીતે વાઈ રહ્યો છે. વિશ્વ
આખાનું યુવાધન તેમાં ફસાઈને પોતાની બરબાદીને નોતરી રહ્યું છે. સમાજની તેજસ્વિતાને હરી લેનાર આજના વિલાસપૂર્ણ, કુત્સિત અને વાસનામય વાતાવરણમાં ભગવાન મહાવીરદેવનો બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ લાખોમાં એક છે. ભૌતિક વિકાસ એ દરેક દેશની ઉન્નતિ માટે જરૂરી છે પણ સાથે સાથે જો અધ્યાત્મનો વિકાસ નહીં થાય તો માત્ર ભૌતિક વિકાસ અંતે તો મહાવિનાશ, મહાપતનનું જ કારણ બનશે કારણ કે સંયમ,
For Private & Personal Use Only
www.jainelibrary.org