________________
રત્ન કણિકા
પુણ્ય જ્યાં હાથ ઊંચા કરી દે છે, ત્યાં ધર્મ હાથ પકડી લે છે,
પુણ્ય જ્યાં પરાજિત જાહેર થાય છે, ત્યાં ધર્મ વિજેતાની ખુમારીથી બહાર આવે છે. પુણ્યનો દીવો મામૂલી પવનમાંય બુઝાઈ જાય છે
ત્યાં વાવાઝોડા વચ્ચે ધર્મનો દીવો અસ્તિત્વ ટકાવી રાખે છે.
પુણ્યનું કાર્ય જીવનને સફળ બનાવવાનું છે જ્યારે ધર્મનું કાર્ય જીવનને સાર્થક બનાવવાનું છે. સફળતા અને સાર્થકતા વચ્ચેનો ભેદ માનવી તું સમજી લેજે!
સફળતાનો સબંધ માત્ર બાહ્ય જગત સાથે હોય, સાર્થકતાનો સંબંધ અત્યંતર જગત સાથે હોય. દોમ–દોમ સાહ્યબી વચ્ચે ય ચિત્ત પ્રસન્નતાની ગેરંટી પુણ્ય આપતું નથી. જ્યારે કાળ-ઝાળ દુઃખો વચ્ચેય ચિત્ત પ્રસન્નતા ટકી જ રહેવાની ગેરંટી ધર્મ આપે છે.
આવો મહાન ધર્મ મળ્યો છે, તારક પરમાત્મા મળ્યા છે.
આત્મસાત્ કરતાં જઈશું, આજ્ઞાપાલન કરતાં જઈશું. તો ફાવી જઈશું.......જય-જિનેન્દ્ર
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । પદ્માવતી દૈન્યે નમઃ ।
નમો સિદ્ધાણં
ખાવાતો, જોવાતો, સાંભળવાતો, ઊંઘવાનો સમય ચોક્કસ હોય છે પણ શ્વાસ તો સતત લેવાનો હોય છે. ધર્મ એ ભોજત, શ્રવણ કે દર્શત જેવો તથી, શ્વાસ જેવો છે. સતત ચાલુ રહે તો જ ભાવપ્રાણ સલામત રહે !!!
સૌજન્યતા
સ્ટીલ કોર્પોરેશન રાજકોટ
Jain Education Intemational
સુઠાન
For Private & Personal Use Only
www.jainelibrary.org